Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 204
________________ આવે છે. તો ઈશ્વરને પણ પાછું સંસારમાં આવવું પડે. અહીં અન્ય ધર્મની વાત સરસ રીતે વણી લીધી છે. મુક્ત થયેલો આત્મા ફરી કોઈ દિવસ સંસારમાં આવી શકે નહીં. અને જો આવે તો મુક્તપણાની આપણી કલ્પના યથાર્થ નથી. ક્યાંક ભૂલ થાય છે. ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ.” જૈનદર્શન અને ઇત્તર દર્શનનો ભેદ – ‘સંભવામિ યુગે, યુગે. અહીં કહે છે, “ન સંભવામિ કદાપિ ન ચ.” એકવાર આત્મા મુક્ત થયો ફરીથી દેહ ધારણ કરતો નથી. એને ક્યારેય નીચે અવતરણ કરવાની જરૂર પડતી નથી. એને ક્યારેય સંસારનું પરિભ્રમણ હોય જ નહીં. એની મુક્તતા છે એ એની શુદ્ધતા છે. મુક્તતા છે તે તેની પૂર્ણતા છે. મુક્તતા છે તે તેની વિતરાગદશા છે. એની પરમશુદ્ધ ચૈતન્યની અવસ્થા છે. એમાં “સંભવામિ યુગે યુગે.” સંભવિત થઈ શકે નહીં. ઈશ્વરને જન્મ ધારણ કરવાપણું રહે, તો તે ઈશ્વર કોઈકને દુઃખનો દેનાર કે દુઃખનો નાશ કરનાર થઈ શકે. “પરિત્રાણાય સાધુનામુ, વિનાશાય ચ દુષ્કૃતામ્' હજી મારે અનેક લોકોનું રક્ષણ કરવું છે. અનેક લોકોનો ઘાત કરવો છે. આ કલ્પના મુક્ત જીવને માટે બેસી શકતી નથી. ઈશ્વરનું આ સ્વરૂપ સંભવી શકે નહીં. કર્મથી મુક્ત થયેલો આત્મા દેહ ધારણ કેવી રીતે કરે ? અધ્યાત્મ દર્શનની અનેક સમસ્યાઓ, “આત્મસિદ્ધિ'માં એવી સરસ રીતે ગુંથી લીધી છે, એવી રીતે વણાઈ ગઈ છે કે, એટલે પ્રભુશ્રીએ કહ્યું, ‘કે આમાં કોઈ ધર્મનું કે દર્શનનું નામ આપ્યું નથી, કોઈની નિંદા નથી કરી, અને છતાંય એમાં છયે છ દર્શન સમાવી લીધા છે, અને વિતરાગ દર્શનની શ્રેષ્ઠતા સાબિત કરી છે. વાંચનાર અને વિચારનાર સાધક, પોતાની મેળે નિર્ણય લઈને પરમ સત્યની ઉપલબ્ધિને પામે. અને આ ઈશ્વરને જો ફરીથી સંસારપણું પ્રાપ્ત થાય તો ‘મુક્ત જીવ કરતાં તેનું ન્યુનત્વ ઠરે છે.” જો ફરી સંસાર પ્રાપ્ત થાય તો પછી મુક્ત શું કામ થયા ? તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે.” શિષ્ય કહે છે ફળનો દાતા ઈશ્વર હોય તો આ જીવ કર્મફળ ભોગવે. જો ફળ આપનાર કોઈ ન હોય તો ફળનો ભોક્તા કોણ ? અને જો કોઈ ફળનો ભોક્તા ન હોય તો મોક્ષના ઉપાય શું કામ કરવાના ? અમારે મનુષ્ય જન્મમાં ધર્મની આરાધના કરવાનું કામ શું છે ? અમને જે મળ્યું છે તે શાંતિથી ભોગવવા દો ને. આ “બંધ” અને “મોક્ષ' ધર્મના બે અધિષ્ઠાન. જીવને કોઈપણ કારણે, બંધ દશા વર્તે છે. આ જીવ ગમે તેવા સુખના ઉદયમાં હોય, ચક્રવર્તીપણું એને પ્રાપ્ત હોય, કે દેવાધિદેવ એવા ઇન્દ્ર આદિકની પદવી એને પ્રાપ્ત હોય, તો પણ વિતરાગ વિજ્ઞાન કહે છે કે આ બંધ દશા છે. તું સ્વર્ગના અધિપતિ હો તો પણ બંધ દશામાં છો. અને પૃથ્વીનો અધિપતિ હો તો પણ બંધ દશામાં છો. ‘બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા - યથાર્થ શાસ્ત્ર - કોઈ પણ દર્શનને વિશે કહેવાઈ હોય તો તે જૈન દર્શનને વિશે છે.” અને જૈનદર્શનમાં બંધ અને મોક્ષની વ્યવસ્થા કહેવામાં, તીર્થકરો, કેવળીઓ, સર્વજ્ઞો એટલાં બધાં સ્પષ્ટ થયાં છે. કે આટલા પ્રકારની આ જીવની અવસ્થા, અસંદિગ્ધ રૂપની અંદર, શંકારહિતપણે સ્થાપિત કરવામાં, જૈન દર્શનમાં ક્યાંય વિરોધ આવતો નથી. એટલે કપાળદેવે કહ્યું કે અન્ય પણ જ્ઞાનનાં ગ્રંથો બધા શ્રેષ્ઠ છે. તમે આ ગ્રંથો વાંચો ત્યારે જો પરસ્પર વિરોધ આવે તો તમે એ વિરોધને શમાવી દેજો. અથવા વિરોધ બાજુ પર રાખીને આગળ ચાલજો. કેમ કે પરમકૃપાળદેવ એ ખંડનાત્મક શૈલીમાં નહોતા. એટલે એમણે FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 204 =

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254