________________
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” આ બધા શાસ્ત્રોનો લક્ષ પણ એ જ છે. અને પ્રત્યક્ષ સદ્ગરનાં યોગનો લક્ષ પણ એ જ છે કે જીવને જિનનું સ્વરૂપ સમજાવું જોઈએ. ‘ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ.” અને આ ત્યારે જ સમજાય જ્યારે એ સદ્દગુરુના ઉપદેશને, સદ્દગુરુના શાસ્ત્રમાં કહેલાં બોધને, પોતાના સ્વચ્છંદ, મત આગ્રહ છોડીને ગ્રહણ કરે. અને જો કારણ આપે તો કાર્ય પ્રગટે. આ જીવ કારણ આપતો નથી. સમકિત-સમકિત કર્યા કરે છે. સમક્તિના ગુણગાન ગાયાં કરે છે. પણ સમકિતના પડિકાં બજારમાં વેચાતા નથી. થનારની જો ભૂમિકા નથી તો સમકિત નહીં થાય. કૃપાળુદેવે સોભાગભાઈને પત્રમાં લખ્યું છે કે, ‘તમે મુનિને સમજાવવાની વાત છોડી દો. એમની દશા એવી છે કે સાક્ષાત્ તીર્થકરનું વચન પણ એમને પરિણામ આપશે નહીં. માટે તમે એ કડાકુટ છોડી દો.” અને અહીં તો બધાને પાંચ મિનિટમાં સમકિત જોઈએ છે. કોઈના વાંસા થાબડવાની, ભભૂત નાખવાથી કે શક્તિપાત કરવાથી સમકિત નહીં થાય. અનાદિકાળથી જીવે આ જ કર્યું છે. પણ પ્રભુ ! સમકિત માટે પહેલ-વહેલાં તો તું ચોખ્ખો થયો નથી. પ્રભુશ્રી કહેતા, “ચોખ્ખો થઈને આવ. પછી વાત કર.” તારી બધી જ સ્વચ્છેદરૂપી મલિનતા આગ્રહ મુકીને, નિર્મળ ચિત્તથી, વિશુદ્ધ બુદ્ધિથી, સમર્પિતભાવથી આવ. ભગવાન પાસે. હું કાંઈ જાણતો નથી. એને સમકિત થાય. આ કારણ છે અને કાર્ય પ્રગટે છે. આમાં ભગવાને સમકિત અંગેનો સુંદર બોધ આપ્યો છે.
માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. (૧૮) માન અને પૂજા સત્કાર આદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, એ સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.
જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” કૃપાળુદેવે કહ્યું છે મનુષ્યગતિમાં રહેલા જીવને માન કષાય એ મોટામાં મોટો શત્રુ છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર અનંતાનુબંધી કષાય જીવને અનંતનું પરિભ્રમણ કરાવે એવી કષાયની ચોકડી છે. પણ ત્યાં ભગવાને ક્રોધાદિ કષાય શબ્દ નથી મુક્યો. માનાદિક કષાય કહ્યો છે કારણ કે મનુષ્ય ગતિમાં જે કષાયનું પ્રબળપણું છે, જેનો પ્રભાવ છે અને જે ભલભલા મુનિશ્વરોને પછાડે છે, ભલભલા તપસ્વીઓને અને યોગીશ્વરોને જે ઊંચી દશામાંથી નીચે લાવી દે છે તે કષાય તે માન કષાય છે. કારણ કે જીવને મનુષ્ય પર્યાયની અંદર પોતાનો અહં એટલો બધો વેદાય છે ! તિર્યંચ બિચારો શું માન કરે ? એનો માલિક ચાબુક લઈને ઊભો હોય. એ જીવ બીચારો શું માન કરે ? આ મગતરા જેવો માનવી જ આ દુનિયામાં માન કરે છે અને પૂજા સત્કાર આદિની એને ખૂબ કામના છે. જરાક કંઈક થાય એટલે એનું માન એને વેદાય છે. કાંઈક કરે – થોડાક પૈસા કમાય તો યે એને માન વેદાય છે. ગામમાં જતો હોય તો સામેથી પૈસા આપીને, હારતોરા મંગાવીને પોતાનો સત્કાર સમારંભ ગોઠવાવે. એટલે એને માનની ભૂખ છે. જરાક ભણી આવ્યા એટલે સત્કાર સમારંભ રાખે ! અરે ભાઈ !
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 79