________________
આત્મા વર્ષે નિત્ય છે. પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. (૬૮)
'આત્મા વસ્તુપર્ણ નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે. તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તો આત્માને વિભાવ પર્યાયથી છે અને બાળ અવસ્થા વર્તતાં, આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહિ, અર્થાત્ અવસ્થાઓ બદલા, પત્ર આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં *
શિષ્યે પ્રશ્ન કર્યો હતો કે, અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય.’ આત્મા ઉત્પન્ન થાય અને ચાલ્યો જાય એવો ક્ષણિક. બૌદ્ધ દર્શનમાં આત્માને સમયવર્તી કહ્યો છે. એમાં કહ્યું છે કે આ ચિત્તનો સંસ્કાર છે, એ સમયે સમયે ઉત્પન્ન થાય છે અને સમયે સમયે નાશ પામે છે. અને દેહમાં એ ચિત્તના સંસ્કારો જ્યાં સુધી છે ત્યાં સુધી એ દેહ ચૈતન્યસ્વરૂપ જણાય છે. અને એની વાસના અને વિકારને લીધે એ ઉત્પન્ન થાય છે. આ વાસના ટળી જાય, તૃષ્ણા મટી જાય, તો એ વિકાર સમાપ્ત થાય છે અને આત્મા પણ પછી રહેતો નથી. અને દેહ પણ સમાપ્ત થાય છે, એટલે પછી ત્યાં આત્માનું આવવાપણું રહેતું નથી. આવી પ્રકા૨ની એક દાર્શનિક માન્યતા છે. આપણને કૃપાળુદેવે છ પદનો બોધ કર્યો ત્યારે કહ્યું હતું કે આ છ પદ છે તે ષગ્દર્શન પણ તેહ.’ જેમ એક નાસ્તિક દર્શન એમ કહે છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. ચાર્વાક મુનિનું એમણે કહ્યું, ઋણું કૃત્વા, ધૃત પીબેત.’ દેવું કરીને પણ ઘી પીઓ. કોના ચુકવવા છે અને કોના રહી ગયા ? ભસ્મીભૂતસ્ય દેહસ્ય, પુનરાગમન કૃતઃ ” આ દેહ એક વાર ગયો પછી એનું ફરીથી આવવું કોને ખબર છે ? માટે આ દર્શનનો અભિપ્રાય છે કે “Eat, drink and be merry,'
- પી અને જલસા કર. મોજમજા કર. આનંદ-પ્રમોદ કર. મળ્યું છે એ ભોગવી લે ને. આવા જગતમાં ઘણા આપણને સમજાવનારા મળે. કે કાલની કોને ખબર છે ? અરે ! તારી નિત્યતાની તો ખબર નથી. જીવ નિત્યતા ત્યાંય. બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” પ્રકૃતિ જન્મની સાથે જ જોડાયેલ હોય છે. કોઈ બિમારી નાનપણથી હોય, તો ત્યાર પછી તે યુવાન થયો, વૃદ્ધ થયો તો પણ એ તને યાદ છે કે મને નાનપણથી આ બિમારી છે. This is my born defect. એ તો આપણે દેહની પ્રકૃતિને જન્મજાત ઘટાવીએ છીએ. અહીં આત્માની પ્રકૃતિ સમજવાની છે.
દેહમાં એ જન્મજાત લંગડો હોઈ શકે, પણ બીજી વાર જન્મે તો લંગડો ન જન્મે. શું પછીના બધા પર્યાય લંગડા હોય ? ના. અરે ભાઈ ! ડાયાબિટીશ થયો છે, બ્લડપ્રેશર થયું છે. હાઈપર એસીડીટીનો રોગ છે, કૅન્સર લાગુ પડ્યું છે. ક્યાં સુધી ? સ્મશાને નથી ગયો ત્યાં સુધી. ડૉક્ટરની એકે દવા લાગુ ન પડી, પણ જેવો દેહનો અગ્નિસંસ્કાર થયો કે બધા રોગ નામશેષ થઈ ગયા. ડાયાબિટીસ, બ્લડપ્રેસર,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 181