________________
કર્મને સાથે લઈને તો કોઈ મોક્ષે જઈ શકે નહીં. કર્મનું પોટલું ઉપાડીને મોક્ષમાં જઈ શકાતું નથી. ભગવાન કહે છે,
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,’ મોક્ષે જવું હશે, એ પદ પ્રાપ્ત કરવું હશે ત્યારે એક પણ કર્મ ખપાવ્યા વિના ચાલશે નહીં. એટલે આ ભગવાન કહે છે કે, “એક દેહ હવે અમને બસ છે કે અવશેષ કર્મ ભોગવી લેવાં છે. એવો દેહ અને આત્માનો, જીવ અને કાયાનો સંબંધ છે. બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ. કર્મો અનંતા છે. અને આયુષ્ય એક જ ભવનું બંધાતું જાય. જો એ જ ભવની અંદર અનંત કર્મોને, કોઈ આત્માના સામર્થ્યથી, નામશેષ કરી નાખે તો દેહ ધારણ કરવાપણું છે જ નહીં. કર્મની સાથે દેહનો સંબંધ નથી. કર્મના ભોગવટા સાથે દેહનો સંબંધ છે. તપ અને જ્ઞાનબળથી કર્મોને નામશેષ કરે તો દેહ ધારણ કરવો. પડે નહીં. એટલે અનંત કર્મ હોય, ૭0 કોડાકોડી સાગરોપમનું કર્મ બાંધ્યું હોય અને આયુષ્ય તો વધારેમાં વધારે ૩૦ કોડાકોડી સાગરોપમનું જ બંધાય. તો શું બે ભવનું આયુષ્ય સાથે બંધાય ? ના. ન બંધાય. એક જ ભવની અંદર પણ જીવ આ ૭0 કોડાકોડીને ધારે તો સમાપ્ત કરી શકે. આત્માનું સામર્થ્ય આ છે. આ જૈન વિજ્ઞાન છે. ગણિતાનુયોગ છે. જબરજસ્ત છે. અહીં જેમ અસિને મ્યાન જુદાં છે. ઘડાનો જોનાર જેમ ઘડાથી જુદો છે, શરીર અને વસ્ત્ર જુદું છે.એમ આત્મા અને દેહનો સંબંધ છે. એ માત્ર સહચારીપણે છે. મ્યાન અને તલવારનો સંબંધ સહચારીપણે છે. એકરૂપ નથી. તદાકાર નથી. મ્યાન તલવાર થતી નથી. તલવાર મ્યાન થઈ જતી નથી. એમ આ જીવ કાયા રૂપે પરિણમતો નથી. કાયા જીવ રૂપે પરિણમતી નથી. આ બંને તદ્દન ભિન્ન છે. સાપને કાંચળી જેવા છે. સાપ ચાલ્યો જતાં કાંચળી સ્વયં કાંઈ કરી શકે નહીં, કારણ કે જડ છે. કાંચળીમાં કોઈ તત્ત્વ નથી, અને ઉપયોગ લક્ષણ પણ નથી.
આ બે ગાથામાં શિષ્યને ભૂમિકા બંધાવે છે. કે તેં જે આત્માના અસ્તિત્વનો ઈન્કાર કર્યો તેનું કારણ આ તારું અનાદિનું મિથ્યાત્વ, આ તારી ભ્રાંતિ, આ તારો દેહાધ્યાસ એટલો બધો થઈ ગયો છે કે તને દેહથી ભિન્ન આત્માનું અસ્તિત્વ ભાસતું નથી. બંનેના પ્રગટ લક્ષણ જુદાં છે. પદાર્થપણે બંને જુદાં છે. એકમેકને કાંઈ સંબંધ નથી. માત્ર સંયોગિક સંબંધ સિવાય કંઈ નથી. બંનેના ગુણ જુદાં. લક્ષણ જુદાં. ધર્મ જુદાં. અને એમાંયે દેહ છે એ તો સાવ જડ. કાંઈ કરી શકે નહીં. જે કાંઈ ક્રિયા થઈ શકે તે બધી આત્માથી જ થાય. ચૈતન્યનું સામર્થ્ય અદ્ભુત છે. અને આ અધ્યાત્મ દર્શને ચૈતન્યનો મહિમા ગાયો છે અને પશ્ચિમના વિજ્ઞાને જડનો મહિમા ગાયો છે. અને હજુ ગાઈ રહ્યા છે. આ દેશમાં કહે છે કે, ચૈતન્ય તત્ત્વનું સામર્થ્ય તમારે ક્યાંય માંગવા જાવું નહીં પડે. કોઈ આપશે તો મળશે એવું પણ નથી. જ્ઞાની કહે છે પ્રગટ લક્ષણ તો જો. આ ઉપયોગ નામનું તારું લક્ષણ પોતાનું છે. તારી પોતાની આટલી શક્તિ ! બંને જુદાં છે. પદાર્થ પણે જુદાં છે. લક્ષણ, ગુણ, અને ધર્મથી જુદાં છે. પણ અનાદિકાળના અધ્યાસના કારણે એટલી બધી તારી અભાનતા થઈ ગઈ કે તારો આ ઉપયોગ એટલો નામશેષ થઈ ગયો કે એના કારણે તને આ બંને એકરૂપ દેખાણાં. હવે તારી શંકાઓનું સમાધાન વિચારીએ.
જે દૃષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧)
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 155