________________
આ બધી પરંપરાગત માન્યતા અને અનુમાને છે. મંત્રી વિમલશાહ ક્યાં સુધી હયાત હતા એ વિશે પણ હજી નિર્ણય થયે નથી. એટલે બધાં મંદિરો નહીં પણ સંભવ છે કે, અહીંના કઈ એકાદ મંદિરની શરૂઆત તેમના હાથે થઈ હોય, પણ એ વિશે કઈ ચેકસ ઉલ્લેખ ન મળે ત્યાં સુધી કાંઈ કહી શકાય નહીં.
શ્રી. કનૈયાલાલ ભાઈશંકર દવે અહીંનાં મંદિરે વિશે જણાવે છે કે –
આરાસણ નામ આ પ્રદેશ માટે ક્યારે પ્રચારમાં આવ્યું તેની ચોક્કસ તવારીખ આપણી પાસે નથી, પરંતુ તેને પહેલવહેલે ઉલ્લેખ કુંભારિયાનાં મંદિરે પૈકી શાંતિનાથના મંદિરમાં એક પ્રાચીન પ્રતિમા નીચેના સં૦ ૧૦૮૭ના શિલાલેખમાંથી મળે છે. આ શિલાલેખમાં ગૂર્જરેશ્વર ભીમદેવ સોલંકી તે કાળે રાજ કરતા હોવાનું જણાવવામાં આવેલ છે. તેને દંડનાયક વિમલશાહ જે ચંદ્રાવતીમાં રહેતે હવે તેણે આબૂ ઉપરના ભારતપ્રસિદ્ધ મંદિરો ફક્ત એક વર્ષ બાદ બંધાવ્યાં હતાં. આથી આ મંદિરે અગાઉ આરાસણનાં મંદિર બંધાવ્યાં હેવાનું શિલાલેખથી સૂચન મળે છે. ટૂંકમાં કુંભારિયાનાં જૈનજૈનેતર મંદિર સંવત અગિયારમી શતાબ્દીમાં બંધાઈ સૂક્યાં હતાં એમ માલુમ પડે છે, તેટલું જ નહિ પણ આરાસણ નામ દશમી-અગિયારમી શતાબ્દી પહેલાં પ્રચલિત હતું એમ પણ સાથે સાથે જાણવા મળે છે.” ૧. બુદ્ધિપ્રકાશ.