________________
૭૫
આવવાના માર્ગે નીકળ્યા. તે માગે આવતાં ગામા, મદિરે અને મૂતિઓના કચ્ચરઘાણ વાળતા ચાલ્યેા. ચારે તરફ ગામે ગામ આ વાત પ્રસરી ગઈ. આ વાત આરાસણ નગરના જૈનાના કાને પણ આવી.
આરાસણના જૈનાએ દેરાસર અને દેરીઓમાં રહેલ પ્રભુજીની મૂર્તિએ ઉત્થાપન કરીને કાઈ ઠેકાણે ભંડારી દીધી. ઉલૂઘખાન લશ્કર લઈ ને આરાસણમાં આવ્યા અને મંદિરમાં મૂર્તિ ન જોવાથી ગુસ્સે થયા. તેણે દેરાસરનાં નકશીભર્યાં સુંદર તેારણેા, છતનાં કારીગીરીભર્યાં ભાષાલેખને, દેરીઓ, દરવાજા, થાંભલા વગેરે તાડી નાખ્યા. ભયભીત થયેલા લેાકેાને લૂંટી લીધા, કેટલાકને મારી નાખ્યા, કેટલાક નાસી ગયા. આ રીતે ગામને લૂટી ખાળીને તે આગળ ચાલતા થયા.
ખરી રીતે અલ્લાઉદ્દીનના ભાઈ ઉલૂઘખાને જ આ નગરને માળતી વખતે આ દેરાસરાને પણ આગ લગાડી. ૧. શ્રી જનપ્રભસૂરિએ ‘ વિવિધ તીર્થંકલ્પ' માં આ ચડાઇ વિશે પ્રાકૃતમાં આ રીતે ઉલ્લેખ કર્યા છે—
66
अह तेरहसय छप्पण विक्रमवरि से अल्लावदीण सुरतागस्स कणिट्टो भाया उल्लुखान नामधिजा ढिल्लोपुराओ मंतिमाह पेरिओ ગુઝરધર ક્રિઓ ॥ ’”
—વિક્રમના સ૦ ૧૩૫૬ ની સાલમાં અલ્લાઉદ્દીન સુલતાનના ભાઇ ઉલ્લખાને મંત્રી માધવની પ્રેરણા થતાં દિલ્હીથી ગૂજરાત તરફ (ચડાઈ કરવાને ) પ્રસ્થાન કર્યું.