________________
અનુપૂર્તિ
૧. મેટા પોસીના
[કુંભારિયા-આરાસણ તીર્થની નજીકમાં આવેલાં પ્રાચીન તીર્થો સંબંધી મારી પાસેની સંધરેલી માહિતી સાથેસાથ આપી દેવાય તે દર્શનાથી યાત્રીને ઉપયોગી થાય એ દષ્ટિએ અહીં અનુપૂર્તિરૂપે ૧. મેટા પિસીના, ૨ નાનાં પિસીના અને ૩. વડાલી એ ત્રણ તીર્થધામેનું વર્ણન ટૂંકમાં આપું છું.]
કુંભારિયાજી–આરાસણથી માત્ર ૧૪ માઈલના અંતરે મેટા પિસીના નામે ગામ છે. તે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું છે, ખેડબ્રહ્માથી ૨૫ માઈલ દૂર આ ગામ વસેલું છે. આ ગામ ક્યારે વસ્યું એ જાણવામાં આવ્યું નથી; પરંતુ ગામ પ્રાચીન લાગે છે. જેની તીર્થભૂમિરૂપે આ ગામની પ્રસિદ્ધિ પણ છે.
આ ગામમાં ૮૫૦ માણસની વસ્તી છે. પોલીસ કચેરી, સરકારી ગુજરાતી નિશાળ, પિસ્ટ ઓફિસ વગેરે છે. અહીંથી પૂર્વ તરફની નાની પહાડીઓથી ઘેરાયેલું ૧ માઈલ ચેરસ ભૂમિમાં પથરાયેલું એક તળાવ છે. તેનું પાણી મીઠું, સ્વચ્છ અને બાર માસ સુધી રહે છે. તેમાં પુષ્કળ બ્રાહ્મી થાય છે. ગામની પાસે “હળાદ પિસીના નામની ભયંકર અને વિકટ નાળ છે. મહારાણા આનંદસિંહ જયારે મારવાડથી ઈડર સર