________________
૧૬૭
એટલે મંત્રી વિમલશાહે આરાસણમાં શ્રી. આદીશ્વર ભ૦નું મંદિર બંધાવેલું એમ સ્પષ્ટ થાય છે પણ આજે આરાસણમાં મૂળ ના, આદીશ્વર ભ૦નું કેઈ મંદિર નથી. અનુમાન છે કે ભ૦ મહાવીર સ્વામીના મંદિર તરીકે ઓળખાતા મંદિરમાં મૂળનાયકને ફેરફાર થતાં મૂળનાયક શ્રી. આદીશ્વર ભ૦ના બદલે ભ૦ મહાવીરસ્વામી ભ૦ની પ્રતિમા સ્થાપના કરી હશે.
૪. પૃ. ૫૭ માં આપેલા સુરભિલેખથી જણાય છે કે, આરાસણમાં શ્રાવકની વસ્તી સારી હશે અને વેપાર સાર ચાલતું હશે. - પ. પૂ. ૬૫ માં “જૈન પરંપરાને ઈતિહાસને ઉતારે આપે છે તેમાં શ્રી વિમળશાહે આરાસણનાં બધાં મંદિર બંધાવ્યાં એવી હકીકત આપી છે પણ મંત્રી વિમળે અહીં આરાસણમાં એક જ મંદિર બંધાવ્યું હતું અને તે શ્રી. આદીશ્વભ૦નું એમ ઉપર્યુક્ત હકીક્તથી જણાય છે.