________________
શ્રેષ્ઠીએ જ બંધાવ્યું હતું. પણ આજે કેટલેક સ્થળે આ હુંબડ જ્ઞાતિવાળા દિગંબર જૈનધર્મ પાળતા જોવાય છે.
૧. અહીં એક કંપાઉંડમાં શ્વેતાંબર જૈન ધર્મશાળા, બગીચે અને ત્રણ મંદિરે એકી સાથે આવેલાં છે. તેમાં વચ્ચે એક સૌશિખરી મોટા મંદિરને જોતાં જ લાગે છે કે કેઈ કુમારપાલ જેવા રાજવીએ અથવા કઈ લક્ષ્મીનંદને મંદિર બંધાવ્યું હશે. આ જૈન મંદિરમાંથી સંતુ ૧૪૭૮ અને સં૦ ૧૪૮૧ ની પ્રતિમાલેખે મળી આવે છે. આ લેખે જીર્ણોદ્ધાર સમયના લાગે છે એટલે મંદિર ઘણું પ્રાચીન હોય એવું અનુમાન છે. કહેવાય છે કે, અહીંના કંથરના ઝાડ નીચેથી શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા મળી આવતાં ૧૩ મા સૈકામાં અહીં એક વિશાળ જિનાલય બાંધવામાં આવ્યું. આ મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ફણ વિનાની શ્વેતવણું સર્વાંગસુંદર પ્રતિમા સા ફૂટ ઊંચી બિરાજમાન છે. તેના ઉપર સં. ૧૪૭૭ ની સાલને. લેખ છે. આ મંદિરમાં પાષાણની ૫ અને ધાતુની ૮ મૂર્તિઓ છે.
૨. શ્રી શાંતિનાથ ભ૦નું મંદિર છે. તેમાં મૂળનાયકની પ્રતિમા ઉપર સં. ૧૨૮૧ ને લેખ છે. તેમાં પાષાણની ૩ અને ધાતુની ૪ પ્રતિમાઓ છે.
૩. શ્રી નેમિનાથ ભવનું મંદિર છે, તેમાં મૂળનાયકની પ્રતિમા ૨૫ ઇંચ ઊંચી છે અને તેમના આસન ઉપર સં ૧૮૮૮ને લેખ છે. મૂળનાયક સહિત આરસની પ્રતિમા ૩ છે અને ધાતુની પંચતીથી ૩ છે.