________________
મહારાજ સાથે જ જમણી બાકર શીશાંતિન
આ મંદિર પણ ઉપર્યુંકત શ્રી શાંતિનાથ જિનાલયના નજીકના સમયમાં બન્યું હશે એમ એની રચનશૈલી ઉપરથી જણાય છે.
૩. મંદિર–આ ખંડિત મંદિર શ્રી શાંતિનાથ ભ૦ ના મંદિરે જતાં માર્ગમાં જમણુ બાજુએ છે. સં. ૧૯૭૨ માં મારા ગુરુમહારાજ સાથે હું અહીં આવે ત્યારે આ મંદિર જીર્ણ. દશામાં વિદ્યમાન હતું. તેથી જ ગુરુમહારાજે પિતાના
વિહારવર્ણન'માં આ ગામમાં ૩ જિનમંદિરે હોવાને ઉલ્લેખ કરે છે.
આ મંદિરનું મુખદ્વાર અને તેના ઉપરની કમાન દર્શનીય છે. દેવળના પાયાએ અને પરિસર બહારથી દેખાય છે તે ઉપરથી તેની રચના પણ ઉપર્યુકત બે જિનાલયે જેવી જ હશે એમ લાગે છે. પ્રાચીન કાળમાં આ મંદિરનું દ્વાર દક્ષિણ દિશામાં હશે પણ આજે તે ત્યાં પગથિયાં ચણી લઈ ઉત્તર દિશાના દ્વારમાં રામ-સીતાની મૂર્તિઓ સ્થાપન કરી દીધી છે. અંદરના દ્વારમાં જતાં ડાબી બાજુએ ચાર-ચાર ફૂટ ઊંચી વેષભૂષા સાથેની પુરુષની આકૃતિઓ છે અને તીર્થકર દેવની મૂર્તિઓ હારબંધ મૂકેલી જોવાય છે. આ મંદિરમાંથી જે કઈ પ્રાચીન લેખે અને અવશેષ પડેલા હોય તેને એક સ્થળે સંગ્રહ કરી લેવું જોઈએ.