________________
સણ તે ઉજજડ બની ગયું હતું. ત્યાં કેઈની વસ્તી નહોતી. ચંદ્રાવતીને સંપૂર્ણ નાશ થઈ ગયે હતે. એટલે પિસીના સિવાય નજીકમાં બીજું મોટું ગામ નહોતું, તેથી આ તીર્થની દેખરેખનું કામ પિસીન શ્રીસંઘને સેંપવામાં આવ્યું.
એ સમયે આજના જેવી સગવડે નહતી. પંદર ગાઉ દૂર રહીને તીર્થની સંભાળ લેવાનું કામ મુશ્કેલ હતું.
પછી તેને વહીવટ મુંબઈવાસી શેઠ પ્રેમચંદ રાયચંદના હસ્તક આવ્યું. તે પછી અમદાવાદના નગરશેઠે પણ આ તીર્થને વહીવટ કરવાનું માથે લીધું. છેવટે દાંતાના શ્રીસંઘે અહીંને વહીવટ કરવા માંડ્યો ને અહીં એક પૂજારી રહેવા લાગે. પણ કેઈને વહીવટમાં યાત્રાળુ માટેની સગવડમાં ફેર ન પડ્યો. મંદિરની સ્થિતિ પણ જેવી ને તેવી બની રહી.
સં. ૧૯૫૭માં અહીં યાત્રાળુ માટે ધર્મશાળા બની હતી.
પછી સં. ૧૯૭૬ ની સાલમાં આ૦ શ્રીવિજયનેમિસૂરિજી અહીં પધાર્યા. આ ભવ્ય દેરાસરની દુર્દશા જોઈ તેમને ભારે દુઃખ થયું. અહીંના વહીવટ માટે પણ એમને લાગી આવ્યું. આ રીતે બધું વ્યવસ્થિત કરવાને એમણે નિર્ણય કર્યો.
ત્રણસો વર્ષ પછી આચાર્યશ્રી એને જીર્ણોદ્ધાર કરાવવાને ઉઘુક્ત થયા.
તેમણે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ–શેઠિયાઓને કુંભારિયાજીમાં બોલાવ્યા. સૌ એકઠા થયા અને સં. ૧૯૭૬ માં દાંતા શ્રીસંઘ પાસેથી વહીવટ લઈને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપવામાં આવ્યો.