________________
૮૧
કાળે પડી ગયા હતા. જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા હતા. કેટલેક સ્થળે ચૂનો ઉખડી ગયું હતું. મંદિરની મૂર્તિઓ ખંડિત બની હતી. તેમાંથી પાણું પડતું જણાતું હતું.
આવી કરુણ સ્થિતિ જોઈને આચાર્યશ્રીને ભારે દુઃખ થયું. તેમણે આ તીર્થને જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. આજુબાજુના જૈન સંઘને બેલાવી તેમણે પિતાને નિર્ણય જાહેર કર્યો. શ્રીસંઘે આચાર્યશ્રીના નિર્ણયને વધાવી લીધે. મંદિરના જીર્ણોદ્ધારનું કામ તડામાર શરૂ થયું. બધી રીતે
ગ્ય પ્રબંધ કરાવી તેમના શિષ્ય પં. કુશલસાગર ગણિના નેતૃત્વ નીચે કામ શરૂ થયું.
દેરાસરની અંદર અને બહાર સાફ કરવાનું કામ અશક્ય જણાવાથી માત્ર દેરાસરના અંદરના ગભારા અને સભામંડપને સાફ કરાવી રંગ પૂર્યો. કેટલીક નવી મૂતિ એ ભરાવી ને સં. ૧૯૩૫ માં નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ સંબંધીના લેખો શ્રી નેમનાથ ભ૦, શ્રી મહાવીરસ્વામી ભ૦ અને શ્રી પાર્શ્વનાથ ભ૦ ના દેરાસરના મૂળનાયકની નીચે ઉત્કીર્ણ થયેલા છે, જે અગાઉ અમે આપ્યા છે.
સં. ૧૬૭૧ પહેલાં શ્રીવિજયસેનસૂરિ મહારાજે અહીં જીર્ણોદ્ધાર કરાવેલ પરંતુ અમુક દેરાસરને જ જીર્ણોદ્ધાર થયેલે જણાતું હતું. સંભવ છે કે, શ્રીવિજયદેવસૂરિજીને આ જીર્ણોદ્ધાર વિશે કંઈ માહિતી ન પણ હેય.
| વહીવટ શ્રીવિજયદેવસૂરિએ જીર્ણોદ્ધાર કરાવ્યા પછી આ મંદિરને વહીવટ કેને સંપ એ પ્રશ્ન ઊભો થયો. આરા