________________
૭૪
નામે હતા. તેને માધવ અને કેશવ નામના બે નાગર બ્રાહ્મણ ભાઈએ પ્રધાન હતા. કેશવની પત્ની કમલાવતી અત્યંત રૂપવતી હતી એટલે રાજા કરણ આ સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા. પરંતુ અંને પ્રધાના જ્યાં સુધી પાટણુમાં હેાય ત્યાં સુધી પેાતાના મનની મુરાદ પૂરી નહી થાય એમ વિચારી કોઈ પણ બહાનાથી તેણે માધવને બહાર ગામ મેકલી દીધા. માધવના ગયા પછી કેશવની સ્ત્રીને રાજમહેલમાં લાવવા માટે અનેક પ્રકારના પ્રપંચા ખેલાયા. કેશવે પેાતાની આબરુ ખચાવવા માટે બને તેટલું મળ અજમાન્યું પરંતુ તેમાં તે કાન્યા નહીં. છેવટે રાજાના માણસા સાથે ઝૂઝતાં તે ઘવાયા ને મરણ પામ્યા. કેશવની પત્ની કમલાદેવીને રાજમહેલમાં લાવવામાં આવી.
માધવ જ્યારે બહાર ગામથી આગ્ન્યા ત્યારે તેને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા અને કમલાદેવીને બળાત્કારથી ઉઠાવી જવાની બધી હકીકત જાણવામાં આવી. તે એકદમ ક્રાધથી ભભૂકી ઊઠયો. પણ તે એકલા કઈ કરી શકે તેમ નહેાતા, તેથી પાટણથી નીકળી તે દિલ્હી પહેાંચ્યા.
એ સમયે ટ્ઠિલ્હીના તખ્ત ઉપર અલ્લાઉદ્દીન બાદશાહ હતા. તેને માધવે ગૂજરાત ઉપર ચડાઈ કરવા સમજાવ્યેા. બાદશાહને તે એટલું જ જોઈતું હતું. તેણે ગૂજરાત જીતવા માટે પૂરેપૂરી તૈયારી કરી અને સ૦ ૧૩૫૬ માં બાદશાહે તેના નાના ભાઈ ઉલૂઘખાનને માટું સૈન્ય આપી ગૂજરાત જીતવા મેકલ્યે.. ઉલૂઘખાન માટું લશ્કર લઈને ગુજરાત