________________
લશાહે બંધાવ્યાનું જણાવે છે.
જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ ૧ ના પૂ૦ ર૯માં જણાવ્યું છે કે – '
સામાન્ય માન્યતા એવી છે કે, મંત્રી વિમલશાહે જ આ મંદિર બંધાવ્યાં છે. વિમલવસહી બંધાવતાં પથ્થરે બચ્યા હતા, આરસની ખાણ પણ પાસે જ હતી. સિદ્ધહસ્ત કારીગરેને જ કામે લગાડ્યા હતા અને મુસલમાનોના હુમલાથી બચી શકે એવું એકાંત સ્થાન નજીકમાં આ જ હતું. એટલે સંભવ છે કે, મંત્રી વિમલશાહે આ બધાં દેરાસરો બંધાવ્યાં હેય. આજ સુધી આ મંદિરે ટકી શક્યાં છે તે ઉપરનાં કારણોને આભારી છે.”
મંત્રી વિમલશાહને આરાસણની પહાડીઓમાંથી સોનાની ખાણ મળી આવી હતી. એ ખાણેનું ખનિજ લાવીને ભઠ્ઠીમાં ગળાવી સોનું એકઠું કર્યું હતું. તેનાથી જિનપ્રતિમાઓ અને ઉપર્યુક્ત દેવાલય બંધાવ્યાં હતાં, આજે પણ કુંભારિયામાં એ ખનિજ ગાળવાની ભઠ્ઠીઓનાં નિશાને દેખાય છે.”
પરંતુ ઉપર્યુક્ત માન્યતાના વિકલ્પમાં એ જ ગ્રંથમાં પૃ. ૨૯૮ માં અનુમાન કર્યું છે કે
મંત્રી વિમલશાહે સં૦ ૧૦૮૦માં વિમલવસહી સ્થાપન કર્યું, તે પછી તરતમાં એમના વંશજોએ કે ચંદ્રાવતીના ધનાઢ્ય જેનોએ આરાસણમાં વિમલવસહી જેવા સુંદર કેતરણીવાળા વિમલવસહીના કારીગર પાસે વિશાળ જૈન મંદિર બંધાવ્યાં.”