Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 9
________________ સંવત ૨૦૪૪ના ભાવનગર-કૃષ્ણનગર સ્થા. જૈન સોસાયટીના ઉપાશ્રયે શેષકાળ દરમ્યાન (આયંબિલની ઓળી તથા વર્ષીતપના પારણાં) લખવાની શુભ શરૂઆત કરી અને ‘આ છે અણગાર અમારા' નામ રાખવાનું નક્કી કર્યું. તે લેખનની પૂર્ણાહુતિ સં. ૨૦૪૪ના મનફરા ચાતુર્માસમાં પરમ પ્રભાવક આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીની નિર્વાણ તિથિની આસપાસ કરી. યોગાનુયોગ તે મહાપુરુષનો દ્વિશતાબ્દી પટ્ટોત્સવ સં. ૨૦૪૫ના ફાગણ સુદ-૩ના આવતો હોવાથી તે પ્રસંગે પૂજ્યશ્રીની સ્મૃતિ નિમિત્તે પ્રકાશિત કરતાં પરમ આનંદની અનુભૂતિ થાય છે. સુવિખ્યાત સંતો માટે લીંબડી મોટો સંપ્રદાય ખૂબ જ જાણીતો છે; કારણ કે તેમાં સમયે સમયે વિદ્વાન, ગીતાર્થ, સુવિહિત અને પ્રવચન પ્રભાવક સંતો થતા આવ્યા છે. ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાક સંતોનાં જીવનચરિત્ર પ્રગટ થયાં છે અને કેટલાંક નથી થયાં તેથી આ પુસ્તકમાં તે અગ્રગણ્ય સંતો અને આચાર્યોનાં જીવનચરિત્ર મારી અલ્પમતિ પ્રમાણે અદ્યતન ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો છે, તે ગુણાનુરાગી આત્માઓને ગમશે જ; છતાં નિર્ણય તો વાચકોના શિરે છોડું છું. આ પુસ્તકમાં ચાર વિભાગ પાડ્યા છે. પ્રથમ વિભાગમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી થઈ ગયેલા મહાપુરુષો, બીજા વિભાગમાં ધર્મપ્રાણ લોકાચાર્ય, પૂ. શ્રી ધર્મસિંહજી સ્વામી, પૂ. શ્રી લવજી સ્વામી, પૂ. શ્રી ધર્મદાસજી સ્વામી વગેરે ક્રિયોદ્ધા૨ક મહાપુરુષોના જીવન પ્રસંગો આપ્યા છે. ત્રીજા વિભાગમાં લીંબડી સંપ્રદાયમાં થઈ ગયેલા પૂ. શ્રી અજરામરજી સ્વામી પૂ. શ્રી દેવજી સ્વામી, તપસ્વીરાજ શ્રી લખાજીસ્વામી, પૂ. શ્રી દીપચંદ્રજી સ્વામી સ્થવી૨ શ્રી મંગળજી સ્વામી, પૂ. શ્રી ગુલબચન્દ્રજી સ્વામી, પ્રસિદ્ધ વક્તા નાગજી સ્વામી, શતાવધાની રત્નચન્દ્રજી સ્વામી, કવિવર્ય નાનચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી વગેરે ઘણા મહાપુરુષોનાં જીવનચરિત્ર આપ્યાં છે. ચોથા વિભાગમાં લીંબડી સંપ્રદાયની પટ્ટાવલિ તથા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન સંતો તથા સતીજીઓની નામાવલિ વગેરે આપ્યું છે. આ પુસ્તકમાં નીચેના ગ્રંથોનો સાભાર આધાર લેવામાં આવ્યો છે. ૧) જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ. ૨) નૈન તિહાસ ૩) ધર્મપ્રાણ લોંકાશાહ. ૪) સાધુ સંમેલન સુવર્ણગ્રન્થ. ૫) પૂ. શ્રી અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર. ૬) જૈન સ્વાધ્યાય મંગલમાલા. ૭) પૂ. શ્રી લવજીસ્વામીનું જીવનચરિત્ર. ૮) પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીનું જીવનચરિત્ર. ૯) શ્યામ સુધારસ. ૧૦) પ્રસિદ્ધવક્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 522