Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002062/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર જયભિખ્ખું ODIO oOOS Tile%ALBalati, ૪ / பல. COD/DVDS 'પ્રકIEા : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર : લેખક : “જયભિખ્ખુ’ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર : લેખક “જયભિખ્ખું” પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. પ્રતિ : ૧000 મૂલ્ય : પૃષ્ઠસંખ્યા : રૂા. ૩૫/૮ + ૮૦ પુનઃમુદ્રણ : સં. ૨૦૬૪ (ઈ. સ. ૨૦૦૮) |ઃ પ્રાપ્તિસ્થાન : | જિતેન્દ્રભાઇ કાપડિયા c/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : જવજીવન, અમદાવાદ-૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭, (રહે.) ૨૬૬૦૦૯૨૬ શરદભાઇ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળ, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪ર૬૭૯૭ વિજયભાઇ બી. દોશી સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મો. ૯૩૨૦૪૭૫૨ ૨ ૨ * મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ - અમદાવાદ. ફોન : ૨૫૩૫૨૬૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ હુંફાળો આવકાર જૈનદર્શન-પરિચયશ્રેણીની બીજી શ્રેણી પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સરળ અને પ્રવાહી શૈલીમાં ધર્મ વિષેની સાચી સમજ કેળવાય તે રીતે જૈનદર્શનની વ્યાપક ભાવનાઓ આપવાનો અમે પ્રયાસ કર્યો છે. જૈનદર્શનનાં અનેકવિધ પાસાંઓ અને એ ભવ્ય શાશ્વત દર્શનથી પોતાનું જીવનઘડતર કરનારી વિભૂતિઓનો પરિચય આપવાનો હેતુ અહીં રખાયો છે. આ યોજના અન્વયે પચાસ પુસ્તકો પ્રગટ કરવાનો અમારો આશય છે. અમને જણાવતા આનંદ થાય છે કે આ પ્રકાશનમાં ટોરન્ટ લેબોરેટરીઝના સેવાભાવી અગ્રણી શ્રી યુ.એન. મહેતાનો સાથ અને સહકાર સાંપડ્યો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ જેવી સંસ્થાઓએ આ પ્રવૃત્તિમાં અમને હૂંફ આપી છે. માનવજાતિને પ્રેરણા આપનારા ધર્મતત્ત્વની સાચી સમજ આપનારા તત્ત્વની આજે ખૂબ જરૂર છે. આજે ધર્મની ઘણી વાતો થાય છે. ક્રિયાઓ અને ઉત્સવો થાય છે. ક્યાંક રૂઢિ અને પરંપરાઓના જડ ચોકઠામાં ધર્મને સંકુચિત બનાવી દેવામાં આવ્યો છે, તો ક્યાંક ધર્મ સ્વાર્થી હેતુ માટેનું સાધન બની ગયો છે ત્યારે ધર્મપુરુષોનું જીવન અને માવનતાનાં મૂલ્યો પ્રગટાવતી જનદર્શન-પરિચયશ્રેણી સહુને ગમી જશે તેવી શ્રદ્ધા છે. પ્રથમ શ્રેણીને જે સુંદર આવકાર મળ્યો છે એથી અમારી આ પ્રવૃત્તિને નવો વેગ મળ્યો છે. પ્રકાશક (પ્રથમ આવૃત્તિમાંથી) Page #5 -------------------------------------------------------------------------- ________________ રોજ એક વખત સવારે સવારે હૃદયથી ભાવવાની ભાવના. ૧ કલ્યાણ થાઓ વિશ્વનું અનુકૂલ વૃષ્ટિ હો સદા ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા રોગો ગુના અપરાધ ને હિંસાદિ પાપો દૂર હો સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ ધર્મનો જયકાર હો. ધર્મનો જયકાર હો. જગમાં જે જે દુર્જન જન છે તે સઘળા સજ્જન થાઓ સજ્જન જનને મનસુખદાથી શાન્તિનો અનુભવ થાઓ શાન્ત જીવો આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો. Page #6 -------------------------------------------------------------------------- ________________ મારા મનની વાત છેલ્લા ઘણા સમયથી જોનારને ખ્યાલ આવે તેમ છે કે મીડીયામાધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો. બધા ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં આરતિ ઉતારવાની છે. એટલે કે વર્તમાન કાળમાં ધર્મતત્ત્વને વળગી રહેવાનું છે. સત્તત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. તે માટે મને તુર્ત સૂઝે છે તે એ છે કે ઉત્તમ પુરુષના ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે. તો પોતાની જાતને બદલવા માટે રોલ મોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર રસાળ અને પ્રસંગોથી અસરકારક હોવું જોઈએ. તેવા ત્રણ ચરિત્રો (ઘણાં ચરિત્રો છે તેમાંથી) તો પ્રત્યેક શ્રાવકના ઘેર હોવાં જ જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ ચરિત્રોમાંથી થાય છે. એ પૈકીનું એક શ્રી શ્રીપાળ ચરિત્ર અહીં આપવામાં આવે છે. તમામ જૈનોના ઘેર આ પુસ્તક હોવું જોઈએ. ખરીદવાની શક્તિ ન હોય તેઓને Page #7 -------------------------------------------------------------------------- ________________ અન્ય રસિક સંપન્ન આત્માઓ ભેટ આપે પણ આવાં ચરિત્રોનું વારંવારનું વાંચન જે આજે ઉત્તમ આલંબન બનશે. તેથી આ ચરિત્રનું વાંચન ઘરના બધા સભ્યોને એક સાથે બેસાડીને પણ કરી શકાય અને તે ઉપાય શ્રેષ્ઠ છે. વળી ચોક્કસ કારગત નીવડે તેવો છે. ભણેલા જાતે વાંચે. ઘરમાં વંચાવે. આવનાર મહેમાનને ભેટ આપે. પુસ્તકની કિંમત પણ બધાને પરવડે તેવી છે. તો જરૂર આનો લાભ ઉઠાવજો. અંધેરી (પૂર્વ) અષાઢ સુદિ-૩ વિ.સં. ૨૦૬૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ D : શ્રુતલાભ સ્વ. માતુશ્રી ભગીરથીબેન પ્રતાપરાય ઓતમચંદ દોશી (મહુવાવાળા) હ. હરેન્દ્રભાઇ દોશી (C.A.) મુલુન્ડ - મુંબઈ. Page #9 -------------------------------------------------------------------------- ________________ અ. નુ........... પ્રકરણ ૧ ................. m પ્રકરણ ર .... .......... m પ્રકરણ ૩.............. ........ 0 પ્રકરણ ૪. ........... પ્રકરણ ૫.. 6 , , , પ્રકરણ ૬ .. cu પ્રકરણ ૭. ••••••... 3 : cu પ્રકરણ ૮. પ્રકરણ ૯........ શ્રી સિદ્ધચક્ર (નવપદ) આરાધન વિધિ .............૪૫ ચિત્ર વિભાગ .. ............ . . O Page #10 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રીપાળ સુંદર એવો જંબુદ્વીપ છે. રિદ્ધિસિદ્ધિથી ભરેલો ભરત નામે ખંડ છે. ત્યાં માલવ નામે દેશ છે. ઇંદ્રની અલકાપુરી જેવી ઉજ્જૈણી નામે નગરી છે. ઉજ્જૈણી નગરીમાં પ્રજાપાલ નામે રાજા રાજ કરે. એને બે કુંવરી છે, રૂપરૂપના અંબાર જેવી. એકનું નામ સુરસુંદરી, બીજીનું નામ મયણાસુંદરી. જાણે ચાંદાસૂરજની જોડ. જાણે લક્ષ્મી ને સરસ્વતીનો અવતાર. એકને જોઈએ ને બીજીને ભૂલીએ. મોટા મોટા પંડિતો બંનેને ભણાવે છે. પંડિતો અડધું શીખવે ત્યાં એ આખું ગ્રહણ કરી લે છે. ભણીગણીને હોશિયાર થઈ છે. મોરનાં ઇંડાને તે ચીતરવાં શાં ? છ રાગ, છત્રીસ રાગિણી ને નવે રસમાં બંને નિપુણ છે; ચોસઠ કળાની જાણકાર બની છે. એક દિવસે પંડિતોએ રાજાને કહ્યું : ‘રાજન્ ! અમારી વિદ્યા પૂરી થઈ. કુંવરીઓની પરીક્ષા લઈ ઈનામ આપો.' રાજા કહે, Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ‘ભલે. કાલે ભરી સભામાં બંને કુંવરીની પરીક્ષા કરીશું, ઈનામ પણ તમને પાઠવશું રાજસભામાં જ.' સભા તો હકડેઠઠ ભરાણી છે. દેશદેશના પંડિતો બેઠા છે. બાપે દીકરીઓને બોલાવી. અંતઃપુરમાંથી એ ચાલી આવે છે. રૂમઝૂમ ! રૂમઝૂમ ! શું રૂપ છે ને શું તેજ છે ! જાણે રૂપનો ચાંદો આભમાં ઊગ્યો, જાણે સોનાનો સૂરજ સભામાં આવ્યો ! મસ્તક પર મુક્તાજાળ છે. બાંયે બાજુબંધ છે. હાથે નવલખાં કંકણ છે. કટીદેશે સોનાની ઘૂઘરમાળ છે. આંગળીએ અણવટ છે. પાયે ઝાંઝર છે. છાતી પર મોતીના હાર છે. ભાલમાં રતનનો ચંદ્રક છે. દેહની વાટકડીમાંથી જાણે રૂપનાં અમી છલકાય છે. હંસી જેવી ચાલે આવે છે. કોયલ જેવા કંઠે ટહુકે છે : “પિતાજી ! વંદન. કહો, શા કાજે અમને તેડાવી છે ? બાપે બંને દીકરીઓને પાસે બેસાડીને પ્રશ્ન કર્યો : “મારી વહાલી દીકરીઓ ! આજે ભરી સભામાં તમારી વિદ્યાની પરીક્ષા લેવાની છે. હીરો ઝવેરીને ત્યાં મુલવાય. કહો, જીવવાની નિશાની શી ? કામદેવની સ્ત્રી કોણ ? ફૂલોમાં ઉત્તમ ફૂલ કયું? પરણ્યા પછી પ્રિય શું ? પણ સાંભળો મારી શરત, આ ચારે પ્રશ્નોનો ઉત્તર એક વચનમાં જ આપો.” સંભા તો અચરજ પામી ગઈ. આવા તો કંઈ સવાલ હોય ? ને આના તે કંઈ ઉત્તર હોય ? મોટી કુંવરી ઊભી થઈને બોલી : “પિતાજી ! એનો જવાબ, ‘સાસરે જાય' એ એક વચનમાં આવી જાય છે. પહેલા પ્રશ્રનો Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ઉત્તર “સાસ” છે : જીવવાની નિશાની શ્વાસ છે. બીજા પ્રશ્નનો ઉત્તર “રેજા' છે, કામદેવની સ્ત્રી રતિ છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર જાય છે. ફૂલોમાં ઉત્તમ ફૂલ જાઈ-જૂઈનું છે. ચોથા પ્રશ્નનો ઉત્તર તો જાણો જ છો : પરણ્યા પછી પુત્રીને સાસરે જવાનું પ્રિય હોય છે. ‘ભલી રે ભણી, બેટી મારી !' રાજાએ સુરસુંદરીને શાબાશી આપીને હૈડે ચાંપી. હવે પિતાજીએ મયણાસુંદરીને પ્રશ્ન કર્યો : પુત્રી ! ત્રણ અક્ષરનો એક જ શબ્દ કહો, જેનો પ્રથમ અક્ષર બાદ કરતાં, બાકીના બે અક્ષરોનો અર્થ જગને જીવાડનાર થાય, વચલો બાદ કરતાં જગને સંહારનાર થાય ને છેલ્લો બાદ કરતાં સર્વને વહાલો એવો અર્થ થાય.” એમાં પૂછવું, પિતાજી ? એનો જવાબ તો મારાં નયનોમાં વસ્યો છે. એનું નામ કાજળ.” “હે પુત્રીઓ ! મારા આ પ્રશ્નનો ઉત્તર તમે બંને આપો ! પોતપોતાની બુદ્ધિથી આપો ! જગતમાં પુણ્યથી શું પ્રાપ્ત થાય ? સુરસુંદરીએ ઉત્તર દીધો : “પિતાજી, પુણ્યથી પ્રાપ્ત થાય ધન, યૌવન, સુંદર શરીર અને મનવલ્લભ જનનો મેળાપ.” - મયણા કહે : “પિતાજી ! પૂર્વ પુણ્ય હોય તો જ ન્યાયથી ધન, ધર્મથી યૌવન, શીલથી શોભતો દેહ અને ગુણથી ભર્યા ગુરુરાજની પ્રાપ્તિ થાય છે.” વાહ રે મારી ચતુર પુત્રીઓ ! ખૂબ ભણી. તુષ્ટમાન છું તમારા પર. માગ, માગ માગે તે આપું. મારું આપ્યું શું બાકી રહે? પળમાં ધારું તો રાયને રંક બનાવું, રકને રાય બનાવું.” રાજાને ગર્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ઊપજયો. એણે મૂછે વળ દીધો. સભા આખી વાહવાહ કરવા લાગી. સુરસુંદરી બોલી : 'સાચું બોલ્યા, પિતાજી ! જગતને જીવાડનાર બે જ જણ : એક મહીપતિ અને બીજો મેહુલો.” સુરસુંદરીની આ વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. સભા પણ વાહવાહ કરવા લાગી. પણ અરે ! આ મયણા હજી કેમ ચૂપ ઊભી છે ? તેનું મસ્તક કેમ ડોલતું નથી ? તે કેમ કાંઈ બોલતી નથી ? રાજા કહે : “મયણા, દીકરી ! તું હજી કેમ ચૂપ છે ? મયણાના મોં પર શરમના શેરડા પડ્યા છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી ! તમારી દીકરી છું, તમે ભણાવી છે, ને હું ભણી છું. ભણ્યાં પણ ગયાં નહિ તો શું ? ભણતરવાળો અસત્ય ન ભણે. પિતાજી ! મા કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સવિચાર વિના શાસ્ત્ર નથી. ન્યાય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. રાજા તો નિમિત્ત માત્ર છે. થવું ન થવું એ કંઈ માનવીના હાથની વાત નથી. બધા કર્યા કરમના ખેલ છે.” રાજાની આંખમાં અગ્નિ પ્રગટ્યો. ક્રોધથી એની કાયા કંપવા લાગી : “અરે ! મારું ફરજંદ થઈને મારું અપમાન ? રે દીકરી ! સભામાં તને આવું બોલતાં લાજ ન આવી ? ભલી રે ભણી તું આજ ! અરે, છે કોઈ હાજર ? એક કહેતાં એકવીસ હાજર : “ખમા મારા ધણીને. કહો, કહો, કંઈ આપની આજ્ઞા ! હુકમ હોય તો પહાડ તોડીએ, હુકમ હોય તો પાતાળ ભેદીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર.” જાઓ. પુરોહિતજીને બોલાવો. મારી પ્રિય પુત્રી સુરસુંદરીને Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર કોઈ સારો વર શોધી પરણાવો. ઝાઝેરી જાન જોડાવો ! કળશી કુટુંબ તેડાવો. ધુમાડાબંધ ગામ જમાડો. ભરપૂર કરિયાવર આપો. જમાઈના ભારોભાર સોનું જોખો ! ને... આ મયણાને, અરે એ મારી આંખનું કહ્યું છે. એને કોઈ કાણા-કૂબડાને આપી દો. એને મારી આંખ આગળથી ઝટ વેગળી કરો ! રાજાનો હુકમ એટલે બાકી શું રહે ? સુરસુંદરીનાં ઘડિયાં લગન લેવાયાં. દેવના ચક્કર જેવો મુરતિયો છે. શંખપુરીનો રાજા છે. લીલી ઘોડીએ ચઢી પરણવા આવ્યો છે. કંકુ છાંટી કંકોતરી કાઢી છે. નવરંગી ચારી ચિતરાવી છે. ચાર મંગળ વર્તાવ્યા છે.” રાજાએ પોતાની કુળઉજાળણ દીકરીને ભરપૂર કરિયાવર કર્યો. સુરસુંદરીનાં રંગેચંગે લગ્ન થઈ ગયાં. રાજસેવકો બટકબોલી મયણાના વરની શોધમાં નીકળ્યા. ખાટી થયેલી છાશને હવે ઉકરડે ઢોળવાની છે ! Page #15 -------------------------------------------------------------------------- ________________ ઢોલ વાગે છે. ગગન ગાજે છે. આકાશમાં ધૂળની ડમરી ચડી છે. સાતસો કોઢિયાઓનું ટોળું ઉજેણી ભણી ચાલ્યું આવે છે. જોતાં ચીતરી ચડે એવા આ સર્વે જણા છે. કોક ટૂંકા છે, તો કોઈ ટૂંકા છે. કોઈ ખોડા છે, તો કોઈ ખસિયલ છે. કોઈ બોડા છે તો કોઈ બૂચા છે. કોઈ કાણા છે તો કોઈ આંખે સાવ રાણા છે. કોઈનાં શરીર પાચપરુથી ભરેલાં છે, તો કોઈનાં અંગેઅંગ ગળી ગયાં છે. એ ચાલે એનાથી સહુ સાવ કોશ દૂર દૂર ચાલે છે-આ તો બાપ કોઢિયા ! - શોરબકોર કરતા કોઢિયા ચાલે છે. વચ્ચે એમનો રાજા છે. વાહ રે રાજા વાહ ! ઉંબરાની છાલ જેવી એની ખાલ છે, ઉંબર રાણો એનું નામ છે. ઉંબર રાણાના કાન કોડિયા જેવા છે, ને નાક નળિયા જેવું છે, ને ખચ્ચર પર એણે સવારી કરી છે. સૂપડા જેવા કાનવાળો એક કોઢિયો એને ચમ્મર ઢોળે છે. એક લંગડાએ છડી ઝાલી છે. ટૂંકાએ છત્તર Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ધર્યા છે. ઉબર રાણાનો જેજેકાર બોલાવતા સહુ ચાલ્યા જાય છે. બનવાકાળ છે : ઉજેણીનો રાજા ઘોડો ખેલાવતો ત્યાંથી નીકળ્યો. શિવજીની આ જાન જોઈ ઊભો રહ્યો ને પૂછવા લાગ્યો, ‘તમે કોણ છો ? ભૂત છો, પ્રેત છો, પિશાચ છો ? શા કાજે અહીં આવ્યા છો ? કોઢિયો કહે : “અમે કોઢના રોગી છીએ. અમારી સાતસોની સેના છે. અમારા રાજા માટે રાજકુંવરીની શોધમાં નીકળ્યા છીએ.” ઉજ્જૈણીના રાજાને હસવું આવ્યું : રૂપાળો તમારો રાજા ! અરે, એને તો રાજકુંવરી જ જોઈએ ને ! પેલી કહેવત જેવી વાત છે : ગધેડું છે તો ગામથી ગોબરું, પણ હવાડે પાણી ન પીએ ! પણ એટલામાં તો રાજાને કંઈ યાદ આવ્યું, એને કંઈ વિચાર આવ્યો. એણે કોઢિયાઓને કહ્યું : “ચાલો, તમારી જાન જોડો. વગડાવો વાજાં. હું મારી કુંવરી પરણાવું છું.' ‘ભલા રાજા ! દુઃખિયાની મશ્કરી કરવી સારી નહીં. ઉજેણીની કુંવરી ક્યાં ને અમારો કૂબડો રાણો ક્યાં ?' રાજા કહે : “મારું ક્ષત્રિયનું વચન છે. બીન્યા વગર બેધડક ચાલ્યા આવો. આજ તમારાં ભાગ્ય જાગ્યાં છે.” કોઢિયાઓએ તો જાન જોડી છે ને ઉબર રાણો પરણવા ચાલ્યા છે. આખી નગરી આ કૌતુક નિહાળી રહી છે. આ તો લગન છે કે મશ્કરી ? હમણાં રાજા આ કોઢિયાને ગરદન દેશે !' પણ લોક તો વાતું કરતું રહ્યું ને રાજાએ મયણાસુંદરી ઉંબર રાણાને પરણાવી દીધી. રાજહઠ કોને કહે છે ? રાજહઠ અને Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર બાળહઠ સરખી. સારું-ખોટું કંઈ સમજે નહિ ! આખી ઉજેણી ફિટકાર આપે છે, લોક ફટફટ કહે છે : “અરે છોરું કછોરું થાય પણ કંઈ માવતર કમાવતર થાય ?' પણ આ તો રાજહઠ. રાજા કહે : ‘મયણા ! આજથી તારે છતે બાપે બાપ નહીં, છતે ઘરે ઘર નહીં, તું નબાપી, નપીરી, નભાઈ!' મયણા કહે : “પિતાજી ! લગીરે શોચ ન કરશો. મને કોઈના પર રોષ નથી. માણસ માણસનું ભેગું કરી શકતો નથી. આપણે તો વિધાતાના હાથનાં રમકડાં છીએ. તમે ગમે તે કર્યું પણ હું તો પંચની સાક્ષીએ તમે દીધેલા પતિને પરમેશ્વરની જેમ પૂજીશ. માણસની કસોટી સુખમાં નહિ, દુ:ખમાં હોય.” મયણા તો ઉંબર રાણાના ડાબા પડખે જઈ ઊભી રહી. માં પર શોક નથી, હૈડામાં સંતાપ નથી ! ઉંબર રાણો તો આવો આવો ખસવા લાગ્યો, રાજાને વીનવવા લાગ્યો : “મડાની ડોકે મોતીની માળા બાંધો મા, રાજાજી !' રાજા કહે : “એણે હાથે કરીને માગ્યું છે, મેં માગ્યું આપ્યું છે. લઈ જા એને. જો મારો હુકમ નહિ માને, તો અવળી ઘાણીએ ઘાલી તેલ કાઢીશ.” મયણાસુંદરી અને ઉંબર રાણો પોતાના નિવાસે ચાલ્યાં. રાણો સતીના સતને અને તેને જોઈ રહ્યો. તે બોલ્યો : હે રૂપસુંદરી ! કાગ અને હંસીની મૈત્રી હોય નહિ. આ કંચન જેવી કાયાને રોળશો નહિ. હજી કંઈ બગડ્યું નથી. મનવલ્લભ પતિ શોધી લો. તમારી સાથે સ્નેહ કરવો મને ઉચિત નથી. કોઢીયું શ્યો નેહ, હે સુલક્ષણી નાર ? Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર મયણા બોલી : “હે રાણા ! હું કુલીન કાંતા છું. કર્મે લખ્યું થયું છે. તમે તો ચતુર સુજાણ છો. સંસારની પદ્મિનીઓને એક જ સૂરજ-પતિ હોય છે. પાનેતર પડેલી ગાંઠ હવે આ ભવે નહીં છૂટે. આપણી તો ચકવા-ચકવીની પ્રીત. સુખ હોય તો ખીલીએ અને દુ:ખ હોય તો કરમાઈએ, એવું સુખ શા માટે ? સુખદુ:ખ તો બેલડાના બાંધવો છે.” મયણાસુંદરીને ઉંબર રાણો અજબ હેત-પ્રીત દાખવે છે. ખાય છે, પીએ છે ને લહેર કરે છે. પણ રાણો સતીને સ્પર્શતો નથી. ભારે એમનાં વ્રત છે. અજબ એમની ટેક છે. મયણા તો ધર્મવંત છે. ધર્મના પસાયે સહુ સારાં વાનાં થશે, એવી એને હૈડે હામ છે. સાધુ-અતિથિની સેવા કરે છે. દેવ-ગુરુની ઉપાસના કરે છે. અનાથ-અપંગને પાળે છે. ભૂખ્યાને ભોજન કરાવે છે. કોઈ પર એને રસ નથી ! પોતાના પતિના રોગ માટે મયણા સહુને પૂછે છે. કોઈ ચીધે એટલાં ઓસડ કરે છે, કોઈ બતાવે એટલાં વ્રત કરે છે, જરાય હાયવોય કરતી નથી. એ કર્મને માને છે, પુરુષાર્થને પ્રમાણે છે, પણ કોઢ મટતો નથી. ધર્મ ઉપર એની અચળ શ્રદ્ધા છે. એ માને છે કે ધર્મનું પાલન કરનારનું કદી અકલ્યાણ થતું નથી. - Page #19 -------------------------------------------------------------------------- ________________ 3 રાતનો સમો છે. ઝમરખ દીવડો બળે છે. રાણો ને મયણા સામસામે બેઠાં છે, બેઠાં પાન ચાવે છે. પ્રાણમાં પ્રાણનાં મિલન થયાં છે. દેહનાં મિલન એની આગળ સાવ ફિક્કાં લાગે છે. મયણા કહે : ‘રાણા ! કહો ન કહો, પણ તમે ગુણવંતનું સંતાન છો, ખાનદાનનું ફરજંદ છો. મન મૂકી તમારી વાત વિસ્તારીને કહો!' રાણો કહે : “હે સતી નાર, પૂછો છો તો કહું છું. મારી કથા સાંભળો ને કર્મની ગહન ગતિને નિહાળો. અંગ નામે દેશ છે. ચંપા નામની નગરી છે. સિંહરથ નામે રાજા છે. કમળપ્રભા નામે રાણી છે. રાજા-રાણી બંને ધર્મનાં સેવનારાં છે, પ્રજાને ચાહનારાં છે. પણ રે, એમને ઘેર કંઈ સંતાન નહીં. શેર માટીની ખોટ.'' રાજા-રાણી ધરમ કરે છે. વ્રત કરે છે. વરતોલાં કરે છે. હાયવોય કરતાં નથી. લખ્યા લેખ મિથ્યા થવાના નથી. પાળેલી પરમાર્થની રીત અને ધર્મની પ્રીત અફળ જતી નથી. વિધાતાને Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર કરવું તે એમને ત્યાં પુત્ર જન્મ્યો છે. લોકો કહે વિદ્યાને પેટ જાણે વિવેક જન્મ્યો છે ! દીકરો તે કેવો છે ? દેવનાં રૂપ છે, સોનાની કાયા છે, સૂરજનાં તેજ છે. દી'એ ન વધે એટલો રાતે વધે છે. રાતે ન વધે એટલો દી'એ વધે છે. ૧૧ રાજાએ તો દાન કર્યાં, પુણ્ય કર્યાં, આખા શહેરમાં આનંદમંગળ વર્તાવ્યાં. પણ દૈવની ગતિ તો નીરખો ! ધારીએ કંઈ અને થાય કંઈ. રાજાને જમનાં તેડાં આવ્યાં. હા કહો તોય જવાનું, ના કહો તોય જવાનું. એ તેડાં કદી પાછાં ફર્યાં નથી કે ફરનાર નથી ! રાજા તો ભરીભાદરી સંપત છોડી ચાલી નીકળ્યો. અનાથ રાણી અનરાધાર રૂએ : કહે કે આ બાલકુંવરની સારસંભાળ કોણ લેશે ? બાલકુંવરને એક કાકા છે. નામ અજિતસેન છે. પણ એ તો કાકા કહેવાના. કાકાએ એક દહાડો શહેર ઘેરી લીધું, સેનાને ફોડી નાખી, સિંહાસન કબજે કર્યું અને હુકમ કર્યો : જાઓ, જ્યાં હોય ત્યાંથી બાલકુંવર શ્રીપાલનું માથું વાઢી લાવો. લીલુડું માથું લાવનારને લાખ સવાનું ઇનામ દઈશ, અકરામ દઈશ, અધિકાર દઈશ.' રાણીને આ ખબર મળ્યા. એનું હૈયું ફાટવા લાગ્યું. એ વેળા મતિસાગર પ્રધાન્રુ બોલ્યો : ‘રાણીજી ! વિનય પણ વીરરસથી ભરેલો હોય તો જ શોભે. મૃદુતા પણ દૃઢતાથી ભરેલી હોય તો જ શોભે: રૂપ પણ તેજ વગરનું નકામું. અબળાનો અર્થ અધિક બળવાળી સ્ત્રી થાય. કાળજું વજ્રનું કરો. કુંવરને લઈ છૂપે રસ્તે Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ચાલ્યાં જાઓ. જો જશે તો જીવશો. કુંવર હશે તો અનેક રાજ આવી મળશે. માથું સલામત હશે તો પાઘડીનો તૂટો નહીં રહે.' ૧૨ રાણી તો ચોરબારીથી નાહી. આગળ મારગ જડતો નથી. કાંટા-ઝાંખરામાંથી એ ચાલે છે. હીરચીર ફાટી ગયાં છે, ને ગુલાબના ફૂલ જેવી સુકોમળ પાનીમાંથી લોહી ચૂવે છે. છતાં એ તો ચાલી જ જાય છે. હૈયું ફાટી જાય એવું વન છે. ઝાડેઝાડે ઊંધા અજગર લટકે છે. દરે દરે ફણીધર ચારો ચરે છે. વધુ ને વાઘ ગર્જે છે. ચોર ને ચખાર ફરે છે. પણ રાણી તો ચાલી જાય છે. આડું જોતી નથી, અવળું જોતી નથી. બસ, હીંડી જાય છે ! ત્યાં તો દડબડ, દડબડ પાછળ વેરીના અસવારના ડાબલા ગાજ્યા. રાણીને જમના દૂત દેખાયા. ત્યાં આ સાતસો કોઢિયા સામા મળ્યા. રાણી કોઢિયાને કહે : ‘ભાઈ ! આ મારા કુંવરને જાળવશો ? માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં છે. વૈભવે વેરી ઊભા કર્યા છે. સંપત્તિએ શત્રુ નિપજાવ્યા છે. કાકો ભત્રીજાને ઠાર મારવા માગે છે. ચાર આંખની સગાઈ છે. સંસારમાં મોટે ભાગે સહુ સ્વારથનાં સગાં છે. આજ સહુ કોઈ કાકાનું છે, ભત્રીજાનું ભરી દુનિયામાં કોઈ નથી. જેનું કોઈ નહિ એના તમે થજો. હું જાણું છું કે મારો કુંવર કોઢિયો થશે. પણ જીવ તો બચશે. ન-મામા કરતાં કહેણો મામો શો ખોટો ! એ રાજાનો કુંવર છે. એ કુંવરને જાળવજો. હું સતી નાર છું. આશીર્વાદ આપીશ.' કોઢિયા તો રાણીનું રૂપ જોઈ અંજાઈ ગયા. કહો ન કહો પણ કોઈ ખાનદાનનું કુળ છે. એ બોલ્યા, ભલે બાઈ, ભલે ! લાવ , Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ૧૩ તારો કુંવર. હવે તો એ અમારે ખોળે. હૈયે ધરપત ધરજે. અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી એનો વાળ વાંકો નહીં થાય.” રાણીએ તો કુંવરને કોઢિયાને આપ્યો. પોતે આડા રસ્તે ચાલી નીકળી. ત્યાં તો દડબડ દડબડ કરતા વેરીના અસવાર આવી પહોંચ્યા. કહે, “અરે કોઢિયાઓ ! કોઈ અસ્ત્રી દેખી ? કેડે કંઈ બાળક દેખ્યું ?' ન કંઈ દેખ્યાં ને ન કંઈ પેખ્યાં, ભાઈ !” અરે, તમે છુપાવ્યાં તો નથી ને ? તો બાપજી ! અડબોથનો વળી ઉધારો શો ? આ ઊભા અમે. સગી આંખે જોઈ લોસગે હાથે અમારી જડતી લઈ લો. પણ તમને સારા માણસને ચેતવવા સારા છે-જો અડશો તો અંગે અસાધે રોગ ચોટશે.” શું જોવે ને શું તપાસે ? બાપડા અસવાર તો બીને જાય નાઠા. વગર મફતની બલાને કોણ નોતરું આપે ! હે મારી ગોરાંદે નાર ! કથા એટલેથી અટકે છે. એ કુંવર તે હું શ્રીપાળ, કોઢીની સંગે રહી કોઢી થયો.” મયણા તો રાજીના રેડ થઈ. અરે ! કે'નાર કહી રહ્યા, મારે તો સૂરજ સમો સ્વામી છે. મારે તો સમરથ પતિ છે. રાજબીજ છે. ક્ષત્રીનું સંતાન છે. મયણા કહે : શરીરનાં સુખ-દુ:ખ તો ક્ષણિક છે. કુંવર ! એના સામે શું જોવાનું ? આત્માના સુખ સામે જુઓ ને !' શ્રીપાળ કહેઃ “સતી નારનાં સત છે. સતનાં આપણાં વ્રત છે. વ્રતીને વળી દુ:ખ શાં ? શ્રાવણની વાદળી વરસીને અબઘડી ચાલી જશે.” Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીપાળ ચરિત્ર એમ બંને જણાં વાતો કરે છે ને દિવસો વિતાવે છે. ખેતપ્રીતમાં શુક્લપક્ષના ચંદ્રની જેમ વધારો કરે છે. ચક્રવાક અને ચક્રવાકીની જેમ દૂર ને દૂર રહે છે, પણ અંતરનાં અમીથી એકબીજાને નવરાવે છે. એક વાર મયણાને કોઈકે કહ્યું: ‘જા, પેલા સાધુ પાસે. દયાનો દરિયો છે. શીલનો શણગાર છે, ક્ષમાનો અવતાર છે. સોનારૂપાને એ અડતો નથી. એવા સાધુના શબ્દમાં મંત્રશક્તિ હોય છે.” રાણી તો પહોંચી સાધુ પાસે જઈને વંદન કર્યા. શાતા પૂછી, પણ પૂછતાં હૈયું ભરાઈ આવ્યું. રૂવે રૂવે તે અનરાધાર રૂવે. બોર બોર આંસુડે રૂવે. સાધુ કરુણાના અવતાર હતા. એ કહે : “બાઈ ! આટલું રડે કાં? કંઈ તને દુ:ખ ? કંઈ તને વિપદ ?” મહારાજ ! મારા માથે આભ છે, ને નીચે ધરતી છે. વનનાં ઝાડ પણ દુશ્મન છે. રતનજ્યોત જેવો ભરથાર છે, પણ કોઢી થયો છે. કોઢ જાય તેવી કાંઈ દવા બતાવો. ભવોભવ તમારો પાડ નહીં ભૂલું.” ને વળી મયણા હૈયાફાટ રડવા લાગી. “હે બાઈ ! ધીરજ ધર, શીલવાનને જ સંતાપ હોય, અશીલવાનની-ફટકિયાં મોતીની પરીક્ષા ન હોય. દુઃખ તો માણસના માથે હોય. ઢોરના માથે ન હોય. હે સતી નાર ! અમે તો સાધુ છીએ. ન જાણીએ દવા કે ન કરીએ ઓસડ. હા, અમારી પાસે સો રોગનું એક ઓસડ છે. એનું નામ ધર્મ !' બાઈ તો ચૂપ રહી. આંખમાંથી ડબક ડબક આંસુ ઝરે છે. સાધુરાજ કંઈક વિચારમાં પડ્યા, વિચારીને બોલ્યા, ‘બાઈ બાઈ ! Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીપાળ ચરિત્ર તું ભાગ્યશાળી છે અને એ નર લાખેણો છે. એનાથી ધર્મનો ઉદ્યોત થશે. જાગતી જ્યોત જેવો એક મંત્ર આપું. આગમરૂપી સાગર વલોવી માખણ તને કાઢી આપું. બસ, ત્યારે બાપજી, આપો ને !' બાઈ ! હે બહેન ! બે હાથ જોડીને આસ્થાથી શ્રવણ કર. એનું નામ નવપદ યંત્ર. જિનશાસનમાં શ્રદ્ધા રાખજે. દેવ-ગુરુની પૂજા કરજે. નવપદની આરાધના કરજે. સિદ્ધચક્રનું ધ્યાન ધરજે. તારાં દુ:ખ જશે. દળદર ફીટશે.” એ નવપદ એટલે શું ? એની આરાધના કેમ થાય ?' “નવપદમાં, પહેલું પદ અરિહંતનું : સંસારથી તરવાનો જેણે માર્ગ બતાવ્યો, એનું ધ્યાન ધરવું, બીજું પદ સિદ્ધનું ભવરૂપી અરણ્યને ઉલ્લંઘી મોક્ષધામને વરનારનું; ત્રીજું પદ આચાર્યનું : પંચાચારના પાળનાર ને ધર્મના ધોરીનું ચોથું પદ ઉપાધ્યાયનું : અજ્ઞાનીને પણ જ્ઞાનમાર્ગ બતાવનારનું; પાંચમું પદ સાધુનું : કંચન-કામિનીના ત્યાગી, શીલ-સંયમના પાળનારનું; છછું પદ દર્શનનું : શાસનમાં સાચી શ્રદ્ધા રાખનારનું; દેવ, ગુરુ ને ધર્મથી ચલિત ન થનારનું; સાતમું પદ જ્ઞાનનું : ભણે-ભણાવે, જ્ઞાન ને જ્ઞાનીનો આદર કરે તેનું; આઠમું પદ ચારિત્ર્યનું : આઠ કર્મને નિર્મૂળ કરનારનું, છ ખંડના ભોક્તા ચક્રવર્તી પણ એને અંગીકાર કરે છે; નવમું પદ તપનું વ્રત કરે, વરતોલાં કરે, અતિથિને પૂજે, ઊણે પેટે જમે, બીજાને ખવડાવીને ખાય, તેનું છે.” આ નવપદજીનું એક યંત્ર બનાવવું. પાંચ ધાતુનું પતરું લાવવું. એમાં અષ્ટદળ કમળ ચીતરવું. મધ્યમાં અરિહંત થાપવા. તેના મસ્તકે ઉપલી પાંખડીમાં સિદ્ધ થાપવા અને બીજી દિશામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીપાળ ચરિત્ર આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ થાપવા. ચાર વિદિશામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપને સ્થાપવાં. ત્રિકાળ એનું પૂજન કરવું. પંચામૃતથી પખાળ કરવો. ધૂપ કરવો, દીપ ધરવો, ચંદન અર્ચવું, ફળ મૂકવાં, ચોખા ચઢાવવા ને નૈવેદ્ય ધરવાં. ભાવથી ભક્તિ કરવી. વ્રત કરવાં, જપ કરવા. મહારાજ ! આ વ્રત તો શ્રીમંતથી સધાય એવાં, ગરીબ માણસે એ કેમ કરવાં ?' બહેન ! ભાવના નથી. એમાં વસ્તુના ભેદ છે. શક્તિ પ્રમાણે સાધવા. રાય અને રંકને સરખાં ફળે. વ્રત કરનારે શ્વેત વર્ણના શાલિ (ચોખા) લાવવા, લાલ રંગનો ઘઉં લાવવા, પીળા રંગના ચણા લાવવા, લીલા રંગના મગ લાવવા, કાળા તે અડદ લાવવા, - તેનું મંડળ ચીતરવું અને તેમાં અરિહંત, સિદ્ધ વગેરેની અનુક્રમે સ્થાપના કરવી. દર્શન વગેરે પદ શ્વેત શાલિથી ભરવાં, નવગ્રહ સ્થાપવા ને દરા દિપાળ ધારવા. મળે તો નવ શ્રીફળના ગોળા મૂકે, ન મળે તો નવ સોપારી મૂકે, નવ ખારેક મૂકે.” નવપદજીનું યંત્ર તો કહ્યું, હવે એમનાં વ્રત કહો.” વરસમાં બે વાર આ વ્રત રખાય. ચૈત્ર અને આસો મહિનાની અજવાળી સાતમે એનો આરંભ થાય. નવ દહાડાનાં બે વ્રત. નવ દહાડાના એ જા. મનમાં કપટ ન ધરવું. ચિત્તમાં ચોખ્ખાઈ રાખવી. કિયાવતે નવે દિવસ ક્રિયા કરવી. રોજ વહેલા ઊઠવું. પ્રહર રાત્રિ વીત્યે સંથારે સૂવું. સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. નાહી-ધોઈ પ્રભુ પૂજવા. એક ટંક લૂખું-સૂકું જમવું. કોઈ એક ધાન જ જમે. જે વર્ણ પદનો એ વર્ણનું ધાન જમે. કોઈ એક દાણો જ મુખમાં લે.” Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ૧૦ પહેલે દિવસે ૩ä é નમો અરિહંતાણંનો જપ કરે. વીસ નોકારવાળી ફેરવે, બાર ખમાસણાં ને બાર પ્રદક્ષિણા દે. બાર સાથિયા કરે. ને પછી અનુક્રમે ૐ હ્રીં નમો સિદ્ધાણં વગેરેના જાપ કરે, ને તેટલી નોકારવાળી ફેરવે. જે પદના જેટલા ગુણ તે પદના તેટલા સાથિયા પૂરે, તેટલા કાઉસ્સગ્ગ ને તેટલાં ખમાસણાં દે. જે રંગનાં પદ તે રંગનાં ધાન આરોગે.” નવ દહાડાનાં આ વ્રત. આરંભ-સમારંભ કરવા નહીં. મન, વચન અને કાયા નિર્મળ રાખવાં અને આવી નવી ઓળી લાગલગાટ કરવી. જે કરશે એનાં હૈયાં ઠરશે, ને કાયાનાં કલ્યાણ થશે.” મહારાજ ! આ વ્રત કોણે આરાધ્યાં ને કોને ફળ્યાં ? અરિહંત પદના આરાધનથી દેવપાળ રાજપદ પામ્યો. સિદ્ધપદના આરાધનથી પાંડવો અને રામચંદ્રજી મુક્તિ વર્યા. આચાર્યપદના આરાધનથી પ્રદેશી પ્રજા સૂર્યાભ દેવ થયા. ઉપાધ્યાય પદના આરાધનથી વજસ્વામીના શિષ્યો અમરત્વને વર્યા. સાધુપદની સેવા થકી રોહિણી સતીશિરોમણિ થઈ. દર્શનપદને વરેલી સતી સુલસા તીર્થંકરપદ વરી. જ્ઞાનની ઉપાસનાથી શીલવતીનું કલ્યાણ થયું. ચારિત્રની સેવનાથી જંબુકુમાર ચરમ કેવળી થયા. તાપદના આરાધનથી દમયંતી પ્રકર્ષ પુણ્યવતી બની.' મયણા રાજી રાજી થઈ ગઈ. એ તો ઘેર આવી. એણે તો યંત્ર રચ્યાં છે, વ્રત આદર્યા છે, તપ કર્યા છે. શ્રીપાળે પણ વ્રત લીધાં છે ને જપ આદર્યા છે. નવપદના યંત્રના પ્રક્ષાલનજળ બંને નાહ્યાં છે. જાણે મડાં માથે અમીછાંટણાં છે. દેહના રોગ ટળ્યા છે, દિલના શોક ટાળ્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીપાળ ચરિત્ર કૂબડો કુંવર કાનકનૈયો બન્યો છે. સાથે સાતસો કોઢીની કાયા પણ કંચનવરણી બની છે. નવપદજીનાં કાર્યો સહુ તર્યા છે. મયણા-શ્રીપાળની શ્રદ્ધા ફળી છે. ઓચ્છવરંગ વર્તાઈ રહ્યો છે. હવે જુગતે જોડી જામી છે. દેવતાઈ રૂપ છલકાય છે. હીંડોળા ખાટે હીંચે છે. પાનની પિચકારી મારે છે. હસે તો હીરા ઝગે છે. બોલે તો મોતી ઝરે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ એક દિવસની વાત છે. બંને જણા નટ-નટીના નાચ જુએ છે, ખેલ જોવામાં મગન થયાં છે. શોધતી શોધતી શ્રીપાળની માતા રાણી કમલપ્રભા ત્યાં આવી છે. આ દેવતાઈ નરને એ નીરખે છે અને એના થાન છલકાય છે. ધાવણની શેડું છૂટી છે. દૈવની ગતિ તો નીરખો ! આ વખતે મયણાની મા પણ ત્યાં આવે છે. એ પણ રાજાથી રિસાઈ ભાઈને ત્યાં આવી છે. દીકરીનાં દુઃખ માનાં કાળજાં કરે છે. અચાનક દીકરીને એણે કોઈ દેવતાઈ કુંવર સાથે જોઈ. મા વિચારે છે : “અરેરે, પેલો કોઢિયો વર ક્યાં ને આ દેવતાઈ પુરુષ ક્યાં? નક્કી, એણે મારી કૂખ લજવી, કાળાં કામ કર્યા. દીકરીએ એક ભવમાં બે ભવ કર્યો. તાકડો ભારે બાઝયો છે. એ વખતે ઉજેણીનો ભૂપાલ ઘોડા ખેલવતો ત્યાં આવ્યો. એણે પણ પુત્રી મયણાને કોઈ કાનકુંવર Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર સાથે જોઈ. ક્ષત્રિયને કાળો ક્રોધ વ્યાપ્યો. ધિક પુત્રી તને ! ધિકુ તારા દેહને ! મારી ઈકોતેર પેઢી બુડાડી. રાજાએ તો તલવાર તાણી. નિર્ભય મયણા સાષ્ટાંગ પ્રણામ કરી બોલી : “પિતાજી ! નથી લજવ્યું તમારું કુળ ! માતાજી ! નથી લજવી તારી કૂખ ! આ એ જ મારો કોઢી વર છે. એ ક્ષત્રિયનો જાયો છે, રાજપુત્ર છે. દુઃખના દોહ્યલા દહાડા કાઢવા એ કોઢી થયો હતો, પણ મારા ગુરુની કૃપા ફળી છે. બૂડતાં વહાણ તર્યા છે. નવપદજીના જાપ કર્યા છે. વ્રત ધર્યા છે. એનાં તાર્યા સહુ તર્યા છીએ.” મા ને દીકરો મળ્યાં. બાપ ને દીકરી ભેટ્યાં. સાસુ ને જમાઈ આનંદ્યાં. મંગળકાર વર્યો. કવિ ઉમંગથી ગાય છે : જે દિન સ્વજન મિલાવડો, ધન તે દિન સુવિહાણ.” છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. બાપે મન વાળ્યાં ને ઉજેણીનો રાજવી દીકરી-જમાઈને પોતાને દેશ તેડી ગયો. જુદા મહેલ આપ્યા, જુદા બાગ આપ્યા, જુદાં દાસદાસી આપ્યાં. શ્રીપાળ ને મયણા - પતિ-પત્ની સ્વર્ગનાં સુખ ભોગવે છે. પોઢણ માટે ઢોલિયા છે. હીંચવા સોનાની હીંડોળાખાટ છે. સોનાની ઝારીએ બાગ છાંટે છે, ને બત્રીસાં ભોજન ને તેત્રીસાં શાક જમે છે. રૂપાની દીવીઓ બળે છે. મોતીનાં તોરણો ઝળહળે છે. સાથે સોગઠાબાજી રમે છે. શ્રીપાળ વીણા વગાડે છે. મયણા રસાળાં Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ગીત ગાય છે. શ્રીપાળ ચતુર્વેદ સાધે છે. મયણા ભાથું ઝાલે છે. પારકાના ભલામાં બંને રાજી રહે છે. એક દિવસની વાત છે : શ્રીપાળ રવાડી ચઢ્યો છે. પનિહારીઓ સોનાના બેડલે ને રૂપાની ઈઢોણીએ પાણી ભરે છે. એક નાની એવી નાર છે. મોટું એવું બેડું છે. સહુએ પોતાનાં બેડાં ચઢાવ્યાં છે, પણ એનું કોણ ચડાવે ? શ્રીપાળ ત્યાં ઘોડો પાવા આવ્યો. પેલી નાનકડી નારે વિનંતી કરી : “બેડું ચઢાવશો, કુંવર ? શ્રીપાળે બેડું ચઢાવ્યું. સરખી સાહેલીઓ પૂછવા લાગી : “આ કોણ છે ? દેવ છે કે મનુષ્ય ?' એ તો રાજાનો જમાઈ છે, યવાડીએ રમવા ચડ્યો છે.” - કુંવરે એ સાંભળ્યું. અરે ! સાસરાના નામે મારી પ્રસિદ્ધિ ? એ વિચારે છે : ‘ઉત્તમ આપ ગુણે સુણ્યાં, મોજઝમ આપ ગુણેલ, અધમ સુણ્યા માઉલે, અધમાધમ સસુરેણ.” પોતાના બળથી કે ગુણથી પ્રસિદ્ધ થવું તે ઉત્તમ ! પિતાની પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ થવું તે મધ્યમ ! મોસાળની પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ થવું તે અધમ ! પણ સસરાના નામથી ઓળખાવું એ તો અધમમાં અધમ ! શ્રીપાળ તો પાછો ફર્યો. એને ખાવા-પીવામાં રસ ન રહ્યો. કઢિયેલ દૂધ ખારાં થયાં. સાકરિયો કંસાર ઝેર જેવો લાગ્યો. શ્રીપાળ કહે : “મા, મા ! અમે દેશ જશું, પરદેશ જશું, ભુજબળથી ભાગ્ય અજમાવશું, આ ટાઢી રસોઈ હવે ગમતી નથી.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - શ્રીપાળ ચરિત્ર મા કહે : “બેટા ! તું તો મારું રાંકડું રતન છે. પણ ડાહ્યા દીકરા દેશાવર સારા. છાંયામાં છોડ ઠીંગણા રહે. દેશ ભમો, વિદેશ ભમો, પૃથ્વી તો શક્તિની પૂજારણ છે. વસુંધરા તો વીરને વરે છે. માડીના આશીર્વાદ છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ ચરીને વહેલો આવજે.” મયણા કહે : “હું સાથે આવીશ. હું તો તમારી સુખ-દુ:ખની સંગાથી છું. અમને સ્ત્રીઓને અગ્નિ સહેવો સહેલો છે, પણ પતિનો વિયોગ સહેવો દોહ્યલો છે.' શ્રીપાળ કહે : “મયણા ! તારા તાર્યા અને તર્યા છીએ. મારા ચામની મોજડી પહેરાવું તો ય તારો ઉપકાર ન વળે. પણ પરદેશના મામલા છે. કેવું મળ્યું ને કેવું ન મળ્યું ! ત્યાં પગબંધન ન પોસાય.” સતી નાર સમજી ગઈ. માં અને વહુએ શ્રીપાળને વિદાય આપી. મયણાએ સો વાતની એક વાત કહી : દુ:ખ પડે તો ગભરાશો નહિ. નવપદજી ભગવાનનું ધ્યાન ધરજો.” મા કહે : “બેટા, મારી પાંચ શિખામણ ધ્યાનમાં ધરજે. જીવમાત્ર પર પ્રેમ રાખવો, જેવું હોય તેવું કહેવું, પારકાની ચીજ વગર આપી લેવી નહીં, પરસ્ત્રી સામે જોવું નહીં, જોઈએ એનાથી વધુ સંઘરવું નહીં, આખે કદી ઓછું થતું નથી.' શ્રીપાળે શીખ મસ્તકે ચડાવી છે. ભલો વેશ સજ્યો છે. કેડે કટારી છે, કમરે તલવાર છે, પગે હીરભરી મોજડી છે, માથે મોળિયાં છે, દશે આંગળીએ વેઢ છે, કેસરનાં તિલક તાણ્યાં છે, ને કંકુનાં છાંટણાં છાંટ્યાં છે. લીલી ઘોડી હણહણે છે, લાલ પલાણ છે, ને સોનાની સરક છે. મયણાનો પિયુ પરદેશ સંચરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર, શ્રીપાળ ચાલ્યો જાય છે. ઊંઘ જોતો નથી. તરસ જોતો નથી. જતાં જતાં મોટું જંગલ આવ્યું. તાપસો ત્યાં વિદ્યા તપે છે, પણ વિદ્યા ફળતી નથી. અસુરો વિદ્ગ નાખે છે, યજ્ઞ અપવિત્ર કરે છે. સહુએ શ્રીપાળને જોયો. પરાક્રમી નરનું તેજ અછાનું ન રહે. તાપસોએ શ્રીપાળને યજ્ઞની ચોકી કરવા વિનંતી કરી. શ્રીપાળ કહે : 'તમે સુખે તપ કરો. હું ક્ષત્રિય છું. ધર્મનું રક્ષણ અને અધર્મનો વિનાશ તો ક્ષત્રિયજાયાની ફરજ છે.' શ્રીપાળ ચોકીએ બેઠો છે, તીર ને તલવાર ગ્રહ્યાં છે. મજાલ કોની કે પાસે આવે ! તાપસોનાં તપ ફળ્યાં છે. વિદ્યા સિદ્ધ થઈ છે. સહુ કહે : ‘શ્રીપાળ ! અમારાં કાજ સિધ્યાં છે. માગ માગ, માગે તે આપીએ.” માગું ને શું ન માગું ? નવપદજી ભગવાનના પ્રતાપે સઘળું મળ્યું છે.' તોય અમારે કંઈક આપવું જોઈએ. આ જલહરણી વિદ્યા શીખવીએ છીએ. સાગરમાં પડીશ તો સાગર તરી જઈશ, પાણી તને માગ આપશે. બીજી શસ્ત્રસંતાપહરણી વિદ્યા આપીએ છીએ. તારી તલવાર તારી ઢાલનું પણ કામ કરશે.' ચાલતો ચાલતો શ્રીપાળ ભરૂચ નગર આવ્યો. ભરૂચ તો ભારે બંદર ! દેશદેશાવરનાં વહાણ ત્યાં લાંગરે. મોટા મોટા વ્યવહારિયા ત્યાં વેપારે આવે. ભરૂચ તો ચોરાશી બંદરનો વાવટો. શું એની રિદ્ધિ ને શું એની સિદ્ધિ ! આ ભરૂચ બંદરમાં એક કોસંબીનો મોટો વેવારિયો આવ્યો છે. ધરતીનો બીજો કુબેર કહેવાય છે. પાંચસો એનાં જહાજ છે. દશ દશ હજાર તો સુભટ સાથે છે. ધવલરાય એનું નામ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર વાણિયો વેવારિયો ખરો, પણ કૂડાં એનાં કાટલાં છે. પાપાનુબંધી પુણ્યવાળો છે. પરભવ પુણ્ય કર્યાં હશે, તે આ ભવે ધનદોલત પામ્યો છે. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનવાનની લક્ષ્મી તેની દાસી બને છે. પાપાનુબંધી પુણ્યવાનની લક્ષ્મી એની સ્વામિની બને છે, છાતીએ ચડી બેસે છે, છોડી છૂટતી નથી. ૨૪ સાચો એ લક્ષ્મીદાસ હતો. નામ તો ધવલરાય હતું, પણ ખરી રીતે કૃષ્ણરાય હતો ! એના હૃદયમાં અંધારું ધબ હતું. દિવસોથી અહીં પડ્યો હતો. વાવડો સરસ વાતો હતો. સાગરદેવ શાંત પડ્યા હતા, પણ કેમે ધવલશેઠનાં વહાણ હાલે નહીં. જોશીડા કહે : બત્રીશ લક્ષણો હોમો તો વહાણ હાલે. સિપાઈઓ બત્રીસલક્ષણાની શોધમાં નીકળ્યા, ત્યાં સામે શ્રીપાળ મળ્યો. તેજ કંઈ અછતાં રહે ? સિપાઈઓ એને પકડી ચાલ્યા. શ્રીપાળ કહે : ‘સિપૈયા ભાઈ, ક્યાં લઈ જશો મને ?” ‘ધવલ શેઠનાં વહાણ હાલતાં નથી, તે બત્રીશલક્ષણો ચઢાવવો છે. રાજાનો હુકમ છે. તને દરિયામાં હોમીશું.' ‘ભલા રાજા ને ભલા સિપૈયા ! પાપ કર્યું તે સારાં કામ સિદ્ધ થતાં હશે ? ચાલો, હું વગર હત્યાએ વહાણ ચલાવી દઉં.’ શ્રીપાળે તો નવપદજીનું ધ્યાન ધર્યું. પવન છૂટ્યો છે ને સઢ ભરાયો છે, વહાણ તો ચાલુ ચાલુ થઈ રહ્યાં ! ધવલરાય વિચારે છે : પરદેશના મામલા છે. આવા પરાક્રમીનો સથવારો સારો. એ બોલ્યો ઃ ‘કુંવર ! અમારી ચાકરી કરશો ? શું લેશો ?” Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ‘એકલો દશ હજાર સુભટનો પગાર લઈશ. હું તો સહસમલ છું.” 'કુંવર ! ગરીબ વાણિયો છું. એટલું તો ક્યાંથી આવ્યું ?' શેઠ! લાખ ટકાની તારી ચાકરી હોય, પણ સવા લાખ ટકાનું મારું સ્વમાન છે. અમસ્થા આવીશું, અમારે પણ દેશવિદેશ પખવા છે.' હોવે, પધારોને મારા રાજા ! મારા આંખ-માથા પર ! તમે ક્યાંથી ? ધવલ શેઠે શ્રીપાળને હોંશથી સાથે લીધો. વહાણ ચાલ્યાં જાય છે. વાવાઝોડું થાય તો માલમી તેલ રેડે છે. જળોનું ઝુંડ ચઢી આવે તો ક્ષારચૂર્ણ નાખે છે. એવામાં બર્બરદેશ આવ્યો. ઈધણ-પાણી લેવા વહાણ નાંગર્યો. બર્બર રાજાના સેવકો દાણ માગવા આવ્યા. ધવલ શેઠે હુંકાર કર્યો, મારીને કાઢી મૂક્યા. સેવકો તો રાજા પાસે પહોંચ્યા. રાજાએ દાણ વસૂલ કરવા દળકટક મોકલ્યું. ધવલ શેઠે પણ બાકરી બાંધી. એનેય અભિમાન હતું. એણે પોતાના દશ હજાર સુભટોને સાબદા કર્યા. બધા ઝુંઝાર-જોધ છે, મોટા હોકારા કરે છે, મૂછોના કાતરા કરડે છે. ગોળા જેવડાં એમનાં માથાં છે, કોડા જેવી એમની આંખો છે, એમની તાતી તલવારે ત્રણ ત્રણ ફૂમકાં છે. રાજાનું દળકટક ધવલ શેઠના સૈન્ય સાથે ભેચ્યું ને ભારે જંગ જામ્યો. ત્યાં તો ધવલ શેઠના બધા ભાડૂતી સિપાઈઓ હાર્યા. દશે હજાર સુભટ પૂંછડી દબાવીને ભાગ્યા. લશ્કરે તો ધવલ શેઠને પકડચો, ઊંધે મસ્તકે ઝાડે બાંધ્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર એ વેળા શ્રીપાળ પાસે આવ્યો. એ કહે : જે રાજમાં જઈએ ત્યાંના કાયદા કાનૂન પાળીએ. નીતિધર્મનો એ પહેલો આચાર છે. કાં શેઠ ! ક્યાં ગયા તમારા બહાદુર સુભટો ?” ૨૬ “ભાઈ સાહેબ ! પડતાંને પાટુ શું કામ મારો છો ? દાઝ્યાને ડામ શું કરવા ઘો છો ? મરતાને મારવો શો ? અરે ! મને બચાવે એને મારાં અડધાં વહાણ આપું.' શ્રીપાળે તરત સિંહનાદ કર્યો. શંખ ફૂંક્યો. દળકટક લડવા પાછાં ફર્યાં. ધનુષ્ય પર તીર ચઢાવ્યાં. ઇષ્ટદેવના જાપ કર્યા. શ્રીપાળ કહે, ‘અલ્યા સિપાઈઓ ! લો, સુખડી લેતા જાઓ !' જોધેજોધ મળ્યા, ડુંગ૨ેડુંગર બાખડ્યા, જુધનો ભારે રંગ જામ્યો. પણ આશ્ચર્ય તો જુઓ : એકે, એક હજારને હરાવ્યા. ‘ઓ મહાકાળ આવ્યો રે !' કહી બર્બરરાજ ભાગ્યો. શ્રીપાળ કહે, ‘પણ જાય છે ક્યાં ?” એને પકડ્યો અને મુશ્કેટાટ બાંધ્યો, ધવલ શેઠને છોડાવ્યો. બર્બરરાજ કહે : ‘મારું રાજ લો, પાટ લો, મારી પુત્રી સ્વીકારી મને છોડો ! ભૂલ'થતાં થઈ ગઈ.' શ્રીપાળ તો ઉદાર છે. રાજાને છોડી દીધો. રાજાનો મહેમાન બન્યો. મોંઘી એની મહેમાની માણી. પૂનમના ચાંદ જેવી એની પુત્રીને પરણ્યો. ભારે કરિયાવર લીધો. અઢીસો વહાણોનો એ આમ જોતજોતામાં સ્વામી બન્યો. પહેરેલે કપડે આવેલો શ્રીપાળ રિદ્ધિ-સિદ્ધિનો સ્વામી બન્યો ! Page #36 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દિવસે વહાણ હાંક્યાં. શ્રીપાળ પોતાની પદમણી લઈને વહાણે ચડ્યો. ઓ જાય ! ઓ જાય ! સહુ જોઈ રહ્યાં, ને વહાણ દરિયામાં આગળ વધી ગયાં. વચમાં રત્નદ્વીપ આવ્યો. ત્યાં વહાણ નાંગર્યા. શ્રીપાળ કહે : શેઠ ! તમારા માલ સાથે મારો માલ વેચજો.” જાણે બિલાડીને દૂધ મળ્યું. ધવલ શેઠ કહે, “ભલે. આપણે ક્યાં જુદાઈ છે ?” એણે તો માલ વેચવા માંડ્યો. સારું સારું એ પોતાનું ને ખરાબ ખરાબ એ શ્રીપાળનું, પણ શ્રીપાળનું મન તો મોટું છે. એવે ટાણે કોઈ સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. એ કહે : “અહીંથી થોડે દૂર એક દેવમંદિર છે. એનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને વ્રત છે, કે જે એ દ્વાર ઉઘાડે એને પરણું.” સિંહ અને સત્પરુષો કદી હાર જાણતા નથી. શ્રીપાળે નવપદજીની આરાધના કરી, વચન નાખ્યાં : “હે દેવ ! સત મારું Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ને પત તારું. મેં જો પાંચ પાપમાંથી એકેય પાપ મન, વચન ને કાયાથી ન સેવ્યું હોય તો દ્વાર ઊઘડજો.' ૨૮ દ્વાર ધડાક દઈને ઊઘડ્યાં છે. રાજકુંવરી તો વરમાળા લઈને આવી છે : ‘હે જુવાન ! તમને મનથી વરી ચૂકી છું. હા કહો કે ના કહો, બીજા બધા મારે ભાઈ-બાપ છે.' ઘડિયાં લગ્ન લેવાયાં. કુંવર પરણી ઊતર્યો. ધવલરાય કહે : ‘કુંવર ! ચાલો, હજી લાંબી ખેપ બાકી છે.’ સારે દિવસે, શુભ શુકને શઢ ખોલ્યાં, ને વહાણ ઊપડ્યાં. જતાં જતાં મધદરિયે પહોંચ્યાં. ચારે કોર જળબંબાકાર છે, નાખી નજર પહોંચતી નથી. એ વેળા ધવલરાય મનમાં ચિંતવે છે : ‘અરે ! ધન કોનું ને ધણી કોણ ? આ ભિખારો શ્રીપાળ મારે ત્યાં હાથે ને પગે ચાકરી કરવા આવ્યો હતો અને આજ રિદ્ધિ-સિદ્ધિનો ધણી થઈ બેઠો. એટલું તો ઠીક, પણ સંસારમાં સ્વર્ગીય સુખના સાધન જેવી, પાતાળની પદ્મિની જેવી ને આકાશની અપ્સરા જેવી સ્ત્રીઓ પણ એ પામ્યો.' ધવલરાયને ઊંધ નથી. હૈયાસગડી ચેતી છે. એણે શ્રીપાળરૂપી કાંટો કેમ કાઢવો, તેની સલાહ માટે મિત્રોને તેડ્યા. ત્રણ મિત્રો સદ્ગુણી છે, કહે છે : ‘ભાઈ ! માણસની ચતુરાઈ ફળતી નથી, પણ માણસનાં ભાગ્ય ફળે છે, માટે ખોટી ચતુરાઈ છોડી દો. જેના નસીબે જે લખ્યું તે મળ્યું.' પણ ત્રણ મિત્રો પાપના ભેરુ છે. એ કહે, ‘ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ' એ ઘાટ ક્યાંનો ? વાત બરાબર છે, ચાલો એનો ઘાટ ઘડીએ. અહીં એનું કોણ છે ? સોગઠી એવી મારીએ કે એ ન ઘરનો રહે કે ન ઘાટનો રહે.' Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ત્યાં બીજો કહે : “અરે મગર એક ને મુખ જ છે.” ત્યાં ત્રીજો કહે : “અરે ! મગર બે ને મુખ જ એક.' ત્યાં ચોથો કહે : “અરે મગર ચાર ને મુખ જ છો.” ધવલરાય કહે : “અરે ! આવા જીવ તો જોયા નથી ને જોશું પણ નહીં. ન જોયું એનું જીવતર નિષ્ફળ.” શ્રીપાળ પણ દોડતો જોવા આવ્યો ને માંચડે ચડ્યો. વંચક ધવલરાયે ધીરે રહીને ધક્કો માર્યો. શ્રીપાળ ધબ્બ લઈને દરિયામાં પડ્યો. વાંભ વાંભ પાણી ઊછળે છે. મોટા મગરમચ્છ મોં ફાડતા આવે છે. લીલી આંખોવાળા જળહાથી ખાઉખાઉં કરતા ધસે છે. મનમાં ઈષ્ટદેવના જાપ જપતો કુમાર તરે છે. ડરવાનું જાણતો નથી. મરવાનો એને ભો નથી. ઘડીની બે ઘડી કરનારું કોણ છે ? કુમાર તરણવિદ્યા જાણે છે. કોઈ એની પાસે ટૂંકતું નથી. પાણી પણ મારગ આપે છે. એમ કરતો શ્રીપાળ કોંકણને કાંઠે ઊતરે છે. રૂપાળો કાંઠો છે. નાળિયેરીનાં વન છે. વનમાં એક નાનું ઉપવન છે. માલતીના મંડપો છે. તુલસીના ગુચ્છ બહેકે છે. જાઈજૂઈના માંડવા છે. કુંવર થાક્યો-પાક્યો છે. ચંપાનું સુંદર ઝાડ જુએ છે. ત્યાં આરામ કરવા કાયા લંબાવે છે, ને એને ઊધમાં ઘારણ ચઢે છે. એ વખતે રાજકુમારી ત્યાં ફરવા આવી છે. સરખી સાહેલીઓ સાથે છે. સહુ યૌવનના બાગમાં ઝૂલે છે, ત્યાં તો તેઓએ ચંપાના ઝાડ નીચે કોઈ દેવાંશી નર જોયો. કુંવરી કહે : “સખીઓ રૂપ તો અનુપ છે, તેજના અંબાર છૂટે છે, કાન્તિ ક્ષત્રિયની છે. કહો ન કહો, કોક દુખિયારો રાજવંશી છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીપાળ ચરિત્ર “બહેન ! જોશીએ કહી હતી એ જ આ ઘડી, એ જ આ તિથિ, એ જ આ પળ ને એ જ આ વાર. આ પુરુષ તારો ભરથાર થશે.” રાજાજીને ખબર મોકલી. રાજા આવ્યા, ને શ્રીપાળને ઉઠાડ્યો. સદ્ગુણીને તો ઠેર ઠેર સંપત સાંપડે છે. કહે છે કે ભલાના ભગવાન તે આનું નામ. રાજાએ શ્રીપાળની પરીક્ષા કરી, નર લાખેણો લાગ્યો. રાજી થઈને પોતાની દીકરી આપી ને કહ્યું, ‘કુંવર! રાજમાં ચાકરી કરો !' કુંવર કહે : “રાજા ! લાખ ટકાની તારી ચાકરી છે, પણ સવા લાખ ટકાનું મારું નામ છે. ચાકરી કરશું નહીં.” રાજાએ તો કુંવરને સભામાં બેસણાં આપ્યાં. ભેણે આવતા સહુને પાનબીડાં આપવાનું કામ સોંપ્યું. કુંવરને કંઈ ગમતું નથી. એને તો પોતાની સ્ત્રીઓ સાંભરે છે. પણ શું કરે ને ક્યાં જાય ? પાપી ઉંદરડો હવે મસ્તાન થયો છે. અહીં શ્રીપાળ દરિયામાં પડ્યો ત્યારે ત્યાં ધવલરાય શણગાર સજે છે. એ વિચારે છે : અરે! આડોઅવળો પગ પડ્યા વિના તે કંઈ રિદ્ધિસિદ્ધિ સાંપડે ખરી ? જીવહત્યા તો થઈ ખરી, પણ હવે ભલી ભાતે પાપ પખાળશું. ગરીબગરબાંને ખાન દેશું, પાન દેશું, સાધુ જમાડશું, દેવદહેરાં બાંધશું-પૈસાથી કયું પાપ ન ધોવાય ? આવા વિચાર કરી ધવલરાય ફુલાય છે. કાને અત્તર ઘાલે છે, આંખે સુરમો આજે છે, મૂછે તેલ લગાવે છે. બાંકે સાંવરિયા બન્યો છે. ને પોતે અરીસામાં જોઈને કહે છે : વાહ, કેવો ફાંકડો લાગું છું ! કોણ મારા પર ન મોહે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર પાપના સાથી પેલા મિત્રો કહે છે, “અરે ! કામદેવના અવતાર જેવા લાગો છો, શેઠજી ! તમારી દોલત જોઈ દુનિયા દીવાની બની જાય, તમારું રૂપ જોઈને સતીનાં સાત પણ ચળી જાય.” પાપી ઉંદરડો મગન થઈ ડોલતો ડોલતો સતી સ્ત્રીઓના ખંડમાં ચાલ્યો. માંથી મીઠું મીઠું બોલે છે. સતી સ્ત્રીઓ તો કહે છે: દૂર હટ, ઓ વરણાગિયા ! તારું પાપી માં અમને ન બતાવ. સતીને છંછેડીને સાર કાઢીશ નહીં. કોક દહાડો કૂતરાને મોતે મરીશ. પૈસાથી પ્રેમ મળતો નથી, સત્તાથી સ્નેહ સાંપડતો નથી. રાજપાટ આયે સતીના દેહના સોદા ન થાય.' પણ કામીને તો આંધળો કહ્યો છે. લંપટ ધોળે દહાડે અંધારી રાત ભાળે છે. કળથી ન માને તો બળથી મનાવવાનો નિર્ધાર છે. આજ ખાલી હાથે પાછા ફરવું નથી, કાલની વાત કાલે. એક તરફ વિષયી રાક્ષસ વિકરાળ નહોર પ્રસારે છે. સામે બે વાઘણો ગર્જે છે. સતી સ્ત્રીઓ પણ નિર્ધાર કરી બેઠી છે. જીવનમરણના સોદા છે. બંને સ્ત્રીઓ મક્કમ છે. પવિત્રતાને મૃત્યુથી પણ જાળવવી, એવો એમનો નિયમ છે. ધવલરાય આગળ ડગ ભરે, ત્યાં તો જાણે દરિયા પર આંધી આવી. મોજાં પર તોફાન આવ્યું. સઢો ફડફડાટ બોલતા ચિરાવા લાગ્યા. રમકડાના વહાણની જેમ તોતિંગ વહાણ ચકરડી-ભમરડી ફરવા લાગ્યાં. દિશાઓ ઢંકાઈ ગઈ. ખારવા પોકાર કરે છે : “શેઠ ! તે સતી સ્ત્રીઓને સંતાપી, તારા એકના પાપે આખું વહાણ બૂડશે.” ધવલરાય ગભરાયો, પાછો ભાગ્યો. સતીને પાયે પડ્યો : “અરે, મારાં પાપ પોગ્યાં. સતી મા, ખમૈયા કરો !” Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ધવલરાય બહાર નીકળ્યો. આકાશ તો આભલા જેવું નિર્મળ છે. ત્યારે આંધી ક્યાં ? વા-વંટોળ ક્યાં ? અરે, એ તો મનનાં કારણ ! સતીત્વના તેજનો પ્રતાપ ! ફરીથી ધવલ શેઠના પગ એ તરફ ન ઊપડ્યા. ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ વહાણો આગળ ચાલ્યાં. થોડે દિવસે વાવડો પ્રતિકૂળ નીકળ્યો છે. વહાણ કહ્યું માને જ નહીં. સઢ બીજી દિશા પકડે જ નહીં. એમ કરતાં કોંકણનો કિનારો આવ્યો. ધવલરાયે ત્યાં મુકામ કર્યો. રીત પ્રમાણે નજરાણું લઈ શેઠ રાજદરબારમાં ગયો. ત્યાં તો કૌતુક થયું. સભામાં પ્રવેશ કર્યો કે પાનનાં બીડાં મળ્યાં. કોઈકે કહ્યું, “આવો શેઠ, ઝાઝા કરીને જુહાર !' શેઠે ઊંચું કરીને જોયું તો આંખો ફાટી રહી. આ તે સત્ય કે સ્વપ્ન ? અરે, આ મારો કાળ મારા પહેલાં અહીં ક્યાં પૂગ્યો ? શ્રીપાળ અહીં ક્યાંથી ? શું મોતે એને ન સંઘર્યો ? દરિયાએ એની કબર ને કરી ? પણ ધવલરાય તો પાકો ઉસ્તાદ છે. એણે કંઈ વાત કળાવા ન દીધી. મોંએથી જોરથી હસતો હસતો બહાર નીકળી ગયો. એ હાસ્યમાંય કાતિલ છૂરીઓ ઝમતી હતી. એક પાસો અવળો પડ્યો Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર તો હવે બીજો. ક્યાં સુધી બચશે, દીકરો ? એણે મનમાં ને મનમાં ઘાટ ઘડવા માંડ્યો. હલકા કુળનો એક ભવૈયો ગામમાં ખેલ કરવા આવ્યો છે. ભારે ખેલ કર્યા અને ભારે વેશ લીધા. પણ ધવલરાય રીઝતો નથી. શેઠ કહે, એમ નહીં, તારી સાચી પરીક્ષા કરું ને ઇનામ આપું. જો પેલા રાજાના જમાઈને ફજેત કર તો ખરો કલાકાર ! તારી * કળાની કમાલ ત્યાં દેખાડ, ન્યાલ કરી દઈશ.” ભાંડે તો ભારે ખેલ કર્યો. એણે અજબ વેશ લીધો અને રાજસભામાં જઈ શ્રીપાળને ભાવથી ભેટી પડ્યો ને ગદગદ્દ કંઠે કહેવા લાગ્યો : “અરે મારા દીકરા ! આવાં રિસામણાં તે હોય ? ભાંડને તો વળી આ ભવાઈ શી ! ચાલ ઘેર. તારી મા તો નથી ખાતી, નથી પીતી. તારી વહુએ પણ અન્ન અગરાજ કર્યું છે. છોકરાં તો દિવસમાં દસ વાર તને યાદ કરીને રડે છે.” રાજાએ તો તલવાર તાણી : “શું મારો જમાઈ ભાંડ ભવૈયો છે? રે ! સાચું બોલ, નીકર વાઢી નાખું છું.” શ્રીપાળ કહે : “રાજા, આકળા ન થાઓ. જગત આખાનો ન્યાય ચૂકવો છો, સાચા-ખોટાનો તોલ કરો છો, ને આજે આવી અધીરાઈ કાં ? પાણી કેટલાં ઊંડાં છે એનો તાગ તો લો. ભાંડને તો નાણી જુઓ.” રાજા તો ભાંડને મારવા દોડ્યો : “સાચું કહે, નહીં તો ઘાણીએ ઘાણી તેલ કાઢીશ.” ભાંડ ડર્યો. ફરી ગયો. એણે ધવલ શેઠનું નામ દીધું : “મારવો હોય તો એને મારો, હું તો પૈસાનો લોભી રાંક ભવૈયો છું.” રાજાએ તો સૈનિકોને મોકલ્યા. કહ્યું, “ધવલ શેઠને અબઘડી હાજર કરો.” Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ૩૫ શ્રીપાળ કહે : “વહાણ પર મારી બે પત્નીઓ છે, એનેય તેડતા આવજો. સાચની સાહેદી મળી જશે.” સૂરજ કંઈ વાદળથી છુપાતો હશે ? પાપી કંઈ સદા જીતતા હશે? વાત બધી જાહેર થઈ ગઈ. રાજાએ પાપિયા ધવલરાયને કાંધ મારવાનો હુકમ કર્યો. શ્રીપાળ કહે : “રાજાજી ! પાપીને મારીને અપવિત્ર કાં બનો ? નીચને તો જીવતર ભલું. કોક દહાડો એનાં પાપ પખાળશે, માટે પાપિયાને અભયવચન આપો.” રાજાએ તો અભયવચન આપ્યું. ધવલરાય બોર બોર આંસુએ રડે છે, શ્રીપાળના પગની રજ માથે ચડાવે છે અને કહે છે : “મેં ભારે કાળાં કામ કર્યા. મને ઘેર પહોંચાડો. મિલકત બધી ધર્માદા કરીશ. સાધુ થઈને બેસી જઈશ. છેલ્લી જિંદગી સુધારી લઈશ.” સરલતા કુટિલતાને સમજી શકતી નથી. શ્રીપાળ એક દહાડો વહાણે ચડ્યો. ઘણા દહાડા થયા, ઘર સાંભરતું હતું. ધવલરાયે વહાણ હંકાર્યા. રાજાએ ગળગળે સાદે વિદાય આપી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ભરસાગરમાં વહાણ ચાલ્યાં જાય છે. મેઘલી રાત જામી છે. નાખી નજર પહોંચતી નથી. કાળું પાણી તબકે છે. શ્રીપાળ નિરાંતે પોહ્યો છે. ધવલરાયને આંખમાં ઊંઘ નથી. પાપીને નિદ્રા કેવી ? ધવલરાય વિચારે છે કે, હવે શું કરવું? આ ભિખારી શેઠ બની ગયો, ને હું શેઠ ભિખારી થયો ! આજ એવો દાવ ખેલું કે બધા પાસા પોબાર. ધવલરાય હળવેથી ઊઠ્યો. મખમલી મ્યાનમાંથી કટારી કાઢી. એક હાથે ઝાલીને એ ચાલ્યો. એના દિલમાંય રાતના જેવો ગાઢ અંધકાર ફેલાયેલો છે. એ ચોર પગલે નીસરણી ચડવા માંડ્યો, પણ અંધકાર કહે મારું કામ ! કંઈ કળાતું નથી. ત્યાં એક પગથિયું ચૂક્યો ને એ લથડ્યો. મોટી ગોળા જેવી ફાંદ, મહીરાવણ જેવી ભારે કાયા ! ધબ્બ દઈને નીચે પડડ્યો. હાથની કટારી હૈયામાં ઘૂસી ગઈ. ફાંદો ફૂટી ગયો. લોહીનો કુવારો છૂટ્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ભારે ધબકારો થયો. ધબકારે કુંવર જાગી ગયો. આવીને જુએ છે તો ધવલરાય. બિચારાના રામ રમી ગયેલા ! બે વેણ કહેવા પણ ન રહ્યો. બધી માલમિલકત જેને માટે પાપ કરતાં પાછું વાળીને જોયું નહોતું, એ મૂકીને ચાલતો થઈ ગયો ! અરેરે ! પાપી પોતાને હાથે પાયમાલ થયો ! સોનાની છરી કેડે ઘલાય, પણ પાપીએ સગે હાથે છાતીએ ઘાલી. ધર્મનો જય ને પાપનો ક્ષય તે આનું નામ ! આસ્થાવાનની આસ્થા ફળે છે. નીતિવાનને પહેલાં દુ:ખ પણ આખરે નીતિ ફળે છે. શીલવાનને પહેલું દુઃખ પછી સુખ. અશીલવાનને પહેલું સુખ પછી દુઃખ, સહુ ખલાસી, સહુ સુભટ, સહુ ચાકર આવીને કહે : ‘સારું થયું, પાપ ગયું. અધર્મીની સેવા ટળી. આ ધન તમારું, આ જહાજ તમારાં, અમે સહુ તમારા. અમને સહુને ચાકર રાખોજી !' ઊગતા સૂરજને કોણ ન પૂજે ! ૩૭ મોટા મનના કુંવરને દિલમાં રોષ નથી. એ તો કહે : ‘ભાઈ! મારે તો વ્રત છે. પારકી સ્ત્રી મા બરાબર ને પારકું ધન રક્ત બરાબર છે. તમે સેવા કરી છે, તો તમે સહુ ભોગવો. એના વંશવારસોને આપો ! લક્ષ્મી સુકૃતની સારી, નહિ તો નખ્ખોદ કાઢે.' વાહ કુંવર વાહ ! મનુષ્યદેહ ધાર્યો તે આનું નામ. ધર્મ પાળ્યો તે આનું નામ. અન્યાયનો એક કણ પણ ન ખપે. નવપદજી ભગવાન એવાને ફળે, આસ્થાવાનને ફળે, નિર્લોભીને ફળે, નિષ્કપટીને ફળે. એકલાં ભૂખે મરે તેથી કાજ ન સરે, વ્રત રાખે - સાથે વ્રતનો મહિમા રાખે એને ફળે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીપાળ ચરિત્ર એકલા ચોખા ચડાવે ન ફળે, મનના મંદિરને પણ ચોખ્ખાં રાખે એને ફળે. - એકલાં કેસર-કંકુ ઘોળે કાજ ન સરે, અંતરના ઓરડા પણ નવલા રંગે રંગે, એને ફળે. એકલા ધૂપ-દીપે કંઈ ન વળે, ભાવ જોઈએ ને દિલમાં તપ, દાન, દયાની શુદ્ધ ભાવના પણ જાગવી જોઈએ. કુમાર પાછો ફરે છે. રિદ્ધિ-સિદ્ધિનો પાર નથી. ખર્ચે છે, પણ ખૂટતી નથી, દિનદિન સવાઈ વધે છે. એવામાં એક સાર્થવાહ મળ્યો. કુંવર કહે : “દેશ ભમો છો, વિદેશ ભમો છો, તો કંઈ અચરજ દીઠાં હોય તે કહો !” સાર્થવાહ કહે : “અચરજ તો અપાર દીઠાં. વિચાર્યા વીસરતાં નથી.” “અરે ! કહો, કહો, શું જોયાં ? શું જાણ્યાં ? સાર્થવાહ કહે, ‘કુંડલપુર નામે ગામ છે. મકરકેતુ નામે રાજા છે. એને ગુણસુંદરી નામે પુત્રી છે. ગુણમાં તો બીજી સીતા છે. રૂપમાં બીજી રંભા છે. રૂપનું એને અભિમાન છે, એથી અદકું અભિમાન વીણાનું છે. કહે છે, વીણામાં મને જે જીતે તે મારી સાથે સંસાર માંડે, હારે તે મારા ઘેર પાણી ભરે. આવું રૂપ કોણ ન વાંછે ? દેશપરદેશથી પતંગિયાં આવ્યાં છે. એ જોબનજ્યોત પાસે હાર્યા છે, ને દાઝયાં છે. કેટલાક એના ઘેર ચાકરી કરે છે. એમાં રાજા છે, રાજકુમાર છે, વણિકપુત્ર છે, ને બ્રાહ્મણપુત્ર છે. કુંવર છે ! ભારે ત્રાસ વર્યો છે. જુવાનોને ઉષા જેવી એ સુંદરીની રઢ લાગી છે.' શ્રીપાળ કહે : “અરેરે, કલાકારને વળી અભિમાન શાં ? એ તો કુદરતની ભેટ છે. અભિમાન કોઈ વાતનું સારું નહિ. અમે ત્યાં જઈશું.” Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર ૩૯ સાર્થવાહ કહે : ‘સાહિત્ય અને સંગીત બંનેમાં અમને રસ છે. સાહિત્ય છે, તો ઋષિ-વાણી આપ પાસે છે. સંગી છે, તો મનનો આનંદ અને ભગવાનની ભક્તિ છે. અમે વીણામાં પણ કુશળ છીએ. વીણા વગાડશું ને કુંવરીને જીતશું.’ શ્રીપાળ તો કુંડળપુર પહોંચ્યો. નગરમાં, ચૌટામાં ને ચકલામાં વીણાના સ્વર સંભળાય છે. શ્રીપાળ કહે, ‘ભારે આ અચરજ !’ એણે તો તરત કુંવરીને કહેણ મોકલ્યાં. સામસામાં પોતપોતાની વીણા લઈને બેઠાં. વીણાના તાર રણઝણ્યા. શું સ્વર ને શું માધુરી ! મોંમાંથી સુધા ઝરે છે ! આંગળીમાંથી અમૃત ઝરે છે. પંખી ગાતાં ચૂપ છે. પવન મંદમંદ વહે છે. ગાયો ડોલે છે. હાથી ઝૂમે છે. કુંવરી તો ભાન ભૂલી મગ્ન થઈ ડોલી ઉઠી : ‘વાહ વીણાવાદક વાહ ! શી તારી કરામત!' શ્રીપાળ જીત્યો, સુંદરી હારી. શ્રીપાળ કહે : ‘સુંદરી ! કલા ને સંપત્તિ કુદરતની ભેટ છે. એનું અભિમાન ન હોય. આવો કાળો કેર ન હોય. બંદીવાનને છોડી મેલો.’ કુંવરી કહે : ‘ચતુરા નાર સદા ચતુર નરને શોધે છે. ગુણીને ગુણીજન મળે તો અઠકો આનંદ થાય છે. મૂર્ખ મળે તો જીવતર ખરાબ થાય છે. કહ્યું છે કે મૂરખ સરસી ગોઠડી, પગ પગ હૈડે હટ્ટ !' કુંવરીએ બધા કેદીઓને છોડી મૂક્યા. કુંવરી અને શ્રીપાળ પરણ્યાં. શ્રીપાળ હવે આગળ વધ્યો છે. ઘણાં પરાક્રમ કર્યાં. ઘણાં પુણ્ય કર્યાં. ઘણી સંપત મેળવી. હવે ઘરની સુલક્ષણી નાર સાંભરી. અમૃતના આગાર જેવી મા સાંભરી. એ કહે છે : Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० ‘હાલો ખલાસીઓ, હાલો ભાઈબંધો ! અમને યાદ આવી અમૃતવેલ જેવી મા ! અમને યાદ આવી નાગરવેલ જેવી નાર ! યાદ આવ્યાં જનમભોમનાં મીઠાં ઝાડવાં ! ચાલો ભાઈઓ, આપણે ઘેર !' વહાણ પાછાં ફર્યાં છે. ચંપાનગરી આવ્યાં છે. શ્રીપાળ ચરિત્ર Page #50 -------------------------------------------------------------------------- ________________ સાસુ ને વહુ ચંપાનગરીમાં સંપે-જંપે રહે છે, જાણે મા-દીકરી જ જોઈ લો. નવપદજી ભગવાનની આરાધના કરે છે. શ્રીપાળનું કુશળ વાંછે છે. ત્યાં આજ તો ડાબા અંગ ફરક્યાં છે. મયણા કહે: બા, બા ! કહો ન કહો પણ આજ કંઈક મંગળ થશે.” સાસુ કહે : “બેટી ! ધર્માને ઘેર સદા મંગળ છે. એને તો દુઃખમાંય મંગળ છે, સુખમાંય મંગળ છે.” શાં સાસુ-વહુનાં હેત ! જાણે સગી મા-બેટડી. કોઈ દહાડો ક્લેશ નહીં, કંકાસ નહીં. એવાં સંપિયાંનાં વ્રત ફળે, જપ ફળે, ને એવાને ત્યાં સુખસંપત પણ ગયેલાં હોય તો પાછાં આવી મળે. કંકાસિયા ઘરનાં તો ગોળાનાં પાણી પણ સુકાય. મયણા વાત કરે છે ત્યાં તો ઢોલ-નગારાં વાગ્યાં, નેજાં નિશાન ફરહર્યા, ધવલમંગલ વત્ય. શ્રીપાળ ધસમસતો આવી માને ચરણે પડ્યો. મયણાને એકાંતમાં ભેટ્યો. સહુની આંખમાંથી અમીનાં આંસુ ઝરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીપાળ ચરિત્ર મા મા! પાંચ નીમ પાળ્યાં છે, સતીના દીધા નવપદજી ભગવાન પૂજ્યા છે, કુળસંપત્તિ પામ્યાં છે. દુ:ખ-દોગ ટાળ્યાં છે.” બીજી વહુઓ આવી સાસુને પાયે પડી, મયણાને ભેટી. સાસુ આશીર્વાદ આપે છે. મયણા સગી બહેન કહી બોલાવે છે. સહુના દહાડા સુખમાં વીતે છે. એક દિવસ આંગણામાં નટ નાચવા આવ્યા. સાથે ભારે સુંદર નટી છે. એ સૂતરના દોર પર નાચે છે, રેશમના તાર પર નાચે છે. ફૂલના દડા પર નાચે છે, વાંસના થંભ પર ચઢી નૃત્ય કરે છે. નટે તો નટારંભ માંડ્યો, પણ નટડી ઊભી થતી નથી. એ તો રવે છે, ચોધાર આંસુએ રૂવે છે. મયણાનું દિલ દયાળુ છે. એ કહે : “બહેન ! શાં દુ:ખ છે ?” આંખે આંખ મળી. બહેને બહેનને ઓળખી. મયણાએ દોડીને છાતીએ લગાડી : “બહેન, બહેન ! આ દુ:ખ કેવાં ? ‘બહેન ! રાજ ગયાં ને પાટ ગયાં ! નટ ને નટવી થઈ પેટ ભરીએ છીએ, દુ:ખના દરિયા ઊમટ્યા છે !” ‘બહેન ! દેવની ગતિ એવી છે. આપણાં કર્યા આપણે ભોગવીએ છીએ. કોઈને આળ દઈશ મા. કોઈ પર રોષ કરીશ મા. સારાં કર્મ કર્યા હોય તો માર માર કરતો દુશ્મન મિત્ર થઈને ઊભો રહે. વાંકા ગ્રહ હોય તો વહાલાં વેરી થાય. ધર્મનું શરણ લે. નવપદજીનું ધ્યાન ધર, દુ:ખની રાત દૂર થશે. સુખનો સૂરજ ઊગશે. કોઈનું આપ્યું સદા પહોંચતું નથી.” મયણાએ બહેન-બનેવીને સાથે રાખ્યાં ને ગયાં રાજપાટ પાછાં લાવી આપ્યાં. આનંદ આનંદ વર્તાયો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ એક વારનો સમય છે. મંત્રી મતિસાગર કહે છે : “રાજા ! દુનિયાને તે ઋણ વિનાની કરી. પણ તારું ઋણ ટાળ્યું નથી !' ઋણ ને શી વાત ? મારે માથે વળી દેવું કેવું ? મારે તો દેવું ને દૈત્ય બંને સરખાં છે.” રાજા ! તારે માથે પિતૃઋણ છે. ફોક છે એનું બળ ને ધિક્ છે એનું જીવ્યું, જે બાપનું ગયેલું રાજ પાછું મેળવતો નથી એ તો તારો કાકો નથી. પાકો દુશ્મન છે.' શ્રીપાળે નગારે ઘાવ દીધો. ચતુરંગી સેના ઊપડી. મદગળતા માતંગ હાલ્યા, હણહણતા અશ્વ ખોંખાર્યા. ચારે દિશામાં ડમરી ચઢી. કાકા તો ભારે કરમી છે. એણે જબરું યુદ્ધ જમાવ્યું. શ્રીપાળ કહે: “અરે, આપણ કાજે બીજાનાં લોહી શાં રેડવાં ? કાકા-ભત્રીજો બંને લડી લઈએ.' પોતે ધાયો છે. કાકાને સાહ્યો છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રીપાળ ચરિત્ર કાકો કહે: ‘તારી ગાય. તું જીત્યો ને હું હાર્યો. કાકાની શરમનો પાર નથી.” આ “કાકા ! શરમાવાનું કારણ નથી. પુત્રથી ને શિષ્યથી તો પરાજય જ શોભે ! મારે માથે પિતૃઋણ હતું, એ પૂરું કર્યું. પૂજ્ય છો, પિતાતુલ્ય છો. સુખે રહો ને સુખે રાજ ભોગવો.” કાકાના સ્વાર્થનાં પડળ ઊઘડી ગયાં : “અરે, મને ધોળાં આવ્યાં ને જે ન સૂઝયું એ તને આવી નાની ઉંમરે સૂઝયું ! ધર્મ કરે એનો છે, એમાં વય, વેષ કે જાતિ નડતાં નથી. વાહ દીકરા, વાહ ! તે તો તારો ભવ ઉજાળ્યો. આ રાજ્ય તારું ને પાટ તારું. હું તો હવે દીક્ષા લઈશ.” કાકાએ તો ભેખ લીધો. શ્રીપાળે રાજ લીધાં, પિતાનું સિંહાસન સોહાવ્યું. પરદુઃખભંજન ને પ્રજાપાલક બન્યો. આઠ સિદ્ધિ ને નવ નિધિ પ્રગટ્યાં. બધી વાતે લીલાલહેર થઈ . શ્રીપાળ તો બધું પામીને નમ્ર બન્યો છે. અભિમાનનો અંશ નથી. સદા નવપદજી ભગવાનને પૂજે છે. સારા પ્રતાપ એ નવપદજીના. એના તાર્યા સહુ તર્યા. જેવા નવપદજી ભગવાન શ્રીપાળને ફળ્યા, એવા સહુને ફળજો. કથાકાર કહે છે કે જે કોઈ આ કથા વાંચશે, વિચારશે ને આચરશે, એને ઘેર સદા મંગળમાળ વર્તશે. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર (નવપદ) આરાધના વિધિ જેનો અપૂર્વ મહિમા શાસ્ત્રોએ વર્ણવ્યો છે એવા શ્રી સિદ્ધચક્રજી-નવપદજી, ભવભ્રમણનો અંત કરવામાં અદ્વિતીય સાધનભૂત ગણાય છે. આત્મહિતેચ્છુ જનો શ્રી સિદ્ધચક્રજીના આરાધન માટે ખાસ આયંબિલ (આચામ્ય) તપ કરી વિધિપૂર્વક તેનું આરાધન કરે છે. જૈન દેવાલયોમાં ભગવંતની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, એટલું જ નહિ પણ શ્રી સિદ્ધચક્રજીની અલૌકિકપણે આરાધના કરવાથી આત્મકલ્યાણ કરવા સાથે લૌકિક સંપદા પ્રાપ્ત કરનાર સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાના ચરિત્રનું ભાવપૂર્વક શ્રવણ અને મનન કરે છે. એ શ્રી નવપદજીનાં નામ અને તેમની આરાધનાની સંક્ષિપ્ત વિગત આ પ્રમાણે છે : ૧. શ્રી અરિહંતપદ : શ્રી જિનાગમના સારભૂત શ્રી પંચપરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય અને ભાવપૂર્વક ભક્તિ કરવી, શ્રી જિનાજ્ઞાનું Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીપાળ ચરિત્ર પાલન કરવું અને શ્રી જિનેન્દ્રના કલ્યાણકના દિવસોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી વગેરેથી આ પદનું આરાધન થાય છે. ૨. શ્રી સિદ્ધિપદ : સકલ કર્મ ક્ષય કરી ચૌદમા ગુણસ્થાનકને અંતે સાદિ અનંતમે ભાગે જેઓ લોકાંતે સ્થિત રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણો સહિત ધ્યાન કરવું, દ્રવ્ય તેમ જ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવી વગેરેથી આ પદનું આરાધન થાય છે. ૩. શ્રી આચાર્યપદ : આચાર્યના છત્રીસ ગુણોએ યુક્ત, પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિઓ પાસે પાલન કરાવનાર જિનોક્ત દયામય-સત્ય ધર્મનો શુદ્ધ ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત્તદશામાં વર્તવાના ખપી, ધર્મધ્યાનાદિ શુભધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર ઇત્યાદિ ગુણોએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૪. શ્રી ઉપાધ્યાયપદ : નિર્મળ જિનાગમના બોધસહિત ચારિત્રપાલનમાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકારદષ્ટિથી સાધુ-સમુદાયને સૂત્રાર્થનું દાન આપનાર, જડ બુદ્ધિવાળા શિષ્યને પણ સુવિનીત બનાવવાની શક્તિ ધરાવનાર તથા નિરંતર સજ્ઝાય ધ્યાનમાં વર્તમાન ઉપાધ્યાય મહારાજની ભક્તિ વગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૫. શ્રી સાધુપદ : સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચ્ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, સર્વવિરતિ એ બધાં સાધુ શબ્દનાં પર્યાયવાચક નામો છે. પંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા રાત્રિભોજનનો ત્યાગ, એ મુનિનાં મહાવ્રતો છે. સાધુના સત્તાવીશ ગુણો તથા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪છે. શ્રીપાળ ચરિત્ર ચરણસિત્તરિ અને કરણસિત્તરિના ગુણો પ્રાપ્ત કરવાને તેઓ સદા ઉદ્યમવંત હોય છે. ફક્ત ચારિત્રારાધન માટે બેતાલીશ દોષરહિત આહાર ગ્રહણ કરનાર છે, એવા જિનાજ્ઞાપાલક સાધુ મહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. ૬. શ્રી દર્શનપદ : શ્રી સર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવ તત્ત્વોનું તથા શુદ્ધદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્ત ૧. અઢાર દૂષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૨. પંચ મહાવ્રતો ધારણ કરનાર, કંચન-કામિનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમમાર્ગમાં યથાશક્તિ વીર્ય ફોરવનારને ગુરુ તરીકે તથા શ્રી વીતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે માની સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત અંગીકાર કરવું તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું, ઈત્યાદિથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યક્ત સહિત વ્રત અને અનુષ્ઠાનો આત્માને હિતકર્તા થાય છે. આ પદ મોક્ષપદપ્રાપ્તિમાં બીજરૂપ છે, એટલું જ નહિ, પરંતુ સમ્યક્ત પ્રાપ્ત કરનારનો સંસારભ્રમણકાળ મર્યાદિત થઈ જાય છે. એટલે કે વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭. શ્રી જ્ઞાનપદ : સર્વજ્ઞ પ્રણીતઆગમમાં વર્ણવેલાં તત્ત્વોનો જે શુદ્ધ અવબોધ, તે સમ્યજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજનોએ જ્ઞાનાચારના નિરતિચારપણે પાલનપૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી. એકંદર જેથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે, એવી કોઈ પણ યોગ્ય પ્રવૃત્તિ કરવી. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી, ઈત્યાદિથી એ પદનું આરાધન થઈ શકે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીપાળ ચરિત્ર ૮. શ્રી ચારિત્રપદ : ચારિત્ર તે સમ્યજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિઘે તરી જવાને ચારિત્ર એ પ્રવહણ-વહાણ સમાન છે, જેના પ્રભાવથી રક જીવો પણ દ્વાદશાંગીરૂપ શ્રુત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબળ સાધન છે. છ ખંડની ઋદ્ધિના ભોક્તા ચક્રવર્તીઓ પણ જેને અંગીકાર કરે છે અને આઠ કર્મને નિર્મળ કરવાને અત્યંત સમર્થ તેવા ચારિત્રપદની આરાધના તેના શુદ્ધ પાલન-આસેવનથી થઈ શકે છે. ગૃહસ્થ દેશવિરતિ ચારિત્રની આરાધના કરી શકે છે, બાર માસના ચારિત્રપર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનવાસી દેવોનાં સુખથી પણ અધિક સુખ અનુભવી શકે છે. ૯. શ્રી તપપદ : આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિકાળથી લાગેલાં છે, તે કર્મ-પુગલોને તપાવી આત્મપ્રદેશોથી છૂટા પાડવાનું કાર્ય તપ કરે છે, તેને નિર્જરાતત્ત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટાભેદ છે. અનશન, ઊણોદરી, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, એ છ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, એ છ પ્રકારનું અત્યંતર તપ છે. જે તપ કરવાથી દુર્થાન ના થાય, મન, વચન અને કાયયોગની હાનિ ન થાય તથા ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય, એવી રીતે તપ કરવાનું છે. તેમ જ આ લોકનાં સુખ-સંપત્તિ અને કીર્તિની ઇચ્છા વિના નવ પ્રકારના નિયાણા વિના અને સમભાવપૂર્વક તપ કરવાથી જ તેની આરાધના થાય છે અને તે રીતે આત્માને લાભ થાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ચરિત્ર નવમે ભવે સિદ્ધિપદ : આ પદોનું માહાત્ય એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટથી નવમે ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે. વચ્ચે દેવ અને મનુષ્યના ઉત્તમ સામગ્રીઓયુક્ત ભવો પામે છે અને જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિને પામે છે. એ નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વોનો સમાવેશ થયેલો છે. અરિહંત અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુતત્ત્વ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી ધર્મતત્ત્વનું ગ્રહણ થાય છે. એ ત્રણ તત્ત્વોની પરીક્ષાપૂર્વક જે સદણા જાગે છે, તે જ જૈનધર્મરૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય Page #59 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિભાગ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧ ' - મૃતકારાજ તેહનાં કરે રે, કુંઅર મન ધરે સોગ રે, ચતુરનર ગુણ તેહના સંભારતો હો લાલ; સોવન ઘણું તપાવિયે રે, અગ્નિતણે સંયોગ રે, ચતુરનર... તોહી રંગ ન પાલટે હો લાલ. ૩૦ ખંડ-૩, ઢાળ - ૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨ આણ્યો જિસે હાર, ધવલશેઠ તવ જાણિયોજી; કહે કુંવર મહારાજ, ચોર ભલો તુમે આણિયોજી. ૨૨ ખંડ - ર, ઢાળ ૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૩ * S - — - . suLk - - - - - - - *-- - - .. Gk જ LUTI સુણવા વિંછે ધર્મ તે, ગુરુસન્મુખ સુવિનિત; ગુરુ પણ તેહને દેશના, દે નય સમય અધીત. ૪ ખંડ-૪, ઢાળ - ૭મીનો દુહો Page #63 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૪ ISBN (. ..TT - ૨ - Thirt-ડાઈ.!!" ilw:: ૬ :. " Gu પડતાં સાયરમાંહિ, કે નવપદ મન ધરે રે, કે નવપદ મન ધરે રે, સિદ્ધચક્ર પ્રત્યક્ષ, કે સવિ સંકટ હરે રે, કે સવિ સંકટ હરે રે; મગરમસ્યની પૂંઠ, કે બેઠો સ્થિર થઈ રે, કે બેઠો સ્થિર થઈ રે, વહાણતણી પરે તેહ, કે પોહોતો તટ જઈ રે, કે પોહોતો તટ જઈ રે. ૧૭ ખંડ-૩. ઢાળ - ૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૫ . છે C ન ' - - ૪ , , --- ડમડમ ડમરૂ ડમકતે રે, મુખ મૂકે હુંકાર રે; ખેત્રપાળ તિહાં આવિયા રે, હાથે લેઈ તરવાર રે. જીવ) ૧૮ ખંડ-૩, ઢાળ - ૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૬ તેલ કઢા પ્રતિબિંબ જોઇ, મૂકે અધોમુખ બાણ; વેધે રાધા વામ અચ્છિ, રાધાવેધ સુજાણ. ૭ PTCHOS ખંડ-૩, ઢાળ - ૮મીનો દુહો Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૭ . s : ' A // # આ - ' , ' માએ મયણા ઓળખી, અનુસારે નિજ બાળ; આગળ નર દીઠો અવર, યૌવન રૂપ રસાળ. ૫ ખંડ-૧, ઢાળ –૯મીનો દુહો Page #67 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૮ ક '' I 'તા Uti જs પ્રશ્નોત્તર પૂછે પિતા રે, આણી અધિક પ્રમોદ, મન લાગે અતિ મીઠડાં રે, બાળક વચન વિનોદ રે, વત્સ વિચારજો, દેઈ ઉત્તર એહ રે, સંશય વારજો. ૧. ખંડ - ૧, ઢાળ -૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૯ E I t: H TI TT ન ક ક * * اعتبارات ماده ، મયણા વયણે આવિયો રે લો, ઉંબર જિન પ્રાસાદ રે જિસેસર આદીશ્વર અવલોકતાં લો, ઉપન્યો મન આલ્હાદ રે જિનેસર, તિહુઅણ નાયક તું વડો રે લો, તુમ સમ અવર ન કોય રે.જિણે.૧૧ ખંડ - ૧, ઢાળ -૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૦ હિ રાકનેક મન માંહે નથી આવતું, અવર કિશું દુઃખ પૂજ્ય રે, પણ જિનશાસન હેલના, સાલે લોક અબુઝ રે. ૨૦ ૭ ખંડ - ૧, ઢાળ –૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૧ RD L પર જW! bowo રાજા કોપે કળકળ્યો રે, સાંભળતાં તે વાત, વ્હાલી પણ વેરણ થઈ રે, કીધો વચન વિઘાત રે; બેટી ભલી રે ભણી તું આજ, તે લોપી મુજ લાજ રે બેટી !, વિણસાડ્યું નિજ કાજ રે બેટી! તું મુરખ શિરતાજ રે. બેટી! ભલી) ૩. ખંડ – ૧, ઢાળ -૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧ ર : 'IT છે રદ ૯. | sli ક : OLoot વી C S --'.. , , , , - ,, , રાજ કોણે આજ રીસવ્યા, કોણે લોપી તુમ આણ રે; દીસો છો કાંઈ દૂમણા, તુમ ચરણે અમ પ્રાણ રે. ક્રીડા૨ ખંડ-૨, ઢાળ - ૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૩ the - કિ છે Pસ ' કt * * * 1IT * It'. ધાતુરવાદી કહે નીપજ્યું, કનક તુમ અનુભાવ રે. એહમાંથી પ્રભુ લીજીએ, તુમહ જે મન ભાવ રે. વાલમ. ૧૭ ખંડ-ર, ઢાળ - ૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૪ Sunset Ni *:/ પાલ - પ છે કે : છે છે, અને :: વેસર આપી બેસવારે, ઢાંકી સઘળું અંગ; રે, બાળક રાખી સોડમાં રે, બેઠી થઈ ખડંગ, દેખો...૧૯ ખંડ – ૧, ઢાળ - ૧૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૫ ને કળા નuntin નગરલોક સવિ હરખિયાં રે, ઘર ઘર તોરણા ત્રાટ રે; આવે ઘણાં વધામણાં રે, શણગાર્યા ઘર હાટ રે. જુ0 ૧૧ ખંડ - ૧, ઢાળ - ૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ Tw ચિત્ર-૧૬ $$}} $ = ey Feed TDO વર વહુ બેહુ સાસૂ મલી રે, કરે વેવાહણ વાત રે; કમળાં રૂપાંને કહે રે, ધન તુમ કુળ વિખ્યાત રે; જુઓ અગમગતિ પુણ્યની રે, પુણ્યે વંછિત થાય રે; સવિ દુઃખ દુર પલાય રે, જુઓ અગમગતિ પુણ્યની રે. ૧ ખંડ ૧, ઢાળ - ૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૭ ( 2 ] XT iT[ ailiftilit : - a re - 1 હEછે છે. છે - કેઈ કહે કાયર અમે, કેઈ કહે અમે રાંક રે; કેઈ કહે મારો રખે, નથી અમારો વાંક રે. ધવલ૦ ૧૬ ખંડ-ર, ઢાળ - ૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૮ કજિ. ' એકજ - 1 કપ T /* - કt *** * * ( - 'M WALS કKJ2 1 "NRI પણ * : 25 જીહો મહાકાલ જુએ ફરી, જીહો દીઠો એક જુવાન; જીહો ઝાઝાની પરે ઝૂઝતો, જીહા લક્ષણ રૂપનિધાન. ૨૦ ખંડ-૨, ઢાળ – ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૯ GS તા Sિ Re L: એ જ છે If u 69 , A : " : joછGODS GOછે. * * : ગુW ભૂઈ સાતમીએ રે, તિહાં ચઢી વિશમીએ રે, બેસીને રમીએ સોવન સોગઠે રે; બહુ છેદે છાજે રે, વાજાં ઘણાં વાજે રે, વહાણ ગાજે રહ્યું સમુદ્રમાં રે. ૧૩ ખંડ-૨, ઢાળ - ૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨) ળ E == = કારક ' ' = ( htment:T * જીવંતા જગ જસ નહીં, જસ વિણ કાંઈ જીવંત; જે જસ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઊગત. ૬ ખંડ-૩, ઢાળ - ૭મીનો દુહો Page #80 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૧ : kit '600 C ત્રા I Dur * કરે એકવાળી છે. અtyક તિહાં સઘળો વિધિ સાચવે, પામી ગુરુ ઉપદેશ; સિદ્ધચક્ર પૂજા કરે, આંબિલ તપ સુવિશેષ. ૫ ખંડ – ૧, ઢાળ – ૮મીનો દુહો Page #81 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨ ૨ 00000000 T ' ' ' જટક અને | | દત* 'જfir” : .. કુંવર ગભારો નજરે દેખતાંજી, બહુ ઊઘડીયાં બાર રે, દેવ કુસુમ વરષે તિહાંજી, હુવો જયજયકાર રે. કુંવર૦ ૧ ખંડ-૨, ઢાળ - ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૩ ૪Y "RT - 2 રd S. * * * ૨, ર . *** * મોજ , +++1r/t.tr રાજાજાબાજી' છે આ નr - " ૬ - - - , જન્મ = s મક " S SS ES દશ દૃષ્ટાંતે દોહિલો, માનવભવ તે પણ લદ્ધ રે; આરત્યક્ષેત્રે જન્મ જે, તે દુર્લભ સુકૃત સંબંધ રે; તે દુર્લભ સુકૃત સંબંધ, સંવેગ ગુણ પાળીએ પુણ્યવંત રે. ૨ ખંડ-૪, ઢાળ - ૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૪ * * * * સાંભળજો હવે કર્મવિપાક કહે મુનિ રે, કાંઇ કીધું કીધું કર્મ ન જાય રે; કર્મ વિશે હોય સઘલાં સુખદુઃખ જીવને રે, કર્મથી બલિયો કો નહિ થાય રે. સાંવ ૧ ખંડ-૪, ઢાળ - ૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨પ મ ઇ . , છે . * ': SEE : ક * * ': , , , : :: , , ' , -'** ક છે કે , ' ક . . , ' , .-- થા" કુણ આવે છે એહ, એવડાં લોક ઘણારી; કહે મંત્રી રહો દૂર, દરિસણ એહ તણાંરી. ૨. ખંડ - ૧, ઢાળ – ૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૬ - - ઈ - - II T T પર .: + + 1 + ': ' , *, **, * * R છે જેના કાપા કરે , કપ પs :: જિ જે નોને ::: : મજ : ... : ૬ : ** જો ડાબા . Wry - * * * છે ના માની જા ,* * * * * RAPAR. I 1 : કહે કુંવર માતાજી સુણો, એ પસાય સહુ તુમ વહુ તણો; ગયો રોગ ને વાળો રંગ, વળી લહ્યો જિનધર્મ પ્રસંગ. ૧૧ ખંડ - ૧, ઢાળ – ૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૭ ચોરી ચિહુ પખે ચીતરી, સોવન માણિક કુંભ; ફૂલમાળ અતિ ફૂટરી, મહકે સબળ સુરંભ. ૧૧ ખંડ-ર, ઢાળ - ૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૮ એ કુષ્ટિ સય સાત, થાઈ એક મણારી; થાપી રાજા એક, જાચે રાયરાણીરી રી. ૩. ખંડ ૧, ઢાળ - જ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૨૯ com હS કરા ને '.. તો " : ' મયણાસુંદરી મતિ અતિ ભલી, જાણે જિન સિદ્ધાંત-લલના, સ્યાદ્વાદ તન મન વસ્યો, અવર અસત્ય એકાંત-લલના. દેશ૦૧૫. ખંડ – ૧, ઢાળ – ૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૩૦ (SALS widtfitnistry, d/ Mini મા, : tip crowth ( બ.... * * જ . C સકલ નરેસર તિહાં મલા રે લાલ, અભિષેક કરે ફરી તાસ રે; સોભાગી. પિતૃ પટે થાપે ઉલ્લાસ રે, સોભાગી, મયણા અભિષેક વિશેષ રે; સોભાગી. લઘુ પટ્ટે આઠ જે શેષ રે સોભાગી, સીધો જે કીધો ઉદેશ રે. સોભાગી. જય૦ ૫ ખંડ-૪, ઢાળ - ૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ જે ભાવે એ ભણાશે ગુણશે, તસ ઘર મંગળ માળાજી, બંધુ સિંઘુર મંદિર મણિયમ ઝાકઝમાળજી. 23 અર્થ : જેઓ ભાવથી આ રાસને ભણશે, વાંચશે અને સાંભળશે તેને ઘેર શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવથી માંગલિકોની માળા થશે તથા શ્રેષ્ઠ હાથીઓથી સુશોભિત મણિરત્નોથી ઝળહળતા અલંકારોને તેમજ સુંદર મંદિર પ્રાપ્ત કરશે. 13. 'KIRIT GRAPHICS: 09898490091