SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ ચરિત્ર ઉત્તર “સાસ” છે : જીવવાની નિશાની શ્વાસ છે. બીજા પ્રશ્નનો ઉત્તર “રેજા' છે, કામદેવની સ્ત્રી રતિ છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર જાય છે. ફૂલોમાં ઉત્તમ ફૂલ જાઈ-જૂઈનું છે. ચોથા પ્રશ્નનો ઉત્તર તો જાણો જ છો : પરણ્યા પછી પુત્રીને સાસરે જવાનું પ્રિય હોય છે. ‘ભલી રે ભણી, બેટી મારી !' રાજાએ સુરસુંદરીને શાબાશી આપીને હૈડે ચાંપી. હવે પિતાજીએ મયણાસુંદરીને પ્રશ્ન કર્યો : પુત્રી ! ત્રણ અક્ષરનો એક જ શબ્દ કહો, જેનો પ્રથમ અક્ષર બાદ કરતાં, બાકીના બે અક્ષરોનો અર્થ જગને જીવાડનાર થાય, વચલો બાદ કરતાં જગને સંહારનાર થાય ને છેલ્લો બાદ કરતાં સર્વને વહાલો એવો અર્થ થાય.” એમાં પૂછવું, પિતાજી ? એનો જવાબ તો મારાં નયનોમાં વસ્યો છે. એનું નામ કાજળ.” “હે પુત્રીઓ ! મારા આ પ્રશ્નનો ઉત્તર તમે બંને આપો ! પોતપોતાની બુદ્ધિથી આપો ! જગતમાં પુણ્યથી શું પ્રાપ્ત થાય ? સુરસુંદરીએ ઉત્તર દીધો : “પિતાજી, પુણ્યથી પ્રાપ્ત થાય ધન, યૌવન, સુંદર શરીર અને મનવલ્લભ જનનો મેળાપ.” - મયણા કહે : “પિતાજી ! પૂર્વ પુણ્ય હોય તો જ ન્યાયથી ધન, ધર્મથી યૌવન, શીલથી શોભતો દેહ અને ગુણથી ભર્યા ગુરુરાજની પ્રાપ્તિ થાય છે.” વાહ રે મારી ચતુર પુત્રીઓ ! ખૂબ ભણી. તુષ્ટમાન છું તમારા પર. માગ, માગ માગે તે આપું. મારું આપ્યું શું બાકી રહે? પળમાં ધારું તો રાયને રંક બનાવું, રકને રાય બનાવું.” રાજાને ગર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy