________________
શ્રીપાળ ચરિત્ર ઊપજયો. એણે મૂછે વળ દીધો. સભા આખી વાહવાહ કરવા લાગી.
સુરસુંદરી બોલી : 'સાચું બોલ્યા, પિતાજી ! જગતને જીવાડનાર બે જ જણ : એક મહીપતિ અને બીજો મેહુલો.”
સુરસુંદરીની આ વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. સભા પણ વાહવાહ કરવા લાગી. પણ અરે ! આ મયણા હજી કેમ ચૂપ ઊભી છે ? તેનું મસ્તક કેમ ડોલતું નથી ? તે કેમ કાંઈ બોલતી નથી ? રાજા કહે : “મયણા, દીકરી ! તું હજી કેમ ચૂપ છે ? મયણાના મોં પર શરમના શેરડા પડ્યા છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી ! તમારી દીકરી છું, તમે ભણાવી છે, ને હું ભણી છું. ભણ્યાં પણ ગયાં નહિ તો શું ? ભણતરવાળો અસત્ય ન ભણે. પિતાજી ! મા કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સવિચાર વિના શાસ્ત્ર નથી. ન્યાય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. રાજા તો નિમિત્ત માત્ર છે. થવું ન થવું એ કંઈ માનવીના હાથની વાત નથી. બધા કર્યા કરમના ખેલ છે.”
રાજાની આંખમાં અગ્નિ પ્રગટ્યો. ક્રોધથી એની કાયા કંપવા લાગી : “અરે ! મારું ફરજંદ થઈને મારું અપમાન ? રે દીકરી ! સભામાં તને આવું બોલતાં લાજ ન આવી ? ભલી રે ભણી તું આજ ! અરે, છે કોઈ હાજર ?
એક કહેતાં એકવીસ હાજર : “ખમા મારા ધણીને. કહો, કહો, કંઈ આપની આજ્ઞા ! હુકમ હોય તો પહાડ તોડીએ, હુકમ હોય તો પાતાળ ભેદીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર.”
જાઓ. પુરોહિતજીને બોલાવો. મારી પ્રિય પુત્રી સુરસુંદરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org