________________
શ્રીપાળ ચરિત્ર ‘ભલે. કાલે ભરી સભામાં બંને કુંવરીની પરીક્ષા કરીશું, ઈનામ પણ તમને પાઠવશું રાજસભામાં જ.'
સભા તો હકડેઠઠ ભરાણી છે. દેશદેશના પંડિતો બેઠા છે. બાપે દીકરીઓને બોલાવી. અંતઃપુરમાંથી એ ચાલી આવે છે. રૂમઝૂમ ! રૂમઝૂમ ! શું રૂપ છે ને શું તેજ છે ! જાણે રૂપનો ચાંદો આભમાં ઊગ્યો, જાણે સોનાનો સૂરજ સભામાં આવ્યો !
મસ્તક પર મુક્તાજાળ છે. બાંયે બાજુબંધ છે. હાથે નવલખાં કંકણ છે. કટીદેશે સોનાની ઘૂઘરમાળ છે. આંગળીએ અણવટ છે. પાયે ઝાંઝર છે. છાતી પર મોતીના હાર છે. ભાલમાં રતનનો ચંદ્રક છે. દેહની વાટકડીમાંથી જાણે રૂપનાં અમી છલકાય છે. હંસી જેવી ચાલે આવે છે.
કોયલ જેવા કંઠે ટહુકે છે : “પિતાજી ! વંદન. કહો, શા કાજે અમને તેડાવી છે ?
બાપે બંને દીકરીઓને પાસે બેસાડીને પ્રશ્ન કર્યો : “મારી વહાલી દીકરીઓ ! આજે ભરી સભામાં તમારી વિદ્યાની પરીક્ષા લેવાની છે. હીરો ઝવેરીને ત્યાં મુલવાય. કહો, જીવવાની નિશાની શી ? કામદેવની સ્ત્રી કોણ ? ફૂલોમાં ઉત્તમ ફૂલ કયું? પરણ્યા પછી પ્રિય શું ? પણ સાંભળો મારી શરત, આ ચારે પ્રશ્નોનો ઉત્તર એક વચનમાં જ આપો.”
સંભા તો અચરજ પામી ગઈ. આવા તો કંઈ સવાલ હોય ? ને આના તે કંઈ ઉત્તર હોય ?
મોટી કુંવરી ઊભી થઈને બોલી : “પિતાજી ! એનો જવાબ, ‘સાસરે જાય' એ એક વચનમાં આવી જાય છે. પહેલા પ્રશ્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org