________________
શ્રીપાળ ચરિત્ર
પાપના સાથી પેલા મિત્રો કહે છે, “અરે ! કામદેવના અવતાર જેવા લાગો છો, શેઠજી ! તમારી દોલત જોઈ દુનિયા દીવાની બની જાય, તમારું રૂપ જોઈને સતીનાં સાત પણ ચળી જાય.”
પાપી ઉંદરડો મગન થઈ ડોલતો ડોલતો સતી સ્ત્રીઓના ખંડમાં ચાલ્યો. માંથી મીઠું મીઠું બોલે છે. સતી સ્ત્રીઓ તો કહે છે: દૂર હટ, ઓ વરણાગિયા ! તારું પાપી માં અમને ન બતાવ. સતીને છંછેડીને સાર કાઢીશ નહીં. કોક દહાડો કૂતરાને મોતે મરીશ. પૈસાથી પ્રેમ મળતો નથી, સત્તાથી સ્નેહ સાંપડતો નથી. રાજપાટ આયે સતીના દેહના સોદા ન થાય.'
પણ કામીને તો આંધળો કહ્યો છે. લંપટ ધોળે દહાડે અંધારી રાત ભાળે છે. કળથી ન માને તો બળથી મનાવવાનો નિર્ધાર છે. આજ ખાલી હાથે પાછા ફરવું નથી, કાલની વાત કાલે.
એક તરફ વિષયી રાક્ષસ વિકરાળ નહોર પ્રસારે છે. સામે બે વાઘણો ગર્જે છે. સતી સ્ત્રીઓ પણ નિર્ધાર કરી બેઠી છે. જીવનમરણના સોદા છે. બંને સ્ત્રીઓ મક્કમ છે. પવિત્રતાને મૃત્યુથી પણ જાળવવી, એવો એમનો નિયમ છે.
ધવલરાય આગળ ડગ ભરે, ત્યાં તો જાણે દરિયા પર આંધી આવી. મોજાં પર તોફાન આવ્યું. સઢો ફડફડાટ બોલતા ચિરાવા લાગ્યા. રમકડાના વહાણની જેમ તોતિંગ વહાણ ચકરડી-ભમરડી ફરવા લાગ્યાં. દિશાઓ ઢંકાઈ ગઈ. ખારવા પોકાર કરે છે : “શેઠ ! તે સતી સ્ત્રીઓને સંતાપી, તારા એકના પાપે આખું વહાણ બૂડશે.”
ધવલરાય ગભરાયો, પાછો ભાગ્યો. સતીને પાયે પડ્યો : “અરે, મારાં પાપ પોગ્યાં. સતી મા, ખમૈયા કરો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org