________________
શ્રીપાળ ચરિત્ર ધર્યા છે. ઉબર રાણાનો જેજેકાર બોલાવતા સહુ ચાલ્યા જાય છે.
બનવાકાળ છે : ઉજેણીનો રાજા ઘોડો ખેલાવતો ત્યાંથી નીકળ્યો. શિવજીની આ જાન જોઈ ઊભો રહ્યો ને પૂછવા લાગ્યો, ‘તમે કોણ છો ? ભૂત છો, પ્રેત છો, પિશાચ છો ? શા કાજે અહીં આવ્યા છો ?
કોઢિયો કહે : “અમે કોઢના રોગી છીએ. અમારી સાતસોની સેના છે. અમારા રાજા માટે રાજકુંવરીની શોધમાં નીકળ્યા છીએ.”
ઉજ્જૈણીના રાજાને હસવું આવ્યું : રૂપાળો તમારો રાજા ! અરે, એને તો રાજકુંવરી જ જોઈએ ને ! પેલી કહેવત જેવી વાત છે : ગધેડું છે તો ગામથી ગોબરું, પણ હવાડે પાણી ન પીએ ! પણ એટલામાં તો રાજાને કંઈ યાદ આવ્યું, એને કંઈ વિચાર આવ્યો. એણે કોઢિયાઓને કહ્યું : “ચાલો, તમારી જાન જોડો. વગડાવો વાજાં. હું મારી કુંવરી પરણાવું છું.'
‘ભલા રાજા ! દુઃખિયાની મશ્કરી કરવી સારી નહીં. ઉજેણીની કુંવરી ક્યાં ને અમારો કૂબડો રાણો ક્યાં ?'
રાજા કહે : “મારું ક્ષત્રિયનું વચન છે. બીન્યા વગર બેધડક ચાલ્યા આવો. આજ તમારાં ભાગ્ય જાગ્યાં છે.”
કોઢિયાઓએ તો જાન જોડી છે ને ઉબર રાણો પરણવા ચાલ્યા છે. આખી નગરી આ કૌતુક નિહાળી રહી છે. આ તો લગન છે કે મશ્કરી ? હમણાં રાજા આ કોઢિયાને ગરદન દેશે !'
પણ લોક તો વાતું કરતું રહ્યું ને રાજાએ મયણાસુંદરી ઉંબર રાણાને પરણાવી દીધી. રાજહઠ કોને કહે છે ? રાજહઠ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org