________________
શ્રીપાળ ચરિત્ર
ભારે ધબકારો થયો. ધબકારે કુંવર જાગી ગયો. આવીને જુએ છે તો ધવલરાય. બિચારાના રામ રમી ગયેલા ! બે વેણ કહેવા પણ ન રહ્યો. બધી માલમિલકત જેને માટે પાપ કરતાં પાછું વાળીને જોયું નહોતું, એ મૂકીને ચાલતો થઈ ગયો ! અરેરે ! પાપી પોતાને હાથે પાયમાલ થયો ! સોનાની છરી કેડે ઘલાય, પણ પાપીએ સગે હાથે છાતીએ ઘાલી. ધર્મનો જય ને પાપનો ક્ષય તે આનું નામ ! આસ્થાવાનની આસ્થા ફળે છે. નીતિવાનને પહેલાં દુ:ખ પણ આખરે નીતિ ફળે છે. શીલવાનને પહેલું દુઃખ પછી સુખ. અશીલવાનને પહેલું સુખ પછી દુઃખ,
સહુ ખલાસી, સહુ સુભટ, સહુ ચાકર આવીને કહે : ‘સારું થયું, પાપ ગયું. અધર્મીની સેવા ટળી. આ ધન તમારું, આ જહાજ તમારાં, અમે સહુ તમારા. અમને સહુને ચાકર રાખોજી !' ઊગતા સૂરજને કોણ ન પૂજે !
૩૭
મોટા મનના કુંવરને દિલમાં રોષ નથી. એ તો કહે : ‘ભાઈ! મારે તો વ્રત છે. પારકી સ્ત્રી મા બરાબર ને પારકું ધન રક્ત બરાબર છે. તમે સેવા કરી છે, તો તમે સહુ ભોગવો. એના વંશવારસોને આપો ! લક્ષ્મી સુકૃતની સારી, નહિ તો નખ્ખોદ કાઢે.'
વાહ કુંવર વાહ ! મનુષ્યદેહ ધાર્યો તે આનું નામ. ધર્મ પાળ્યો તે આનું નામ. અન્યાયનો એક કણ પણ ન ખપે.
નવપદજી ભગવાન એવાને ફળે, આસ્થાવાનને ફળે, નિર્લોભીને ફળે, નિષ્કપટીને ફળે.
એકલાં ભૂખે મરે તેથી કાજ ન સરે, વ્રત રાખે - સાથે વ્રતનો મહિમા રાખે એને ફળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org