________________
૩૮
શ્રીપાળ ચરિત્ર એકલા ચોખા ચડાવે ન ફળે, મનના મંદિરને પણ ચોખ્ખાં રાખે એને ફળે. - એકલાં કેસર-કંકુ ઘોળે કાજ ન સરે, અંતરના ઓરડા પણ નવલા રંગે રંગે, એને ફળે.
એકલા ધૂપ-દીપે કંઈ ન વળે, ભાવ જોઈએ ને દિલમાં તપ, દાન, દયાની શુદ્ધ ભાવના પણ જાગવી જોઈએ.
કુમાર પાછો ફરે છે. રિદ્ધિ-સિદ્ધિનો પાર નથી. ખર્ચે છે, પણ ખૂટતી નથી, દિનદિન સવાઈ વધે છે.
એવામાં એક સાર્થવાહ મળ્યો. કુંવર કહે : “દેશ ભમો છો, વિદેશ ભમો છો, તો કંઈ અચરજ દીઠાં હોય તે કહો !”
સાર્થવાહ કહે : “અચરજ તો અપાર દીઠાં. વિચાર્યા વીસરતાં નથી.” “અરે ! કહો, કહો, શું જોયાં ? શું જાણ્યાં ? સાર્થવાહ કહે, ‘કુંડલપુર નામે ગામ છે. મકરકેતુ નામે રાજા છે. એને ગુણસુંદરી નામે પુત્રી છે. ગુણમાં તો બીજી સીતા છે. રૂપમાં બીજી રંભા છે. રૂપનું એને અભિમાન છે, એથી અદકું અભિમાન વીણાનું છે. કહે છે, વીણામાં મને જે જીતે તે મારી સાથે સંસાર માંડે, હારે તે મારા ઘેર પાણી ભરે. આવું રૂપ કોણ ન વાંછે ? દેશપરદેશથી પતંગિયાં આવ્યાં છે. એ જોબનજ્યોત પાસે હાર્યા છે, ને દાઝયાં છે. કેટલાક એના ઘેર ચાકરી કરે છે. એમાં રાજા છે, રાજકુમાર છે, વણિકપુત્ર છે, ને બ્રાહ્મણપુત્ર છે. કુંવર છે ! ભારે ત્રાસ વર્યો છે. જુવાનોને ઉષા જેવી એ સુંદરીની રઢ લાગી છે.'
શ્રીપાળ કહે : “અરેરે, કલાકારને વળી અભિમાન શાં ? એ તો કુદરતની ભેટ છે. અભિમાન કોઈ વાતનું સારું નહિ. અમે ત્યાં જઈશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org