________________
ભરસાગરમાં વહાણ ચાલ્યાં જાય છે. મેઘલી રાત જામી છે. નાખી નજર પહોંચતી નથી. કાળું પાણી તબકે છે. શ્રીપાળ નિરાંતે પોહ્યો છે. ધવલરાયને આંખમાં ઊંઘ નથી. પાપીને નિદ્રા કેવી ? ધવલરાય વિચારે છે કે, હવે શું કરવું? આ ભિખારી શેઠ બની ગયો, ને હું શેઠ ભિખારી થયો ! આજ એવો દાવ ખેલું કે બધા પાસા પોબાર.
ધવલરાય હળવેથી ઊઠ્યો. મખમલી મ્યાનમાંથી કટારી કાઢી. એક હાથે ઝાલીને એ ચાલ્યો. એના દિલમાંય રાતના જેવો ગાઢ અંધકાર ફેલાયેલો છે.
એ ચોર પગલે નીસરણી ચડવા માંડ્યો, પણ અંધકાર કહે મારું કામ ! કંઈ કળાતું નથી. ત્યાં એક પગથિયું ચૂક્યો ને એ લથડ્યો. મોટી ગોળા જેવી ફાંદ, મહીરાવણ જેવી ભારે કાયા ! ધબ્બ દઈને નીચે પડડ્યો. હાથની કટારી હૈયામાં ઘૂસી ગઈ. ફાંદો ફૂટી ગયો. લોહીનો કુવારો છૂટ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org