________________
શ્રીપાળ ચરિત્ર
મયણા બોલી : “હે રાણા ! હું કુલીન કાંતા છું. કર્મે લખ્યું થયું છે. તમે તો ચતુર સુજાણ છો. સંસારની પદ્મિનીઓને એક જ સૂરજ-પતિ હોય છે. પાનેતર પડેલી ગાંઠ હવે આ ભવે નહીં છૂટે. આપણી તો ચકવા-ચકવીની પ્રીત. સુખ હોય તો ખીલીએ અને દુ:ખ હોય તો કરમાઈએ, એવું સુખ શા માટે ? સુખદુ:ખ તો બેલડાના બાંધવો છે.”
મયણાસુંદરીને ઉંબર રાણો અજબ હેત-પ્રીત દાખવે છે. ખાય છે, પીએ છે ને લહેર કરે છે. પણ રાણો સતીને સ્પર્શતો નથી. ભારે એમનાં વ્રત છે. અજબ એમની ટેક છે.
મયણા તો ધર્મવંત છે. ધર્મના પસાયે સહુ સારાં વાનાં થશે, એવી એને હૈડે હામ છે. સાધુ-અતિથિની સેવા કરે છે. દેવ-ગુરુની ઉપાસના કરે છે. અનાથ-અપંગને પાળે છે. ભૂખ્યાને ભોજન કરાવે છે. કોઈ પર એને રસ નથી !
પોતાના પતિના રોગ માટે મયણા સહુને પૂછે છે. કોઈ ચીધે એટલાં ઓસડ કરે છે, કોઈ બતાવે એટલાં વ્રત કરે છે, જરાય હાયવોય કરતી નથી. એ કર્મને માને છે, પુરુષાર્થને પ્રમાણે છે, પણ કોઢ મટતો નથી. ધર્મ ઉપર એની અચળ શ્રદ્ધા છે. એ માને છે કે ધર્મનું પાલન કરનારનું કદી અકલ્યાણ થતું નથી.
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org