________________
3
રાતનો સમો છે. ઝમરખ દીવડો બળે છે. રાણો ને મયણા સામસામે બેઠાં છે, બેઠાં પાન ચાવે છે. પ્રાણમાં પ્રાણનાં મિલન થયાં છે. દેહનાં મિલન એની આગળ સાવ ફિક્કાં લાગે છે.
મયણા કહે : ‘રાણા ! કહો ન કહો, પણ તમે ગુણવંતનું સંતાન છો, ખાનદાનનું ફરજંદ છો. મન મૂકી તમારી વાત વિસ્તારીને કહો!'
રાણો કહે : “હે સતી નાર, પૂછો છો તો કહું છું. મારી કથા સાંભળો ને કર્મની ગહન ગતિને નિહાળો. અંગ નામે દેશ છે. ચંપા નામની નગરી છે. સિંહરથ નામે રાજા છે. કમળપ્રભા નામે રાણી છે. રાજા-રાણી બંને ધર્મનાં સેવનારાં છે, પ્રજાને ચાહનારાં છે. પણ રે, એમને ઘેર કંઈ સંતાન નહીં. શેર માટીની ખોટ.''
રાજા-રાણી ધરમ કરે છે. વ્રત કરે છે. વરતોલાં કરે છે. હાયવોય કરતાં નથી. લખ્યા લેખ મિથ્યા થવાના નથી. પાળેલી પરમાર્થની રીત અને ધર્મની પ્રીત અફળ જતી નથી. વિધાતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org