________________
શ્રીપાળ ચરિત્ર
કરવું તે એમને ત્યાં પુત્ર જન્મ્યો છે. લોકો કહે વિદ્યાને પેટ જાણે વિવેક જન્મ્યો છે !
દીકરો તે કેવો છે ? દેવનાં રૂપ છે, સોનાની કાયા છે, સૂરજનાં તેજ છે. દી'એ ન વધે એટલો રાતે વધે છે. રાતે ન વધે એટલો દી'એ વધે છે.
૧૧
રાજાએ તો દાન કર્યાં, પુણ્ય કર્યાં, આખા શહેરમાં આનંદમંગળ વર્તાવ્યાં.
પણ દૈવની ગતિ તો નીરખો ! ધારીએ કંઈ અને થાય કંઈ. રાજાને જમનાં તેડાં આવ્યાં. હા કહો તોય જવાનું, ના કહો તોય જવાનું. એ તેડાં કદી પાછાં ફર્યાં નથી કે ફરનાર નથી ! રાજા તો ભરીભાદરી સંપત છોડી ચાલી નીકળ્યો. અનાથ રાણી અનરાધાર રૂએ : કહે કે આ બાલકુંવરની સારસંભાળ કોણ લેશે ?
બાલકુંવરને એક કાકા છે. નામ અજિતસેન છે. પણ એ તો કાકા કહેવાના. કાકાએ એક દહાડો શહેર ઘેરી લીધું, સેનાને ફોડી નાખી, સિંહાસન કબજે કર્યું અને હુકમ કર્યો :
જાઓ, જ્યાં હોય ત્યાંથી બાલકુંવર શ્રીપાલનું માથું વાઢી લાવો. લીલુડું માથું લાવનારને લાખ સવાનું ઇનામ દઈશ, અકરામ દઈશ, અધિકાર દઈશ.'
રાણીને આ ખબર મળ્યા. એનું હૈયું ફાટવા લાગ્યું. એ વેળા મતિસાગર પ્રધાન્રુ બોલ્યો : ‘રાણીજી ! વિનય પણ વીરરસથી ભરેલો હોય તો જ શોભે. મૃદુતા પણ દૃઢતાથી ભરેલી હોય તો જ શોભે: રૂપ પણ તેજ વગરનું નકામું. અબળાનો અર્થ અધિક બળવાળી સ્ત્રી થાય. કાળજું વજ્રનું કરો. કુંવરને લઈ છૂપે રસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org