________________
શ્રીપાળ ચરિત્ર
ચાલ્યાં જાઓ. જો જશે તો જીવશો. કુંવર હશે તો અનેક રાજ આવી મળશે. માથું સલામત હશે તો પાઘડીનો તૂટો નહીં રહે.'
૧૨
રાણી તો ચોરબારીથી નાહી. આગળ મારગ જડતો નથી. કાંટા-ઝાંખરામાંથી એ ચાલે છે. હીરચીર ફાટી ગયાં છે, ને ગુલાબના ફૂલ જેવી સુકોમળ પાનીમાંથી લોહી ચૂવે છે. છતાં એ તો ચાલી જ જાય છે.
હૈયું ફાટી જાય એવું વન છે. ઝાડેઝાડે ઊંધા અજગર લટકે છે. દરે દરે ફણીધર ચારો ચરે છે. વધુ ને વાઘ ગર્જે છે. ચોર ને ચખાર ફરે છે. પણ રાણી તો ચાલી જાય છે. આડું જોતી નથી, અવળું જોતી નથી. બસ, હીંડી જાય છે !
ત્યાં તો દડબડ, દડબડ પાછળ વેરીના અસવારના ડાબલા ગાજ્યા. રાણીને જમના દૂત દેખાયા. ત્યાં આ સાતસો કોઢિયા સામા મળ્યા. રાણી કોઢિયાને કહે : ‘ભાઈ ! આ મારા કુંવરને જાળવશો ? માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં છે. વૈભવે વેરી ઊભા કર્યા છે. સંપત્તિએ શત્રુ નિપજાવ્યા છે. કાકો ભત્રીજાને ઠાર મારવા માગે છે. ચાર આંખની સગાઈ છે. સંસારમાં મોટે ભાગે સહુ સ્વારથનાં સગાં છે. આજ સહુ કોઈ કાકાનું છે, ભત્રીજાનું ભરી દુનિયામાં કોઈ નથી. જેનું કોઈ નહિ એના તમે થજો. હું જાણું છું કે મારો કુંવર કોઢિયો થશે. પણ જીવ તો બચશે. ન-મામા કરતાં કહેણો મામો શો ખોટો ! એ રાજાનો કુંવર છે. એ કુંવરને જાળવજો. હું સતી નાર છું. આશીર્વાદ આપીશ.'
કોઢિયા તો રાણીનું રૂપ જોઈ અંજાઈ ગયા. કહો ન કહો પણ કોઈ ખાનદાનનું કુળ છે. એ બોલ્યા, ભલે બાઈ, ભલે ! લાવ
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org