________________
શ્રીપાળ ચરિત્ર
૧૩ તારો કુંવર. હવે તો એ અમારે ખોળે. હૈયે ધરપત ધરજે. અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી એનો વાળ વાંકો નહીં થાય.”
રાણીએ તો કુંવરને કોઢિયાને આપ્યો. પોતે આડા રસ્તે ચાલી નીકળી. ત્યાં તો દડબડ દડબડ કરતા વેરીના અસવાર આવી પહોંચ્યા. કહે, “અરે કોઢિયાઓ ! કોઈ અસ્ત્રી દેખી ? કેડે કંઈ બાળક દેખ્યું ?'
ન કંઈ દેખ્યાં ને ન કંઈ પેખ્યાં, ભાઈ !” અરે, તમે છુપાવ્યાં તો નથી ને ?
તો બાપજી ! અડબોથનો વળી ઉધારો શો ? આ ઊભા અમે. સગી આંખે જોઈ લોસગે હાથે અમારી જડતી લઈ લો. પણ તમને સારા માણસને ચેતવવા સારા છે-જો અડશો તો અંગે અસાધે રોગ ચોટશે.”
શું જોવે ને શું તપાસે ? બાપડા અસવાર તો બીને જાય નાઠા. વગર મફતની બલાને કોણ નોતરું આપે !
હે મારી ગોરાંદે નાર ! કથા એટલેથી અટકે છે. એ કુંવર તે હું શ્રીપાળ, કોઢીની સંગે રહી કોઢી થયો.”
મયણા તો રાજીના રેડ થઈ. અરે ! કે'નાર કહી રહ્યા, મારે તો સૂરજ સમો સ્વામી છે. મારે તો સમરથ પતિ છે. રાજબીજ છે. ક્ષત્રીનું સંતાન છે. મયણા કહે :
શરીરનાં સુખ-દુ:ખ તો ક્ષણિક છે. કુંવર ! એના સામે શું જોવાનું ? આત્માના સુખ સામે જુઓ ને !'
શ્રીપાળ કહેઃ “સતી નારનાં સત છે. સતનાં આપણાં વ્રત છે. વ્રતીને વળી દુ:ખ શાં ? શ્રાવણની વાદળી વરસીને અબઘડી ચાલી જશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org