________________
કેટલાક દિવસે વહાણ હાંક્યાં. શ્રીપાળ પોતાની પદમણી લઈને વહાણે ચડ્યો. ઓ જાય ! ઓ જાય ! સહુ જોઈ રહ્યાં, ને વહાણ દરિયામાં આગળ વધી ગયાં.
વચમાં રત્નદ્વીપ આવ્યો. ત્યાં વહાણ નાંગર્યા. શ્રીપાળ કહે : શેઠ ! તમારા માલ સાથે મારો માલ વેચજો.”
જાણે બિલાડીને દૂધ મળ્યું. ધવલ શેઠ કહે, “ભલે. આપણે ક્યાં જુદાઈ છે ?” એણે તો માલ વેચવા માંડ્યો. સારું સારું એ પોતાનું ને ખરાબ ખરાબ એ શ્રીપાળનું, પણ શ્રીપાળનું મન તો મોટું છે.
એવે ટાણે કોઈ સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. એ કહે : “અહીંથી થોડે દૂર એક દેવમંદિર છે. એનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને વ્રત છે, કે જે એ દ્વાર ઉઘાડે એને પરણું.”
સિંહ અને સત્પરુષો કદી હાર જાણતા નથી. શ્રીપાળે નવપદજીની આરાધના કરી, વચન નાખ્યાં : “હે દેવ ! સત મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org