________________
શ્રીપાળ ચરિત્ર
એ વેળા શ્રીપાળ પાસે આવ્યો. એ કહે : જે રાજમાં જઈએ ત્યાંના કાયદા કાનૂન પાળીએ. નીતિધર્મનો એ પહેલો આચાર છે. કાં શેઠ ! ક્યાં ગયા તમારા બહાદુર સુભટો ?”
૨૬
“ભાઈ સાહેબ ! પડતાંને પાટુ શું કામ મારો છો ? દાઝ્યાને ડામ શું કરવા ઘો છો ? મરતાને મારવો શો ? અરે ! મને બચાવે એને મારાં અડધાં વહાણ આપું.'
શ્રીપાળે તરત સિંહનાદ કર્યો. શંખ ફૂંક્યો. દળકટક લડવા પાછાં ફર્યાં. ધનુષ્ય પર તીર ચઢાવ્યાં. ઇષ્ટદેવના જાપ કર્યા. શ્રીપાળ કહે, ‘અલ્યા સિપાઈઓ ! લો, સુખડી લેતા જાઓ !' જોધેજોધ મળ્યા, ડુંગ૨ેડુંગર બાખડ્યા, જુધનો ભારે રંગ જામ્યો.
પણ આશ્ચર્ય તો જુઓ : એકે, એક હજારને હરાવ્યા.
‘ઓ મહાકાળ આવ્યો રે !' કહી બર્બરરાજ ભાગ્યો. શ્રીપાળ કહે, ‘પણ જાય છે ક્યાં ?” એને પકડ્યો અને મુશ્કેટાટ બાંધ્યો, ધવલ શેઠને છોડાવ્યો.
બર્બરરાજ કહે : ‘મારું રાજ લો, પાટ લો, મારી પુત્રી સ્વીકારી મને છોડો ! ભૂલ'થતાં થઈ ગઈ.'
શ્રીપાળ તો ઉદાર છે. રાજાને છોડી દીધો. રાજાનો મહેમાન બન્યો. મોંઘી એની મહેમાની માણી. પૂનમના ચાંદ જેવી એની પુત્રીને પરણ્યો. ભારે કરિયાવર લીધો.
અઢીસો વહાણોનો એ આમ જોતજોતામાં સ્વામી બન્યો. પહેરેલે કપડે આવેલો શ્રીપાળ રિદ્ધિ-સિદ્ધિનો સ્વામી બન્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org