________________
શ્રીપાળ ચરિત્ર
‘એકલો દશ હજાર સુભટનો પગાર લઈશ. હું તો સહસમલ છું.” 'કુંવર ! ગરીબ વાણિયો છું. એટલું તો ક્યાંથી આવ્યું ?'
શેઠ! લાખ ટકાની તારી ચાકરી હોય, પણ સવા લાખ ટકાનું મારું સ્વમાન છે. અમસ્થા આવીશું, અમારે પણ દેશવિદેશ પખવા છે.'
હોવે, પધારોને મારા રાજા ! મારા આંખ-માથા પર ! તમે ક્યાંથી ? ધવલ શેઠે શ્રીપાળને હોંશથી સાથે લીધો.
વહાણ ચાલ્યાં જાય છે. વાવાઝોડું થાય તો માલમી તેલ રેડે છે. જળોનું ઝુંડ ચઢી આવે તો ક્ષારચૂર્ણ નાખે છે. એવામાં બર્બરદેશ આવ્યો. ઈધણ-પાણી લેવા વહાણ નાંગર્યો. બર્બર રાજાના સેવકો દાણ માગવા આવ્યા. ધવલ શેઠે હુંકાર કર્યો, મારીને કાઢી મૂક્યા. સેવકો તો રાજા પાસે પહોંચ્યા. રાજાએ દાણ વસૂલ કરવા દળકટક મોકલ્યું.
ધવલ શેઠે પણ બાકરી બાંધી. એનેય અભિમાન હતું. એણે પોતાના દશ હજાર સુભટોને સાબદા કર્યા. બધા ઝુંઝાર-જોધ છે, મોટા હોકારા કરે છે, મૂછોના કાતરા કરડે છે. ગોળા જેવડાં એમનાં માથાં છે, કોડા જેવી એમની આંખો છે, એમની તાતી તલવારે ત્રણ ત્રણ ફૂમકાં છે.
રાજાનું દળકટક ધવલ શેઠના સૈન્ય સાથે ભેચ્યું ને ભારે જંગ જામ્યો. ત્યાં તો ધવલ શેઠના બધા ભાડૂતી સિપાઈઓ હાર્યા. દશે હજાર સુભટ પૂંછડી દબાવીને ભાગ્યા. લશ્કરે તો ધવલ શેઠને પકડચો, ઊંધે મસ્તકે ઝાડે બાંધ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org