________________
૪૬
શ્રીપાળ ચરિત્ર
પાલન કરવું અને શ્રી જિનેન્દ્રના કલ્યાણકના દિવસોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી વગેરેથી આ પદનું આરાધન થાય છે.
૨. શ્રી સિદ્ધિપદ : સકલ કર્મ ક્ષય કરી ચૌદમા ગુણસ્થાનકને અંતે સાદિ અનંતમે ભાગે જેઓ લોકાંતે સ્થિત રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણો સહિત ધ્યાન કરવું, દ્રવ્ય તેમ જ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવી વગેરેથી આ પદનું આરાધન થાય છે.
૩. શ્રી આચાર્યપદ : આચાર્યના છત્રીસ ગુણોએ યુક્ત, પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિઓ પાસે પાલન કરાવનાર જિનોક્ત દયામય-સત્ય ધર્મનો શુદ્ધ ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત્તદશામાં વર્તવાના ખપી, ધર્મધ્યાનાદિ શુભધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર ઇત્યાદિ ગુણોએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૪. શ્રી ઉપાધ્યાયપદ : નિર્મળ જિનાગમના બોધસહિત ચારિત્રપાલનમાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકારદષ્ટિથી સાધુ-સમુદાયને સૂત્રાર્થનું દાન આપનાર, જડ બુદ્ધિવાળા શિષ્યને પણ સુવિનીત બનાવવાની શક્તિ ધરાવનાર તથા નિરંતર સજ્ઝાય ધ્યાનમાં વર્તમાન ઉપાધ્યાય મહારાજની ભક્તિ વગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૫. શ્રી સાધુપદ : સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચ્ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, સર્વવિરતિ એ બધાં સાધુ શબ્દનાં પર્યાયવાચક નામો છે. પંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા રાત્રિભોજનનો ત્યાગ, એ મુનિનાં મહાવ્રતો છે. સાધુના સત્તાવીશ ગુણો તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org