________________
વહાણો આગળ ચાલ્યાં. થોડે દિવસે વાવડો પ્રતિકૂળ નીકળ્યો છે. વહાણ કહ્યું માને જ નહીં. સઢ બીજી દિશા પકડે જ નહીં. એમ કરતાં કોંકણનો કિનારો આવ્યો. ધવલરાયે ત્યાં મુકામ કર્યો. રીત પ્રમાણે નજરાણું લઈ શેઠ રાજદરબારમાં ગયો.
ત્યાં તો કૌતુક થયું. સભામાં પ્રવેશ કર્યો કે પાનનાં બીડાં મળ્યાં. કોઈકે કહ્યું, “આવો શેઠ, ઝાઝા કરીને જુહાર !'
શેઠે ઊંચું કરીને જોયું તો આંખો ફાટી રહી. આ તે સત્ય કે સ્વપ્ન ? અરે, આ મારો કાળ મારા પહેલાં અહીં ક્યાં પૂગ્યો ? શ્રીપાળ અહીં ક્યાંથી ? શું મોતે એને ન સંઘર્યો ? દરિયાએ એની કબર ને કરી ?
પણ ધવલરાય તો પાકો ઉસ્તાદ છે. એણે કંઈ વાત કળાવા ન દીધી. મોંએથી જોરથી હસતો હસતો બહાર નીકળી ગયો. એ હાસ્યમાંય કાતિલ છૂરીઓ ઝમતી હતી. એક પાસો અવળો પડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org