________________
શ્રીપાળ ચરિત્ર તો હવે બીજો. ક્યાં સુધી બચશે, દીકરો ? એણે મનમાં ને મનમાં ઘાટ ઘડવા માંડ્યો.
હલકા કુળનો એક ભવૈયો ગામમાં ખેલ કરવા આવ્યો છે. ભારે ખેલ કર્યા અને ભારે વેશ લીધા. પણ ધવલરાય રીઝતો નથી. શેઠ કહે, એમ નહીં, તારી સાચી પરીક્ષા કરું ને ઇનામ આપું. જો
પેલા રાજાના જમાઈને ફજેત કર તો ખરો કલાકાર ! તારી * કળાની કમાલ ત્યાં દેખાડ, ન્યાલ કરી દઈશ.”
ભાંડે તો ભારે ખેલ કર્યો. એણે અજબ વેશ લીધો અને રાજસભામાં જઈ શ્રીપાળને ભાવથી ભેટી પડ્યો ને ગદગદ્દ કંઠે કહેવા લાગ્યો : “અરે મારા દીકરા ! આવાં રિસામણાં તે હોય ? ભાંડને તો વળી આ ભવાઈ શી ! ચાલ ઘેર. તારી મા તો નથી ખાતી, નથી પીતી. તારી વહુએ પણ અન્ન અગરાજ કર્યું છે. છોકરાં તો દિવસમાં દસ વાર તને યાદ કરીને રડે છે.”
રાજાએ તો તલવાર તાણી : “શું મારો જમાઈ ભાંડ ભવૈયો છે? રે ! સાચું બોલ, નીકર વાઢી નાખું છું.”
શ્રીપાળ કહે : “રાજા, આકળા ન થાઓ. જગત આખાનો ન્યાય ચૂકવો છો, સાચા-ખોટાનો તોલ કરો છો, ને આજે આવી અધીરાઈ કાં ? પાણી કેટલાં ઊંડાં છે એનો તાગ તો લો. ભાંડને તો નાણી જુઓ.”
રાજા તો ભાંડને મારવા દોડ્યો : “સાચું કહે, નહીં તો ઘાણીએ ઘાણી તેલ કાઢીશ.”
ભાંડ ડર્યો. ફરી ગયો. એણે ધવલ શેઠનું નામ દીધું : “મારવો હોય તો એને મારો, હું તો પૈસાનો લોભી રાંક ભવૈયો છું.” રાજાએ તો સૈનિકોને મોકલ્યા. કહ્યું, “ધવલ શેઠને અબઘડી હાજર કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org