________________
४४
શ્રીપાળ ચરિત્ર
કાકો કહે: ‘તારી ગાય. તું જીત્યો ને હું હાર્યો. કાકાની શરમનો પાર નથી.” આ “કાકા ! શરમાવાનું કારણ નથી. પુત્રથી ને શિષ્યથી તો પરાજય જ શોભે ! મારે માથે પિતૃઋણ હતું, એ પૂરું કર્યું. પૂજ્ય છો, પિતાતુલ્ય છો. સુખે રહો ને સુખે રાજ ભોગવો.”
કાકાના સ્વાર્થનાં પડળ ઊઘડી ગયાં : “અરે, મને ધોળાં આવ્યાં ને જે ન સૂઝયું એ તને આવી નાની ઉંમરે સૂઝયું ! ધર્મ કરે એનો છે, એમાં વય, વેષ કે જાતિ નડતાં નથી. વાહ દીકરા, વાહ ! તે તો તારો ભવ ઉજાળ્યો. આ રાજ્ય તારું ને પાટ તારું. હું તો હવે દીક્ષા લઈશ.”
કાકાએ તો ભેખ લીધો. શ્રીપાળે રાજ લીધાં, પિતાનું સિંહાસન સોહાવ્યું. પરદુઃખભંજન ને પ્રજાપાલક બન્યો. આઠ સિદ્ધિ ને નવ નિધિ પ્રગટ્યાં. બધી વાતે લીલાલહેર થઈ .
શ્રીપાળ તો બધું પામીને નમ્ર બન્યો છે. અભિમાનનો અંશ નથી. સદા નવપદજી ભગવાનને પૂજે છે. સારા પ્રતાપ એ નવપદજીના. એના તાર્યા સહુ તર્યા.
જેવા નવપદજી ભગવાન શ્રીપાળને ફળ્યા, એવા સહુને ફળજો. કથાકાર કહે છે કે જે કોઈ આ કથા વાંચશે, વિચારશે ને આચરશે, એને ઘેર સદા મંગળમાળ વર્તશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org