________________
એક વારનો સમય છે. મંત્રી મતિસાગર કહે છે : “રાજા ! દુનિયાને તે ઋણ વિનાની કરી. પણ તારું ઋણ ટાળ્યું નથી !'
ઋણ ને શી વાત ? મારે માથે વળી દેવું કેવું ? મારે તો દેવું ને દૈત્ય બંને સરખાં છે.”
રાજા ! તારે માથે પિતૃઋણ છે. ફોક છે એનું બળ ને ધિક્ છે એનું જીવ્યું, જે બાપનું ગયેલું રાજ પાછું મેળવતો નથી એ તો તારો કાકો નથી. પાકો દુશ્મન છે.'
શ્રીપાળે નગારે ઘાવ દીધો. ચતુરંગી સેના ઊપડી. મદગળતા માતંગ હાલ્યા, હણહણતા અશ્વ ખોંખાર્યા. ચારે દિશામાં ડમરી ચઢી.
કાકા તો ભારે કરમી છે. એણે જબરું યુદ્ધ જમાવ્યું. શ્રીપાળ કહે: “અરે, આપણ કાજે બીજાનાં લોહી શાં રેડવાં ? કાકા-ભત્રીજો બંને લડી લઈએ.'
પોતે ધાયો છે. કાકાને સાહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org