________________
૪૨
શ્રીપાળ ચરિત્ર
મા મા! પાંચ નીમ પાળ્યાં છે, સતીના દીધા નવપદજી ભગવાન પૂજ્યા છે, કુળસંપત્તિ પામ્યાં છે. દુ:ખ-દોગ ટાળ્યાં છે.”
બીજી વહુઓ આવી સાસુને પાયે પડી, મયણાને ભેટી. સાસુ આશીર્વાદ આપે છે. મયણા સગી બહેન કહી બોલાવે છે.
સહુના દહાડા સુખમાં વીતે છે. એક દિવસ આંગણામાં નટ નાચવા આવ્યા. સાથે ભારે સુંદર નટી છે. એ સૂતરના દોર પર નાચે છે, રેશમના તાર પર નાચે છે. ફૂલના દડા પર નાચે છે, વાંસના થંભ પર ચઢી નૃત્ય કરે છે.
નટે તો નટારંભ માંડ્યો, પણ નટડી ઊભી થતી નથી. એ તો રવે છે, ચોધાર આંસુએ રૂવે છે. મયણાનું દિલ દયાળુ છે. એ કહે : “બહેન ! શાં દુ:ખ છે ?”
આંખે આંખ મળી. બહેને બહેનને ઓળખી. મયણાએ દોડીને છાતીએ લગાડી : “બહેન, બહેન ! આ દુ:ખ કેવાં ?
‘બહેન ! રાજ ગયાં ને પાટ ગયાં ! નટ ને નટવી થઈ પેટ ભરીએ છીએ, દુ:ખના દરિયા ઊમટ્યા છે !”
‘બહેન ! દેવની ગતિ એવી છે. આપણાં કર્યા આપણે ભોગવીએ છીએ. કોઈને આળ દઈશ મા. કોઈ પર રોષ કરીશ મા. સારાં કર્મ કર્યા હોય તો માર માર કરતો દુશ્મન મિત્ર થઈને ઊભો રહે. વાંકા ગ્રહ હોય તો વહાલાં વેરી થાય. ધર્મનું શરણ લે. નવપદજીનું ધ્યાન ધર, દુ:ખની રાત દૂર થશે. સુખનો સૂરજ ઊગશે. કોઈનું આપ્યું સદા પહોંચતું નથી.”
મયણાએ બહેન-બનેવીને સાથે રાખ્યાં ને ગયાં રાજપાટ પાછાં લાવી આપ્યાં. આનંદ આનંદ વર્તાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org