________________
શ્રીપાળ ચરિત્ર સાથે જોઈ. ક્ષત્રિયને કાળો ક્રોધ વ્યાપ્યો. ધિક પુત્રી તને ! ધિકુ તારા દેહને ! મારી ઈકોતેર પેઢી બુડાડી. રાજાએ તો તલવાર તાણી. નિર્ભય મયણા સાષ્ટાંગ પ્રણામ કરી બોલી : “પિતાજી ! નથી લજવ્યું તમારું કુળ ! માતાજી ! નથી લજવી તારી કૂખ ! આ એ જ મારો કોઢી વર છે. એ ક્ષત્રિયનો જાયો છે, રાજપુત્ર છે. દુઃખના દોહ્યલા દહાડા કાઢવા એ કોઢી થયો હતો, પણ મારા ગુરુની કૃપા ફળી છે. બૂડતાં વહાણ તર્યા છે. નવપદજીના જાપ કર્યા છે. વ્રત ધર્યા છે. એનાં તાર્યા સહુ તર્યા છીએ.”
મા ને દીકરો મળ્યાં. બાપ ને દીકરી ભેટ્યાં. સાસુ ને જમાઈ આનંદ્યાં. મંગળકાર વર્યો. કવિ ઉમંગથી ગાય છે :
જે દિન સ્વજન મિલાવડો, ધન તે દિન સુવિહાણ.” છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. બાપે મન વાળ્યાં ને ઉજેણીનો રાજવી દીકરી-જમાઈને પોતાને દેશ તેડી ગયો. જુદા મહેલ આપ્યા, જુદા બાગ આપ્યા, જુદાં દાસદાસી આપ્યાં.
શ્રીપાળ ને મયણા - પતિ-પત્ની સ્વર્ગનાં સુખ ભોગવે છે. પોઢણ માટે ઢોલિયા છે. હીંચવા સોનાની હીંડોળાખાટ છે. સોનાની ઝારીએ બાગ છાંટે છે, ને બત્રીસાં ભોજન ને તેત્રીસાં શાક જમે છે.
રૂપાની દીવીઓ બળે છે. મોતીનાં તોરણો ઝળહળે છે. સાથે સોગઠાબાજી રમે છે. શ્રીપાળ વીણા વગાડે છે. મયણા રસાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org