________________
એક દિવસની વાત છે. બંને જણા નટ-નટીના નાચ જુએ છે, ખેલ જોવામાં મગન થયાં છે. શોધતી શોધતી શ્રીપાળની માતા રાણી કમલપ્રભા ત્યાં આવી છે. આ દેવતાઈ નરને એ નીરખે છે અને એના થાન છલકાય છે. ધાવણની શેડું છૂટી છે.
દૈવની ગતિ તો નીરખો ! આ વખતે મયણાની મા પણ ત્યાં આવે છે. એ પણ રાજાથી રિસાઈ ભાઈને ત્યાં આવી છે. દીકરીનાં દુઃખ માનાં કાળજાં કરે છે. અચાનક દીકરીને એણે કોઈ દેવતાઈ કુંવર સાથે જોઈ.
મા વિચારે છે : “અરેરે, પેલો કોઢિયો વર ક્યાં ને આ દેવતાઈ પુરુષ ક્યાં? નક્કી, એણે મારી કૂખ લજવી, કાળાં કામ કર્યા. દીકરીએ એક ભવમાં બે ભવ કર્યો.
તાકડો ભારે બાઝયો છે. એ વખતે ઉજેણીનો ભૂપાલ ઘોડા ખેલવતો ત્યાં આવ્યો. એણે પણ પુત્રી મયણાને કોઈ કાનકુંવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org