________________
૧૬
શ્રીપાળ ચરિત્ર આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ થાપવા. ચાર વિદિશામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપને સ્થાપવાં. ત્રિકાળ એનું પૂજન કરવું. પંચામૃતથી પખાળ કરવો. ધૂપ કરવો, દીપ ધરવો, ચંદન અર્ચવું, ફળ મૂકવાં, ચોખા ચઢાવવા ને નૈવેદ્ય ધરવાં. ભાવથી ભક્તિ કરવી. વ્રત કરવાં, જપ કરવા.
મહારાજ ! આ વ્રત તો શ્રીમંતથી સધાય એવાં, ગરીબ માણસે એ કેમ કરવાં ?'
બહેન ! ભાવના નથી. એમાં વસ્તુના ભેદ છે. શક્તિ પ્રમાણે સાધવા. રાય અને રંકને સરખાં ફળે. વ્રત કરનારે શ્વેત વર્ણના શાલિ (ચોખા) લાવવા, લાલ રંગનો ઘઉં લાવવા, પીળા રંગના ચણા લાવવા, લીલા રંગના મગ લાવવા, કાળા તે અડદ લાવવા, - તેનું મંડળ ચીતરવું અને તેમાં અરિહંત, સિદ્ધ વગેરેની અનુક્રમે સ્થાપના કરવી. દર્શન વગેરે પદ શ્વેત શાલિથી ભરવાં, નવગ્રહ સ્થાપવા ને દરા દિપાળ ધારવા. મળે તો નવ શ્રીફળના ગોળા મૂકે, ન મળે તો નવ સોપારી મૂકે, નવ ખારેક મૂકે.”
નવપદજીનું યંત્ર તો કહ્યું, હવે એમનાં વ્રત કહો.”
વરસમાં બે વાર આ વ્રત રખાય. ચૈત્ર અને આસો મહિનાની અજવાળી સાતમે એનો આરંભ થાય. નવ દહાડાનાં બે વ્રત. નવ દહાડાના એ જા. મનમાં કપટ ન ધરવું. ચિત્તમાં ચોખ્ખાઈ રાખવી. કિયાવતે નવે દિવસ ક્રિયા કરવી. રોજ વહેલા ઊઠવું. પ્રહર રાત્રિ વીત્યે સંથારે સૂવું. સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. નાહી-ધોઈ પ્રભુ પૂજવા. એક ટંક લૂખું-સૂકું જમવું. કોઈ એક ધાન જ જમે. જે વર્ણ પદનો એ વર્ણનું ધાન જમે. કોઈ એક દાણો જ મુખમાં લે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org