________________
स्वोपज्ञકૃત્તિविभूषित योगशास्त्रम्
प्रस्तावना
૨ |
અને સંપાદન કરવાને અમૂલ્ય અવસર મને પ્રાપ્ત થયે એ મારે મન ઘણું આનંદની વાત છે. જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રાણુરૂપ શેઠ અમૃતલાલ કાળીદાસ દેશીએ આ અવસર આપ્યું તે માટે તેમને ધન્યવાદ ધટે છે.
સમગ્ર જગતમાં વિવિધ વિજ્ઞાનિક શોધ ઘણી જ થઈ છે અને થઈ રહી છે. ભૌતિક સગવડો માટે સાધન-સામગ્રી અને સંપત્તિને વિપુલ પ્રમાણમાં વધારો થયો છે, છતાં પણ સમગ્ર જગત ભિન્ન ભિન્ન રીતે અપાર અશાંતિને અનુભવ કરી રહ્યું છે. આ અશાંતિથી બચવા માટે અને છૂટવા માટે મનુષ્ય અનેક રીતે મથામણું કરી રહ્યા છે અને ચારે બાવનું યેગનું રહસ્ય સમજવા માટે દોડધામ કરી રહ્યા છે.
ગ અને ધ્યાનની સાધનાથી જીવનમાં ખરેખર સાચી શાંતિ મળી શકે છે.' આવી વાત સાંભળીને પણ, વિશ્વના અનેક દેશે યોગ અને ધ્યાન આદિ તરફ અત્યારે ધણું આકર્ષાયા છે. લોકમાનસમાં યોગ અને ધ્યાન આદિ તરફ ઘણું" જ આકર્ષણ અત્યારે ઉભું થયું છે.
પરંતુ વેગને સાચો અર્થ ક, એગ માટે અધિકારી કોણ, ગની સાધના કયાંથી શરૂ કરવી, ઈત્યાદિ એવી અત્યંત મહત્વની વાત છે કે જેની મોટા ભાગના મનુષ્યોને ખરેખર સ્પષ્ટ કલ્પના જ હેતી નથી. પરિણામે ભેગના રહસ્ય સુધી પહોંચ્યા સિવાય જ યોગ અને ધ્યાન આદિ શબ્દની આજુબાજુ જ અથવા તે યુગની છેડી થોડી પ્રક્રિયાઓની આજુબાજુ જ મોટા ભાગના મનુષ્યો. પ્રદક્ષિણા ફર્યા કરે છે.
આ દષ્ટિએ વિચારતાં, રોગશાસ્ત્ર વેગ વિષે ઉત્તમોત્તમ ગ્રંથ છે. ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવો માટે યોગસાધના પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોવી જ જોઈએ. યેગશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન ભૂમિકાને અનુલક્ષીને અનેક અનેક રીતે ગસાધના વર્ણવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org