________________
स्वोपक्ष
ત્તિविभूषितं योगशास्त्रम्
प्रस्तावना
૨૦ છે.
ત્રીજા પ્રકાશની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ વિરચિત લલિતવિસ્તરાની પણ સ્પષ્ટ છાયા પથરાયેલી છે.
આ વિભાગમાં પ્રાચીન ગ્રંથાંતરે સાથે સરખાવવા લાયક છે તે સ્થળને અમે ટિપ્પણમાં નિર્દેશ કરેલો છે. પછીના વિભાગમાં પણ યથાયોગ તુલના સૂચવવામાં આવશે.
ગશાસ્ત્ર પછી રચાયેલા પણ અનેક ગ્રંથોમાં યોગશાસ્ત્રને આધાર લેવામાં આવ્યો છે. ઉપાધ્યાય શ્રી માનવિજયજી રચિત ધર્મસંગ્રહની પત્તવૃત્તિમાં વેગશાસ્ત્ર અને વૃત્તિના ઘણા જ પાઠો અક્ષરશઃ સંગૃહીત કરવામાં આવ્યા છે. ટિપણેમાં તેને પણ અનેક સ્થળે અમે ઉલ્લેખ કરેલો છે.
વૃત્તિસહિત યોગશાસ્ત્રનું સંશોધન અને સંપાદન ઘણાં વર્ષો પૂર્વે કાશીવાળા તરીકે પ્રસિદ્ધ સ્વ. શ્રી વિજયધર્મ સુરિજી મહારાજની દેખરેખ નીચે થયેલું હતું. ચોથા પ્રકાશના ર૨ મા શ્લોક સુધી (પૃષ્ઠ ૭૯૨ સુધી) કલકત્તાની Asiatic Society of Bengal તરફથી Bibliothera Indica માં ઈસ્વી સન ૧૯૦૭, ૧૯૦૯, ૧૯૧૦ તથા તે પછીના વર્ષમાં લગભગ બસ બસો (૧૦૦) પાનાના ચાર Fasciculus માં થયેલું પ્રકાશન અમારા જોવામાં આવ્યું છે. તે પછીનું પ્રકાશન ત્યાં સંપૂર્ણ થયું હોય, તેમ જણાતું નથી આ Asiatic Society of Bengal કલકત્તાનું પ્રકાશન તે અત્યારે જોવામાં પણ ભાગ્યે જ આવે છે. તે પછી તેનું સંપૂર્ણ પ્રકાશન ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા તરફથી વિક્રમ સંવત ૧૯૮૨ માં થયેલું છે. હમણાં હમણાં આ પ્રતિ પણ દુર્લભ થઈ છે.'
૧. વિ. સં. ૨૦૨૫ (ઈ. સને ૧૯૬૯) માં પ્રકાશિત થયેલા યોગશાસ્ત્રના (૫૦ ૭) આ. શ્રી હેમસાગરસરિત ગુર્જરનુવાદની પ્રસ્તાવનામાં સ્વ. પં. લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધી જણાવે છે કે – - “મારા સ્મરણ પ્રમાણે ૫૦ વર્ષો પહેલાં કલકત્તાએશિયાટીક સોસાયટી ઓફ બેંગાલ તરફથી બિબ્લિકા ઈન્ડિકામાં ઈ. સ. ૧૯૦૭થી ૧૯૨૧ ના ગાળામાં આ ગશાસ્ત્ર વૃત્તિ સાથે પ્રકાશિત થયું હતું ત્યારે સપાદક સદ્ગત શ્રી વિજયધર્મસૂરિજીએ વિશુદ્ધ સંપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org