________________
स्वोपन
प्रस्तावना | ૨ |
विभूषितं योगशास्त्रम्
શુદ્ધિ પત્રક પ્રફ જોવામાં અમારા અનવધાન આદિથી મુદ્રગુમાં રહી ગયેલી જે જે અશુદ્ધિઓ અમારા ધ્યાનમાં આવી છે તે દૂર કરવા વિષયાનુક્રમ પછી શુદ્ધિપત્રક પણ અમે આપ્યું છે. તેને અવશ્ય ઉપયોગ કરી લેવા વાચને અમારી ખાસ વિજ્ઞપ્તિ છે.
ધન્યવાદ. યોગશાસ્ત્ર (છત્તિસહિત) ના પુનઃ સંશોધન પૂર્વક પ્રકાશન માટે શેઠ અમૃતલાલ કાળીદાસ દેશીએ ઉપર જણાવેલી બને તાડપત્રીય પ્રતિઓ ખંભાતથી મંગાવીને તેના પાઠાંતરે નોંધાવી રાખેલાં હતા એ અમે પહેલા જણાવી ગયા છીએ. તેમની પ્રેરણા તથા પ્રોત્સાહનથી આ સ્વપત્તવૃત્તિ સહિત યોગશાસ્ત્ર સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે.
શેઠ અમૃતલાલ કાળીદાસ દોશી ઉદ્યોગપતિ હોવા છતાં શાસ્ત્રોના ખૂબ વ્યાસંગી છે. મંત્ર અને યોગના (ધ્યાનાદિના) તે તેઓ અતિપ્રેમી છે. આ માટે તેમણે જૈન સાહિત્ય વિકાસ મંડળ નામની સંસ્થાની સ્થાપના પણ કરી છે. આ સંસ્થાએ વિપુલ દ્રવ્યવ્યય કરીને તદ્દન જુદી ભાત પાડતાં અનેક પુસ્તકે આજ સુધી છપાવ્યાં છે કે જે ઘણાં લોપયોગી પુરવાર થયાં છે. આમાં કેટલાંક તેમનાં પિતાના સંપાદને છે તે બીજા અનેકમાં તેમની દેખરેખ કે પ્રેરણા તે હોય જ છે. વૃદ્ધ વયે, નિર્બળ શરીર અને માંદગીના બિછાને પણ તેમનું ચિંતન અને લખવા-લખાવવાની પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. તેમનું આવું વિરલ વ્યક્તિત્વ મને ઘણુ જ કાર્યોમાં પ્રેરક તથા ઉત્સાહવર્ધક રહ્યું છે. તે માટે તેઓ અનેકશઃ ધન્યવાદના અધિકારી છે.
For Private & Personal Use Only
Www.jainelibrary.org
Jain Education Inte
: