________________
erturવૃત્ત. विभूषितं
योगशास्त्रम्
|| Î ||
Jain Education Inter
દેશમાં પ્રકાશમાં રૂપાતીત ધ્યેયનું સ્વરૂપ વર્ણવતાં, સિદ્ધ પરમાત્માનું ધ્યાન તથા ધ્યાનસાધના કરતાં સાધક ક્રમે ક્રમે કેવી ભૂમિકા જીવનમાં સિદ્ધ કરે છે તે બતાવ્યું છે. તે પછી પ્રકારાંતરે ધર્મધ્યાનને વર્ણવતાં, ૧ આજ્ઞાવિચય, ૨ પાયવિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય આ ચાર પ્રકારના ધર્મધ્યાનનું વિસ્તારથી સ્વરૂપ તથા લૌકિક્ર-લેાકેાત્તર ફળ વર્ણવ્યાં છે.
અગિયારમા પ્રકાશમાં, શુક્લધ્યાન, તેના અધિકારી તથા તેના ચાર ભેદ્દેનું વિસ્તારથી સ્વરૂપ વર્ણવીને અમનસ્કપણું અને અયોગિપણું હાવા છતાં પણ કેવલજ્ઞાનીને ધ્યાન કેવી રીતે હોય છે તે જણાવ્યું છે. શુકલધ્યાનના ફળને વર્ણવતાં, ચાર ઘાતિ કર્મા, તેના ક્ષયથી તીર્થંકર ભગવાનને પ્રગટ થતા ચેત્રીશ અતિશય, સામાન્ય કેવલજ્ઞાની, કૈલિસમુદ્ધાતનો ક્રમ, તેનું ફળ, શૈલેશીકરણ (યોગના આઠમા અંગ સમાધિની પ્રાપ્તિ), ચાર અઘાતિ કર્માંના ક્ષય કરીને મેક્ષની પ્રાપ્તિ, એક સમયે ઋજુશ્રેણિથી ઉર્ધ્વમાં લેાકાન્ત ગમન, સિદ્ઘપરમાત્માનું અનંત સુખમય સ્વરૂપ આ બધી વાતા વિસ્તારથી વર્ણવી છે.
શ્રુતસમુદ્ર તથા ગુરૂમુખથી જાણેલા તત્ત્વનુ' ૧૧ પ્રકાશામાં વર્ણન કરીને બારમા પ્રકાશમાં, શ્રી હેમચદ્રસૂરિ મહારાજે સ્વસ‘વેદનથી અનુભવેલા અનુભવસિદ્ધ તત્ત્વનું વર્ણન કર્યું છે. યોગાભ્યાસ કરતાં ક્રમશઃ અનુભવાતાં ૧ વિક્ષિપ્ત, ૨ યાતાયાત, ૩ શ્લિષ્ટ તથા ૪ સુલીન આ ચાર પ્રકારનાં ચિત્તનુ' સ્વરૂપ વિશદ્ રીતે વવીને, નિરાલંબનભાવ, સમરસભાવ તથા પરમઆનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય તે જણાવ્યું છે. સમરસભાવની પ્રાપ્તિ માટે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માનું સ્વરૂપ સમજાવીને આત્મજ્ઞાન અને આત્મધ્યાનથી આત્મા પરમાત્મા બને છે તેમ જણાવ્યું છે. ગુરૂની ઉપાસના કરનાર પ્રશમગુણવાન શુદ્ધચિત્તવાળા શિષ્યને ગુરૂકૃપાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ઘણી સરળ રીતે થાય છે તે વર્ણવીને, સાધકે આત્માભ્યાસમાં રમણતા કેળવીને ચિત્તને સહજભાવે કેવી રીતે સ્થિર કરવું, પરમ તત્ત્વમાં લય તથા ઉન્મનીભાવ કૅવી રીતે પ્રાપ્ત થાય, ઇંદ્રિયજય તથા મનેાવિજય સહજભાવે ડેવી રીતે થાય, આ બધી વાતા વિસ્તારથી વર્ણવી છે.
For Private & Personal Use Only
प्रस्तावना
|| ૨૪ ||
ww.jainelibrary.org