________________
R
|
બતાવ્યા છે. ભિન્ન ભિન્ન રીતે શરીરમાં સંચરતા વાયુના જ્ઞાનધારા તથા બીજા પણ અનેક ઉપાય દ્વારા જય-પરાજય-વિત-લાભહાનિ-વૃષ્ટિ-અવૃષ્ટિ.પુત્રપ્રાપ્તિ-પુત્રીપ્રાપ્તિ-ઉત્પાત-વિગ્રહ આદિ અનેક વાતે જાણવાની રીત વર્ણવી છે. નાડી પરિવર્તન-નાડીશુદ્ધિનું વર્ણન કરીને નાડી દ્વારા પવન ઉપર વિજય મેળવીને વેગી પરકાય પ્રવેશ સુધીની શક્તિ પ્રાપ્ત કરી શકે છે એમ ઘટે જણાવ્યું છે.
છ પ્રકાશમાં, પરકાયા પ્રવેશને માત્ર આશ્ચર્યકારક, દુ:સાધ્ય તથા (મેક્ષના અભિલાષી માટે) અપારમાર્થિક જણાવીને, પ્રાણાયામ (ધ્યાનસિદ્ધિ દ્વારા) મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી નથી એમ જણાવ્યું છે. તે પછી યોગના પાંચમાં અંગ રૂપે પતંજલિએ વર્ણવેલા પ્રત્યાહારની ઉપયોગિતા સ્વીકારીને પ્રત્યાહારનું સ્વરૂપ જણાવીને ધ્યાનસિદ્ધિ માટે ભેગના છઠ્ઠા અંગ ધરણાનું સ્વરૂપ તથા ફળ દર્શાવ્યું છે.
સાતમાં પ્રકાશમાં, ધ્યાન કરનારે અર્વશ્ય જાણવાની વાતમાં, ધ્યાન કરનારની ગ્યતાનું વિસ્તારથી વર્ણન છે. તે પછી યુગના સાતમાં અંગ ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં ૧ પિંડસ્થ, ૨ પદસ્થ, ૩ રૂપસ્થ, ૪ રૂપાતીત એમ ચાર પ્રકારે ધ્યેયને વર્ણવીને ૧ પાર્થિવી, ૨ નેયી, ૩ વાયવી, ૪ વાણી, ૫ તત્રભૂ આ પાંચ ધારણ દ્વારા પિંડસ્થ ધ્યાન કેવી રીતે સિદ્ધ કરવું અને સિદ્ધ થયેલા પિંડસ્થ ધ્યાનનું કેવું લૌકિક તથા લેકેરર ફળ પ્રાપ્ત થાય છે તે જણાવ્યું છે.
આઠમા પ્રકાશમાં પદસ્થ દયેયનું લક્ષણ જણાવીને અનેક અનેક પ્રકારે પદમયી દેવતા (મંત્રરાજ મ, પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર આદિ અનેક અનેક મંત્રપ)ના ધ્યાનની વિસ્તારથી વિધિ તથા વિવિધ ફળે વર્ણવ્યાં છે,
નવમા પ્રકાશમાં રૂપસ્થ યેયને સમજાવતાં સમવસરણ સ્થિત, અષ્ટ મહાપ્રાતિહાર્યથી સુશોભિત, તેજોમય અરિહંત પરમાત્માનું તથા આંખોને મનને) અત્યંત આનંદ આપતી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું રૂપસ્થ ધ્યાન કરવાની રીત તથા ફળ બતાવ્યું છે. તથા અશુભધ્યાને કેવું ભયંકર અહિત કરે છે તે જણાવ્યું છે.
Jain Education Intel
For Private & Personal Use Only
ww.jainelibrary.org