________________
| R |
Jain Education Inte
સ્વરૂપ વર્ણવીને, ‘ઇંદ્રિયા ઉપર વિજય મેળવવા માટે મન:શુદ્ધિ અત્યંત જરૂરી છે, કારણકે મનઃશુદ્ધિ વિના ગમે તેટલાં તપ આદિ કરવામાં આવે તા પણુ તે મેાક્ષરૂપી ફળ આપી શકતાં નથી એમ વળ્યું છે. મનની શુદ્ધિ માટે લેશ્યાશુદ્ધિ જરૂરી છે તે જણાવતાં લેશ્યાઓનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. મનઃશુદ્ધિ માટે રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા અત્યંત જરૂરી છે એ સમજાવતાં, રાગદ્વેષનું ભયંકર સ્વરૂપ સમજાવ્યુ છે. રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા માટે સમતા (સમભાવ) અત્યંત જરુરી છે એ જણાવીને સમતાના પ્રભાવ વહુબ્યા છે. સમતા પ્રાપ્ત કરવા માટે મમતા દૂર કરવી જોઇએ, તે માટે અનિત્ય, અશરણુ આદિ બાર ભાવનાઓનુ` (અનુપ્રેક્ષાનું) વિસ્તારથી સ્વરૂપ વર્ણવતાં, તે પ્રસંગે ચાર ગતિનાં દુ:ખા, કર્માંના આશ્રવા, આશ્રવાને રોકવાના ઉપાયા, બાર પ્રકારના તપ, દશ પ્રકારના યતિધર્મ તથા ચૌદ રાજલેાકનું સ્વરૂપ ઘણા વિસ્તારથી સમજાવ્યુ છે. ખાર ભાવનાઓ દ્વારા સમતા પ્રાપ્ત કરીને મેક્ષના કારણભૂત આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગીએએ ધ્યાનના પ્રારભ કરવા જોઈએ એમ જણાવીને ધ્યાનસિદ્ધિ માટે અત્યંત જરૂરી મૈત્રી આદિ ચાર ભાવના વિસ્તારથી વર્ણવી છે. આ રીતે ધ્યાન માટે પદ્ધતિસર ભૂમિકા રચીને, તે માટે જરૂરી અનેક યોગાસનાનુ” વર્ણન ચોથા પ્રકાશનના અંતમાં આપેલુ છે.
મહર્ષિ પતજલિએ, સક્ષેપમાં દર્શાવેલાં યોગનાં આઠે અંગા ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ, ૫ પ્રત્યાહાર, ધારણા, ૭ ધ્યાન, ૮ સમાધિ પૈકી પ્રથમ ત્રણ અંગા યમ-નિયમ-આસનાનુ વર્ણન પણ આ ચાર પ્રકાશમાં વિસ્તારથી, સૂક્ષ્મતાથી, તથા વિશદતાથી આવી જાય છે.
પાંચમા પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે, જૈનશાસ્ત્ર પ્રમાણે માક્ષ માટે પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય તથા કાલજ્ઞાન આદિ માટે પ્રાણાયામ ઉપયોગી છે તેમજ પતજલિ આદિ યાગાચાર્યાએ ધ્યાનસિદ્ધિ માટે આસનજય પછી પ્રાણાયામના સ્વીકાર કર્યાં છે, એમ જણાવીને પ્રાણાયામનુ ઘણુા ઘણા વિસ્તારથી વર્ણન કર્યું છે,
For Private & Personal Use Only
|| ૧૨ ||
www.jainelibrary.org