________________
વિષય વર્ણન પ્રથમ પ્રકાશના પ્રારંભમાં, મહાગીશ્વર ભગવાન મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, ચંડકૌશિકના જીવનચરિત્ર દ્વારા ભગવાન મહાવીરના સમતાયેગનું અને સંગમદેવની કથા દ્વારા ભગવાન મહાવીરના કરુણાગનું વર્ણન કરીને પછી શાસ્ત્રોના આધારે, પરંપરાના આધારે તથા સ્વાનુભવના આધારે યેગશાસ્ત્ર રચવાની પ્રતિજ્ઞા કરી છે. તે પછી મહાચમત્કારક ગજન્ય લબ્ધિઓ તથા ભરતચાવત, મરૂ દેવામાતા, દઢપ્રહારી અને ચિલાતીપુત્રની વિસ્તૃત કથાઓ દ્વારા યોગનું માહાત્મ્ય વર્ણવીને યુગની વ્યાખ્યા કરી છે અને યોગનાં મુખ્ય અંગે જ્ઞાન-દર્શન-ચારિત્રનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ પ્રસંગમાં જીવ-અજીવ આદિ સાત ત, મતિ આદિ પંચવિજ્ઞાન, સમ્યગદર્શન, ૧ અહિંસા, ૨ સત્ય, ૩ અસ્તેય (અચૌર્ય), ૪ બ્રહ્મચર્ય તથા ૫ અપરિગ્રહ આ સાધુઓનાં પાંચ મહાવતે અર્થાત મૂલ ગુણરૂપ ચારિત્રનું તથા તેની ભાવનાઓનું વિસ્તારથી વર્ણન છે.
તે પછી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું અર્થાત્ ઉત્તર ગુણરૂપ ચારિત્રનું વર્ણન છે. આ પ્રસંગમાં ભિક્ષાના ૪૨ દેશે વિસ્તારથી વર્ણવેલા છે.
યેગ જેવી મહાન વસ્તુ પ્રાપ્ત કરવા માટે પહેલાં તે ઉત્તમ માનવ બનવું જોઈએ—.ગના અધિકારી બનવું જોઈએ. યોગના અધિકારી બનવા માટે કયા મહત્ત્વના ગુણ મેળવવા જોઈએ, એ પ્રસંગમાં પ્રથમ પ્રકાશના અંતમાં ૩૫ માર્ગાનુસારી ગુણોનું ખૂબ સુંદર વિવેચન છે.
દેશવિરત ગૃહસ્થાએ–શ્રાવકે એ સમ્યકત્વમૂલક બાર વતે સ્વીકારવાનાં હોય છે એટલે બીજા પ્રકાશમાં શ્રાવકનાં ૧૨ વ્રતને પરિચય આપતાં પહેલાં, સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવતાં મિથ્યાત્વનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. સદેવ સાથે કુદેવ, સુગુરુ સાથે કુગુરુ
Jain Education Inter
For Private & Personal Use Only
w jainelibrary.org