Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ ૪ સ્તવનોમાંથી એક સ્તવન તો ઉપાધ્યાયજી મહારાજનું હોય છે. ઉપાધ્યાયજી મહારાજે રચેલાં સ્તવનોની લાક્ષણિકતા એ છે કે આ સ્તવનો રોજ રોજ ગવાય તો પણ તેમાંનો ભાવ ઓછો થતો નથી અને કદી તેનો અભાવ થતો નથી. જેમ જેમ આ સ્તવનો વારંવાર ગવાય છે, વારંવાર સંભળાય છે તેમ તેમાંથી નવોનવો ભક્તિરસ ઝરતો અનુભવાય છે. આપણા રોજ-બ-રોજના જીવનમાં પણ આ સ્તવનોના ભાવો ઉપયોગી જણાય છે. પ્રખર યોગી શ્રી આનંદઘનજીનાં પદો તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે. તેનો અર્થ તત સમજાતો નથી. જ્યારે ઉપાધ્યાયજીની ઘણી રચનાઓ સાવ સરળ છતાં ભાવવાહી છે. ‘જગજીવન જગ વાલો’” કે “ગિરુઆ રે ગુણ તુમ તણા...” જેવાં સ્તવનોને જેમ જેમ તમે વાગોળો તેમતેમ તેમાંથી તમને નવાનવા ભાવો પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયજી મહારાજની વિશેષતા એ છે કે તેમણે આવી આવી સરળ અને સુગમ રચનાઓ કરી છે. તો વિદ્વાનોને પણ સમજવામાં ખૂબ મહેનત કરવી પડે તેવા અઘરા ગ્રંથોની રચના પણ તેમણે કરી છે. તેમના સાહિત્યમાં આજે પણ જીવંતતા જણાય છે. શીતલ પરમાનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચનાચન્દ્રિકા રસિયાજન સેવે રાચી રે” ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં રચાયેલ તેમના સાહિત્યમાં વિષયવ્યાપ ઘણો છે, તો ઊંડાણ પણ એટલું જ છે. જંબુસ્વામી રાસ જેવી તેમની કૃતિમાં સામસામા પક્ષે રસવતી શૈલીમાં જે કથાઓ કહેવાય છે તે સાવ સુગમ છે. તો તેમની કેટલીક કૃતિઓ તેને સમજવા માટે મોટા મોટા દિગ્ગજ વિદ્વાનો પણ માથું ખંજવાળે તેવી દુર્બોધ છે. આવા પ્રખર વિદ્વાન આપણા ગુજરાતના પનોતા પુત્ર હતા એ આપણા માટે ગૌરવની વાત છે. પોતાના સાધુજીવન દરમ્યાન તેઓ ગુજરાતમાં પણ વિચર્યાં છે. દા.ત. આ ભાવનગરની નજીકમાં જ શ્રી નવખંડા પાર્શ્વનાથ તીર્થ ઘોઘામાં તેઓશ્રી વિ. સં. ૧૭૧૬માં યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154