Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 150
________________ મુક્તકંઠે ગાઈ છે. કાશીવાસ અને તે દ્વારા તેમણે પરમ દુર્લભ કહેવાય તેવા ગંગેશોપાધ્યાયકૃત તત્ત્વચિંતાર્માળ ગ્રન્થને તેઓ હસ્તામલકવત્ સુગૃહીત કરી શક્યા તેમાં તેઓ ગુરુવર પં. શ્રી નયવિજયજી મહારાજની કૃપાને જ જસ આપે છે. શ્રી હરિભદ્રસૂરિરચિત શાસ્ત્રવાર્તાસમુચ્ચયની, ષટ્કર્શનના વિચારપ્રવાહોની સમીક્ષા કરીને જિનમતની સ્થાપના કરવાનું અત્યન્ત દુષ્કર કામ પણ તેઓની કૃપાથી જ કરી શક્યા છે તેવું પ્રતિપાદન કર્યું છેઃ निरस्या अभिप्राय: सूरेरहि हि गहनो दर्शनततिनिजमतसमाधानविधिना । श्रीमन्नयविजयविज्ञांहिभजने दुर्धर्षा तथाप्यन्तः अखण्डा भक्तिश्चेन्नहि नियतमसाध्यं किमपि मे ॥ (શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપરની સ્યા. કલ્પલતા વૃત્તિ પ્રશસ્તિ) શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શાસ્ત્રનું તાત્પર્ય ગહન હોય છે. વળી બૌદ્ધ, વેદાન્ત વગેરે દર્શનોના મતનું નિરસન કરવા પૂર્વક અર્હદ્દર્શનનું સ્થાપન કરવાનું કામ અઘરું છે. છતાં શ્રી નયવિજયના ચરણકમલમાં અખંડ ભક્તિ છે તેથી કશું જ અસાધ્ય નથી રહેતું. આ રીતે પોતાના ગુરુવરને ગ્રન્થોના અંતે પ્રશસ્તિમાં ખૂબ જ હૃદયના બહુમાનપૂર્વક વારંવાર સંભારે છે તો ઘણા ગ્રન્થના આરંભમાં પણ યાદ કર્યાં છે. જંબૂસ્વામી રાસના મંગલાચરણમાં તો બે જ લીટીમાં યોગ્ય શબ્દોમાં અંજિલ આપી છે : “શ્રી નયવિજ્યગુરુ તણો, નામ પરમ છે મંત એહની પણ સાંનિધ કરી કહીશું એ વિરતંત’ તો ગુરુતત્ત્વવિનિશ્ચય નામના ગ્રંથના મંગલાચરણમાં ગુરુવર શ્રી નયવિજયજી મહારાજ માટેની હૃદયની લાગણી જ સીધી શબ્દમાં અવારિત કરી છે. એ ગાથાઓ જોઈએ તો તેને ગુરુગીતાષ્ટક કહેવાનું મન થાય તેવી એ ગાથાઓ છે. આથી વધારે સુંદર રીતે નવ : જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા Jain Education International For Private & Personal Use Only ૧૧૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154